________________
સેટીંગ બાકી છે. વ્યવહાર
પૈસાનો
૧૮ ૮
૧૮૮
પૈસાનો
વ્યવહાર
દાદાશ્રી : એવું છે ને એ દાન પોતે આપીને લેવા માગે છે. સુખ આપી અને સુખ લેવા માંગે છે. મોક્ષ માટે દાન નથી આપતો. એ સુખ આપો લોકોને તો તમને સુખ મળશે. જે તમે આપો તે મળશે. એટલે એ તો નિયમ છે. એ તો આપવાથી આપણને મળે છે. પ્રાપ્તિ થાય છે. લઈ લેવાથી ફરી જતું રહે છે.
પ્રશ્નકર્તા : ઉપવાસ કરવો સારો કે કંઈક દાન કરવું સારું ?
દાદાશ્રી : દાન કરવું એટલે શું કે ખેતરમાં વાવવું. ખેતરમાં વાવી આવવું એટલે એનું ફળ મળશે. અને ઉપવાસ કરવાથી મહીં જાગૃતિ વધશે. પણ શક્તિ પ્રમાણે ઉપવાસ કરવાનું ભગવાને કહ્યું છે.
પ્રશ્નકર્તા : દાદા, આ દાન તો બહાર આટલું બધું કરે છે, જૈનોમાં અપાસરામાં બહુ કરે છે.
દાદાશ્રી : એ દાન કરે પણ આમ સગાંવહાલાંને કાયદાથી બહાર ના આપે. દાન કરે કારણ પોતાને એનું ફળ લેવાનું ને ! એનું ફળ મારે લેવાનું છે ને એ તો સ્વાર્થ છે, એક જાતનો. દાન એ તો સ્વાર્થ છે. પણ આ સગાંવહાલાંને ના આપે. કાયદાની બહાર ના આપે. એ તો મેં બધી આખી નાતમાં જોયેલું.
મંદિરોમાં કે ગરીબોમાં ? પ્રશ્નકર્તા : આપણે મંદિરોમાં ગયા’તાને, તે લોકો કરોડો રૂપિયા પથ્થરની પાછળ ખર્ચા કરે છે. અને આ ભગવાને કીધું આ જીવતા જાગતા અંતર્યામી, અને દરેક જીવમાત્રમાં બિરાજમાન છે. અને જીવતા જગતને લોકો તતડાવે છે. અને આ પથ્થરની પાછળ કરોડો રૂપિયા ખર્ચા કરે છે. એ વસ્તુ શું ?
દરેકની મહીં ભગવાન છે, પ્રત્યક્ષ છે. તો એ લોકોને કગરાવે છે ને અહીંયા કરોડો રૂપિયા પથ્થરની મૂર્તિ પાછળ ખર્ચ આવું કેમ ?
દાદાશ્રી : હા, પણ લોકોને કકળાવે એ તો એની અણસમજણથી કકળાવે છેને, બિચારાને ? ક્રોધ-માન-માયા-લોભની નિર્બળતાથી કકળાવે છેને ?
પૈસા કમાવા નીકળે છે, હવે ઘેર છે તે સારી રીતે ઘર ચાલે એવું હોય છે.
તોય પૈસા કમાવા નીકળે. તે આપણે ના સમજીએ કે આ એના ક્વોટા ઉપરાંત વધારે ક્વોટા લેવા ફરે છે ?! જગતમાં તો ક્વોટા બધાનો સરખો છે. પણ આ લોભિયા છે તે વધારે ક્વોટા લઈ જાય છે એ પેલાં અમુક લોકોને ભાગ જ ના આવે. હવે અમે છે તે એમ ને એમ ગપ્પાથી નથી મળતું તે પુણ્ય !
ત્યારે પુષ્ય વધારે કર્યું તો આપણી પાસે નાણું આવ્યું તો નાણું આપણે ખર્ચી નાખીએ પાછું. આપણે જાણીએ કે આ તો ભેગું થવા માંડ્યું. ખર્ચી નાખ્યા તો ડીડક્શન (બાદ) થઈ શકેને ? પુણ્ય ભેગું તો થઈ જ જાય. પણ ડીડક્શન કરવાની રીત તો જાણવી જોઈએને ?
એટલે લોકો બધું કરે છે, બરોબર કરે છે. એમને ચાવી જોઈએ છે. એમને દર્શન ક્યાં કરવાં છે ? જે જ્યાં દર્શન કરવા જાય તો એને શરમ ના આવે એવું જોઈએ છે. જીવતાં જોડે એને શરમ આવે છે અને મૂર્તિ પાસે તમેકહો એવો નાચે હઉ. નાચે-કૂદે એકલો ! પણ જીવતાં જોડે એને શરમ આવે છે. આ જીવતાં હોયને અને જીવતાં પાસે ના કશું થાય. અને જો જીવતાં પાસે જો કર્યું તો એનું કલ્યાણ થઈ જાય, પરમ કલ્યાણ થઈ જાય. આત્યંતિક કલ્યાણ થઈ જાય. પણ એવી શક્તિ ના હોયને. એવી પુણ્ય ના હોય !
ભગવાન પાસે મૂકેને, તે બધું નિષ્કામ નહીં સકામ. હે ભગવાન, છોકરાંને ઘેર એક છોકરો ! મારો છોકરો પાસ થાય. ઘેર ઘેડા ડોસા છેને, એમને પક્ષઘાત થયો છે તે મટી જાય. તેના બસ્સો ને એક મૂકે. હવે અહીં તો કોણ મૂકે ! આપણે કંઈ એવું કારખાનું છે ? અને અહીં લેય કોણ તે મૂકે ?
દાત કોતે અપાય ? પ્રશ્નકર્તા : અમે અહીં અમેરિકામાં કોઈ ગરીબ નહીં તેથી કોઈને દાન ના કરી શકીએ તેથી અમને પુણ્યનો ચાન્સ ઓછો મળેને ?
દાદાશ્રી : તમે ગરીબને પૈસા આપો ને એની તપાસ કરી તો પાસે પોણો લાખ રૂપિયા પડ્યા હોય. કારણ એ લોકો ગરીબોના નામ પર પૈસા ભેગા કરે છે ? બધો વેપાર જ ચાલે છે. દાન તો ક્યાં આપવાનું છે ? જે લોકો માંગતા