________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
વ્યવહાર
૧૮૯
પૈસાનો
વ્યવહાર
નનામીનો રિવાજ છે કે પાછળ ? આ તો નામ પરનું બધું જપ્તીમાં જતું રહેશે અને તમે છો અનામી. અનામીની નનામી ના હોય. નામી થયા માટે નનામી નીકળે. આ હું તમને એવું અનામી કરી આપીશ પછી નનામી નીકળશે નહીં. નામની નીકળશે, પણ તમારી નહીં નીકળે પછી.
શાતે ન ટકે, લક્ષ્મી ?
પ્રશ્નકર્તા : હું દસ હજાર રૂપિયા મહિને કમાઉં છું, પણ મારી પાસે લક્ષ્મીજી ટકતી કેમ નથી ?
નથી ને અંદર મહીં કચવાયા કરે છે ને દબઈ દબઈને ચાલે છે એ કોમન માણસો છે ત્યાં આપવાનું છે. એ લોકોને બહુ સપડામણ છે, એ મધ્યમ વર્ગને !
લક્ષ્મી દીધી તે તકતી લીધી ! પ્રશ્નકર્તા : એવું નહીં દાદા, કેટલાક લોકો સમજ્યા વગર આપે તો અર્થય નહીં એનો.
દાદાશ્રી : ના, સમજ્યા વગર ના આપે. એ તો બહુ પાકા એ તો પોતાના હિતનું જ કરે.
પ્રશ્નકર્તા : ધર્મનું સમજ્યા વગર, નામ માટે આપે, તકતી લગાડવા માટે આપે.
દાદાશ્રી : એ નામ તો, હમણે આ નામનું થઈ ગયું ! પહેલાં તો નામનું નહીં. આ તો હમણે વેચવા માંડ્યા નામ, આ કળિયુગને લીધે. બાકી પહેલાં નામબામ હતું જ નહીં. એ આપ્યા જ કરે નિરંતર એટલે ભગવાન એમને શું કહેતા હતા ? શ્રેષ્ઠી કહેતા હતા અને અત્યારે એ શેઠ કહેવાય છે.
તામીતી તો તતામી ! પ્રશ્નકર્તા : આપવું તે પાછું અહંકારથી આપ્યું. તકતી લગાડીને આપ્યું. આપણે તકતી ના લગાડીએ તો પાછળવાળા કેવી રીતે જાણે કે આપણા બાપે આ કરેલું. તકતી વાંચે તો જ ખબર પડેને ! કે આ ધરમશાળા મેં બંધાવી.
દાદાશ્રી : શું નામ છે આપનું? પ્રશ્નકર્તા : ચંદુલાલ.
દાદાશ્રી : એવું છે ને તો આપણે ચંદુભાઈ તરીકે રહીશું. એ ચંદુભાઈ તો નામ રહ્યું. એમાં આપણે શું ? અહીંથી નનામી કાઢેને, એટલે ઊડી ગયું. એ જપ્તીમાં ગયેલું શું કામનું ? સમજ પડીને ? એટલે નામની કિંમત ના આંકવી. નામ તો અહીં નનામી કાઢે એટલે ત્યાં આગળ જપ્તીમાં જતું રહે છે. અહીં
દાદાશ્રી : ૧૯૪૨ પછીની લક્ષ્મી ટકતી નથી. આ લક્ષ્મી છે તે પાપની લક્ષ્મી છે, એથી ટકતી નથી. હવે પછીનાં બે-પાંચ વરસ પછીની લક્ષ્મી ટકશે. અમે’ ‘જ્ઞાની’ છીએ, તો પણ લક્ષ્મી આવે છે, છતાં ટકતી નથી. આ તો ઇન્કમટેક્ષ ભરાય એટલે લક્ષ્મી આવે એટલે પત્યું.
પ્રશ્નકર્તા : લક્ષ્મી ટકતી નથી તો શું કરવું ?
દાદાશ્રી : લક્ષ્મી તો ટકે એવી જ નથી. પણ એનો રસ્તો બદલી નાખવાનો. પેલે રસ્તે જાય છે તો એનું વહેણ બદલી નાખવાનું ને ધર્મના રસ્તે વાળી નાખવાની. તે જેટલી સુમાર્ગે ગઈ એટલી ખરી. ભગવાન આવે પછી લક્ષ્મીજી ટકે, તે સિવાય લક્ષ્મીજી ટકે શી રીતે ? ભગવાન હોય ત્યાં કલેશ ના થાય ને એકલી લક્ષ્મીજી હોય તો કલેશ ને ઝગડા થાય. લોકો લક્ષ્મી ઢગલાબંધ કમાય છે, પણ તે કમજરે જાય છે. કોઈ પુણ્યશાળીના હાથે લક્ષ્મી સારે રસ્તે વપરાય. લક્ષ્મી સારા રસ્તે વપરાય ને તે બહુ ભારે પુણ્ય કહેવાય.
૧૯૪૨ પછીની લક્ષ્મીમાં કશો કસ જ નથી. અત્યારે લક્ષ્મી યથાર્થ જગ્યાએ વપરાતી નથી. યથાર્થ જગ્યાએ વપરાય તો બહુ સારું કહેવાય.
પૈસા ખોટે રસ્તે ગયા તો કંટ્રોલ કરી નાખવો. ને પૈસા સારા રસ્તે વપરાય તો ડીકંટ્રોલ કરી નાખવાનો.
મત બગડેલાં તેથી....