________________
સેટીંગ બાકી છે. વ્યવહાર
પૈસાનો
૧૯૮
૧૯૮
પૈસાનો
વ્યવહાર
તો એનાથી લોકોને પુણ્ય ઉપાર્જન થાય ખરું ?
દાદાશ્રી : ચોક્કસ થાયને ! એને ત્યાગ કર્યોને એટલો ! પોતાની પાસે આવેલાનો ત્યાગ કર્યોને ! પણ એમાં હેતુ પ્રમાણે પછી એ પુણ્ય એવું થઈ જાય, હેતુવાળું ! આ પૈસા આપ્યા તે એક જ વસ્તુ જોવાતી નથી. પૈસાનો ત્યાગ કર્યો એ નિર્વિવાદ. બાકી પૈસા ક્યાંથી આવ્યા, હેતુ શો, આ બધું પ્લસ-માઈનસ થતાં જે બાકી રહેશે એ એનું. એનો હેતુ શો કે સરકાર લઈ જશે એના કરતાં આમાં નાખી દોને !
સ્વર્ગ શું તે મોક્ષ શું ? પ્રશ્નકર્તા : સ્વર્ગ અને મોક્ષની વચ્ચે શું ફરક છે ?
દાદાશ્રી : સ્વર્ગ તો અહીં જે પુર્ઘ કરીને જાયને, પુચ્ચે એટલે સારાં કામ કરે, શુભ કામ કરે, તો સ્વર્ગમાં જવાનું.
પ્રશ્નકર્તા : સારાં કામ એટલે કેવાં ?
દાદાશ્રી : સારાં કામ એટલે લોકોને દાન આપે, કોઈને દુઃખ ના થવા દે, કોઈને મદદ કરે, ઓબ્લાઈઝિંગ નેચર રાખે, એવાં કર્મ નથી કરતા લોકો ?
પ્રશ્નકર્તા : કરે છે.
દાદાશ્રી : એટલે સારાં કામ કરે તો સ્વર્ગમાં જાય અને ખરાબ કામ કરે તો નર્કમાં જાય. અને સારા-ખોટાનું મિક્ષચર કરે, પણ તેમાં ઓછાં ખોટાં કરે, તે મનુષ્યમાં આવે. આવી રીતે ચાર ભાગે કામ કર્યાનાં ફળ મળતાં રહે અને મોક્ષમાં કામ કરનારો જઈ શકે નહીં. મોક્ષ માટે તો કર્તાભાવ ના રહેવો જોઈએ. જ્ઞાન આપે એટલે કર્તાભાવ તૂટે અને કર્તાભાવ તૂટે એટલે મોક્ષ થઈ જાય.
એ તાણું પુણ્ય બાંધે ! પ્રશ્નકર્તા : બે નંબરના રૂપિયાનું દાન આપે તો તે ન ચાલે ?
દાદાશ્રી : બે નંબરનું દાન ના ચાલે. પણ છતાંય કોઈ માણસ ભૂખે મરતો હોય અને બે નંબરનું દાન આપે તો પેલાને ખાવા માટે ચાલેને ! બે નંબરનું અમુક કાયદેસર વાંધો આવે, બીજી રીતે વાંધો નથી આવતો. એ નાણું હોટલવાળાને આપે તો એ લે કે ના લે ?
એય હિંસા જ ! પ્રશ્નકર્તા : વેપારી નફાખોરી કરે, કોઈ ઉદ્યોગપતિ કે વેપારી મહેનતના પ્રમાણમાં ઓછું વળતર અથવા કોઈ મહેનત વગરની કમાણી થાય તો એ હિંસાખોરી કહેવાય ?
દાદાશ્રી : એ બધી હિંસાખોરી જ છે.
પ્રશ્નકર્તા : હવે એ ફોગટની કમાણી કરીને ધર્મમાં નાણાં વાપરે, તો તે કઈ જાતની હિંસા કહેવાય ?
દાદાશ્રી : જેટલું ધર્મકાર્યમાં વાપર્યું, જેટલું ત્યાગ કરી ગયો, એટલો ઓછો દોષ બેઠો, જેટલું કમાયો હતો, લાખ રૂપિયા કમાયો હતો, હવે એ એંસી હજારનું દવાખાનું બંધાવ્યું તો એટલા રૂપિયાની જવાબદારી એને ના રહી. વીસ હજારની જ જવાબદારી રહી. એટલે એ સારું છે, ખોટું નથી.
પ્રશ્નકર્તા : લોકો લક્ષ્મીને સંઘરી રાખે છે તે હિંસા કહેવાય કે નહીં ?
દાદાશ્રી : હિંસા જ કહેવાય. સંઘરવું એ હિંસા છે. બીજા લોકોને કામ લાગે નહીંને !
'૪૨ પછીની લક્ષ્મી ! પ્રશ્નકર્તા : પણ હવે જે સાચી મહેનતથી અને પ્રામાણિકપણે જે કમાયેલા
પ્રશ્નકર્તા : લઈ લે.
દાદાશ્રી : હા, તે વ્યવહાર ચાલુ જ થઈ જાય. પ્રશ્નકર્તા : ધર્મમાં બે નંબરનો પૈસો છે તે વપરાય છે, હમણાંના જમાનામાં,