________________
સેટીંગ બાકી છે.
પૈ સાનો
વ્યવહાર
૧૯૩
૧૯૩
પૈસાનો
વ્યવહાર
દાદાશ્રી : ના, એવું છે કે અભયદાન તો ઊંચો માણસ કરી શકે. જેની પાસે લક્ષ્મી નહીં હશે, એ સાધારણ માણસ પણ આ કરી શકે, ઊંચા પુરુષો પાસે લક્ષ્મી હોય યા ના પણ હોય, માટે લક્ષ્મી સાથે એમનો વ્યવહાર નથી, પણ અભયદાન તો અવશ્ય કરી શકે. ત્યારે લક્ષ્મીપતિઓ અભયદાન કરતા, પણ અત્યારે એમને એ ના થઈ શકે, એ કાચા હોય. લક્ષ્મી જ રળી લાવ્યા છેને, તેય લોકોને ભય પમાડી પમાડીને !
પ્રશ્નકર્તા : ભયદાન કર્યું છે ?
દાદાશ્રી : ના, એવું કહેવાય નહીં, એવું કરીનેય જ્ઞાનદાનમાં ખર્ચે છેને ! અહીંથી, આમ ગમે તેવું કરીને આવ્યો, પણ અહીં જ્ઞાનદાનમાં ખર્ચે છે, એ ઉત્તમ છે, એવું ભગવાને કહ્યું. - હવે એ જ્ઞાન કેવું હોવું જોઈએ ? લોકોને હિતકારી થાય એવું જ્ઞાન હોવું જોઈએ. હા, બહારવટિયાની વાતો સાંભળવા માટે નથી, એ તો સ્લીપ થયા કરે, એ વાંચે તો આનંદ તો થાય એમાં પણ નીચે અધોગતિમાં જયા કરે.
જ્ઞાતીની દ્રષ્ટિએ..... પ્રશ્નકર્તા : વિદ્યાદાન, ધનદાન, એ બધાં દાનમાં આપની દ્રષ્ટિએ કયું દાન શ્રેષ્ઠ ગણાય ? ઘણી વાર આમાં દ્વિધા ઉત્પન્ન થાય છે ?
દાદાશ્રી : વિદ્યાદાન ઉત્તમ ગણાય છે. લક્ષ્મી હોય તેણે વિદ્યાદાન, જ્ઞાનદાનમાં લક્ષ્મી આપવી જોઈએ. જ્ઞાનદાન એટલે પુસ્તકો છપાવવાં કે બીજું-ત્રીજું કરવું. જ્ઞાનનો ફેલાવો કેવી રીતે થાય ? એના માટે જ પૈસા વાપરવા જોઈએ. લક્ષ્મી હોય તેણે અને લક્ષ્મી ના હોય તેણે અભયદાનનો ઉપયોગ કરવો જોઈએ. કોઈને ભય ના થાય એવી રીતે આપણે ચેતીને ચાલવું જોઈએ. કોઈને દુઃખ ના થાય, ભય ના થાય, એ અભયદાન કહેવાય છે.
બાકી અન્નદાન ને ઔષધદાન એ તો સહેજે આપણે ત્યાં બૈરાં-છોકરાં બધાં કર્યા કરે. એ કંઈ બહુ કિંમતી દાન નથી, પણ કરવું જોઈએ. આવું કંઈ આપણને ભેગો થાય તો આપણે ત્યાં દુખીયો માણસ આવ્યો તેને જે તૈયાર હોય તે તરત
આપી દેવું.
દાનની બાબતમાં લોકો નામ કાઢવા માટે દાનો આપે છે, એ વાજબી નથી. નામો કાઢીને તો આ ખાંભીઓ બધી ઘાલે છે ને ખાંભીઓ કોઈની રહી નથી અને અહીં આપેલું તે સાથે આવે ક્યારે ? વિદ્યા ફેલાય, જ્ઞાન ફેલાય એવું કંઈક કરીએ તો એ આપણને જોડે આવે. અગર અભયદાન, કોઈને દુઃખ ન દેવાની દ્રષ્ટિ. આજથી જ નક્કી કરી નાખો કે મારે આ જગતમાં કોઈને સ્ટેજ પણ દુ:ખ દેવું નથી. મન-વચન-કાયાથી કિંચિત્માત્ર ત્રાસ આપવો નથી. એવું નક્કી કરોને તો મહીં, અંદર એવું ચાલે. તમે નક્કી કરો એવું ચાલે છે અંદર. તમારો નિશ્ચય હોય એવું ચાલે.
જ્ઞાતીઓ જ આપે ‘આ’ દાત ! એટલે શ્રેષ્ઠ દાન અભયદાન, બીજા નંબરે જ્ઞાનદાન, અભયદાનને ભગવાને વખાણ્યું છે. પહેલું કોઈ તારાથી ભય ના પામે એવું અભયદાન આપ.
બીજું જ્ઞાનદાન, ત્રીજું ઔષધદાન અને ચોથું આહારદાન.
જ્ઞાનદાનથી તો શ્રેષ્ઠ અભયદાન ! તે લોકો અભયદાન આપી શકે નહીંને ? એ જ્ઞાનીઓ એકલા જ અભયદાન આપે. જ્ઞાનીઓ અને જ્ઞાનીઓનો પરિવાર હોય તે અભયદાન આપે. જ્ઞાનીના ફોલોઅર્સ હોયને, તે અભયદાન આપે. કોઈને ભય થાય નહીં એવી રીતે રહે. સામો ભયરહિત રહે એવી રીતે વર્તે. કૂતરું પણ ભડકે નહીં એવી રીતે એમનું વર્તન હોય, કારણ કે એને દુ:ખ કર્યું કે પોતાની મહીં પહોંચ્યું. સામાને દુ:ખ કર્યું કે મહીં પહોંચ્યું એટલે આપણાથી કોઈ જીવને કિંચિત્માત્ર પણ ભય ના થાય એમ રહેવું.
પછી જવાબદારી “અમારી' ! દાન એટલે બીજા કોઈ પણ જીવને સુખ, મનુષ્ય હોય કે બીજાં પ્રાણી હોય તેમને સુખ આપવું એનું નામ દાન. અને બધાંને સુખ આપ્યું એટલે એનું ‘રીએક્શન’ આપણને સુખ જ આવે. સુખ આપો તો તરત જ સુખ તમારે ઘેર બેઠાં આવે ! સવારના પહોરમાં નક્કી કરવું, ‘આ મન-વચન-કાયાથી આ જગતના