________________
સેટીંગ બાકી છે. વ્યવહાર
પૈસાનો
૧૯૪
૧૯૪
પૈસાનો
કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો” આવો ભાવ નક્કી કરીને નીકળવું. પછી બીજી બધી જવાબદારી હું લઈ લઉં છું.
હવે આપણને જે ઊંધા વિચારો આવે તે ભૂંસી નાખવું અને જગતનું કલ્યાણ થાય એ જ ભાવના રાખવી અને ‘કોઈને દુઃખ ના હો' એવું સવારના પહોરમાં પાંચ વખત નિયમથી બોલવું ને પછી નીકળવું. પછી જે કોઈને આપણાથી જાણીને દુઃખ થાય કે અજાણતામાં દુ:ખ થાય, તેની આપણી જોખમદારી નહીં, જાણીને થયાં હોય તેનું તરત પ્રતિક્રમણ કરી લેવું અને અજાણે ય થયાં તે તો અજાણ્યામાં જતાં રહેશે, આપણાને ખબર પણ ના પડે એ રીતે. જેમ બે વરસના છોકરાની મા મરી જાય તો તે છોકરું કેટલું રડે ? તેવું દુ:ખ અજાણ્ય ભોગવાઈ જાય.
લક્ષ્મી' ત્રણેયમાં આવે ! પ્રશ્નકર્તા : તો લક્ષ્મીદાનની જગ્યા જ નથી ?
દાદાશ્રી : લક્ષ્મીદાન એ જ્ઞાનદાનમાં આવી ગયું. અત્યારે તમે પુસ્તકો છપાવડાવોને, તો એ લક્ષ્મી એમાં આવી ગઈ, એ જ્ઞાનદાન.
પ્રશ્નકર્તા : લક્ષ્મી થકી જ બધું થાય છેને ? અન્નદાન પણ લક્ષ્મી થકી જ અપાય છેને ?
દાદાશ્રી : ઔષધ આપવું હોય તો આપણે સો રૂપિયાનું ઔષધ લાવીને પેલાને આપીએ ત્યારે ને ? એટલે લક્ષ્મી તો બધામાં વાપરવાની જ. પણ લક્ષ્મીનું આ રીતે દાન હોય તે સારામાં સારું.
એ કઈ રીતે અપાય ? પ્રશ્નકર્તા : એટલે દાનોમાં લક્ષ્મી સીધી રીતે વર્ણવી નથી.
દાદાશ્રી : હા, સીધી રીતે આપવીયે ના જોઈએ. આપો એવી રીતે કે જ્ઞાનદાન એટલે પુસ્તકો છપાવીને આપો કે આહાર જમાડવા તૈયાર કરીને આપો. સીધી લક્ષ્મી આપવાની કોઈ જગ્યાએ કહી નથી. અને બીજું બધું નામ કાઢવા
માટે આપે છે, બીજે સીધી લક્ષ્મી આપે છે, એ તો નામ કાઢવા માટે આપે છે. કીર્તિ માટે એને કીર્તિદાન કહેવાય છે.
આ તો કેવાં દાત ! ગાય મરવાની થાય ત્યારે દાનમાં આપી આવે અને શું કહે, ‘ગાયનું મેં દાન કર્યું ! અલ્યા, કઈ જાતનું દાન કહેશો આને ? નિર્દયદાન કહેવાય !
કંઈક હકીકતમાં હોવું જોઈએ કે નહીં ? અરે મરવાની ગાયને આપવા જાવ છો ? કઈ ગાય આપવી જોઈએ ? ન્યાય શું કહે છે ?
આ તો બધું મિથ્યાદાન કહેવાય છે. સમ્યકૂદાન કહું કોને કહેવાય ? કે આહારદાન, જેને આહારનું, એક ફેરો હેલ્પ કરેને, એ સમ્યદાન કહેવાય.
હવે એમાંયે આ લોકો વધ્યું-ઘટ્ય આપે છે કે નવું બનાવીને આપે છે ?
પ્રશ્નકર્તા : વધેલું હોય તે જ આપે. પોતાની જાન છોડાવે. વધી પડે એટલે હવે શું કરે ?
દાદાશ્રી : એટલે એનો સદ્ધપયોગ કરે છે મારા ભઈ ! પણ નવું બનાવીને આપે ત્યારે હું કહું કે કરેક્ટ છે. કંઈ વીતરાગોને ત્યાં કાયદા હશેને ? કે ગપ્પગપ્પ ચાલશે ?
પ્રશ્નકર્તા : ના, ના, ગપ્પાં હોય ?! દાદાશ્રી : વીતરાગનો ત્યાં ના ચાલે, બીજે બધું ચાલે.
કામ લાગે તે પુસ્તક કામતું ! પ્રશ્નકર્તા : આ ધર્મનાં લાખો પુસ્તકો છપાય છે, પણ કોઈ વાંચતું નથી.
દાદાશ્રી : એ બરાબર છે. એ તમારી વાત ખરી. કોઈ વાંચતું નથી. એમને એમ ખાલી પુસ્તકો પડી રહે છે બધાં. જો વંચાતું હોય એવું પુસ્તક હોય તો કામનું. તમને સમજ પડી ? તમારું કહેવું બરાબર છે. અત્યારે કોઈ પુસ્તક વંચાતું.