________________
પૈસાનો
સેટીંગ બાકી છે.
વ્યવહાર
પ્રશ્નકર્તા : હું અમુક સમય સુધી મારી આવકમાંથી ૩૦ ટકા ધર્માદામાં આપતો હતો પણ એ બધું અટકી ગયું. જે જે આપતો હતો તે હવે આપી શકતો
નથી.
૧૯૦
દાદાશ્રી : એ તો તમારે કરવું છે તો એ બે વર્ષ પછી પણ આવશે જ ! ત્યાં કંઈ ખોટ નથી. ત્યાં તો ઢગલાબંધ છે. તમારાં મન બગડેલાં હોય, તે શું થાય ?
આમ અંતરાય પડે !
આ ભાઈ કોઈ એક જણને દાન આપતા હોય, ત્યાં આગળ કોઈ બુદ્ધિશાળી કહેશે કે, “અરે આને ક્યાં આપો છો ?' ત્યારે આ ભાઈ કહેશે, ‘હવે આપવા દોને, પણ ગરીબ છે.’ એમ કરીને એ દાન આપે છે, ને પેલો ગરીબ લઈ લે છે. પણ પેલો બુદ્ધિશાળી બોલ્યો તેનો તેણે અંતરાય પાડ્યો. તે પછી એને દુઃખમાં ય કોઈ દાતા ના મળી આવે. અને જ્યાં પોતે અંતરાય પાડે છે તે જગ્યાએ જ આ અંતરાય કામ કરે છે. વિષયમાં અંતરાય પાડે તો તેને વિષયમાં અંતરાય આવીને ઊભો રહે. ખાવામાં અંતરાય પાડ્યો હોય તો અહીં આગળ બધે હોટલો છે, વીશીઓ છે, પણ એ જ્યારે જાય ત્યારે બધી વીશીઓ બંધ હોય અગર તો જમવાનું ખલાસ થઈ ગયું હોય.
પ્રશ્નકર્તા : વાણીથી અંતરાય ના પડ્યા હોય, પણ મનથી અંતરાય પડ્યા હોય તો ?
દાદાશ્રી : મનથી પાડેલા અંતરાય વધારે અસર કરે. એ તો બીજે અવતારે
અસર કરે અને આ વાણીનું બોલેલું આ અવતારે અસર કરે. વાણી થઈ કે રોકડું થયું. કૅશ થયું, તે ફળેય કૅશ આવે અને મનથી ચીતર્યું તે તો આવતે અવતા૨ે રૂપક થઈને આવશે.
તે આમ અંતરાય ઊડે !
પ્રશ્નકર્તા : એટલે એટલી જાગૃતિ રાખવી જોઈએ કે જરાય આડો અવળો વિચાર ના થાય.
પૈસાનો
વ્યવહાર
દાદાશ્રી : એવું બને એવું નથી. વિચાર તો એવા થયા વગર રહેવાના જ નથી. એને આપણે ભૂંસી નાખીએ એ આપણો ધંધો. એવા વિચાર ના થાય એવું આપણે નક્કી કરીએ એ નિશ્ચય કહેવાય. પણ વિચાર જ ના આવે એવું ત્યાં આગળ ચાલે નહીં. વિચાર તો આવે પણ બંધ પડતાં પહેલાં ભૂંસી નાખવાનો. તમને વિચાર આવ્યો કે, ‘આને દાન ના આપવું જોઈએ', પણ તમને જ્ઞાન આપ્યું છે એટલે જાગૃતિ આવે કે આપણે વચ્ચે ક્યાં અંતરાય પાડ્યો ? એમ, તે પાછો તમે એને ભૂંસી નાખો. પોસ્ટમાં કાગળ નાખતાં પહેલાં ભૂંસી નાખો તો વાંધો નહીં. પણ એ તો જ્ઞાન વગર કોઈ ભેંસે નહીંને ! અજ્ઞાની તો ભૂંસે જ નહીંને ?! ઉલટું આપણે એને એમ કહીએ કે ‘આવો ઊંધો વિચાર શું કામ કર્યો ?” ત્યારે એ કહેશે કે, ‘એ તો કરવો જ જોઈતો હતો એમાં તમને સમજણ ના પડે.’ તે પછી પાછો એવું ડબલ કરે ને જાડું કરી આપે. અહંકાર બધું ગાંડું જ કરે, નુકસાન કરે, એનું નામ અહંકાર, પોતે પોતાના જ પગ પર કુહાડી માર માર કરે એનું નામ અહંકાર.
૧૯૦
હવે તો આપણે પશ્ચાતાપથી બધું ભૂંસી શકાય અને મનમાં નક્કી કરીએ કે આવું ના બોલવું જોઈએ. અને બોલ્યો તેની ક્ષમા માગું છું, તો ભૂંસાઈ જાય. કારણ કે તે કાગળ પોસ્ટમાં પડ્યો નથી તે પહેલાં આપણે ફેરફાર કરી નાખીએ કે પહેલાં અમે મનમાં વિચાર કર્યો હતો કે, ‘દાન આપવું ના જોઈએ' તે ખોટું છે. પણ હવે અમે વિચાર કરીએ છીએ કે આ દાન આપવામાં સારું છે એટલે એનું આગળનું ભૂંસાઈ જાય.
એનું વહેણ બદલો !
ખરે ટાઈમે તો એક ધર્મ જ તમને મદદ કરીને ઊભો રહે. માટે ધર્મના વહેણમાં લક્ષ્મીજી જવા દેજો. ફક્ત એક સુષમકાળમાં લક્ષ્મી મોહ કરવા જેવી હતી. એ લક્ષ્મીજી તો આવ્યાં નહીં ! અત્યારે આ શેઠિયાઓને હાર્ટ ફેઈલ અને બ્લડ પ્રેશર કોણ કરાવે છે ? આ કાળની લક્ષ્મી જ કરાવે છે.
પૈસાનો સ્વભાવ કેવો છે ? ચંચળ છે, એટલે આવે અને એક દહાડો પાછા જતા રહે. માટે પૈસા લોકોના હિતને માટે વાપરવા. જ્યારે તમારો ખરાબ ઉદય