________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
વ્યવહાર
૧૮ ૭
૧૮૭
પૈસાનો
વ્યવહાર
ઓબ્લાઇજિંગ કરીએ તો ચાલે કે ના થાય ? પ્રશ્નકર્તા : ચાલે.
લક્ષ્મીનો સદુપયોગ શેમાં ? પ્રશ્નકર્તા : પણ ધારો કે કોઈના પુણ્યકર્મે એની પાસે લાખો રૂપિયા થાય, તો એ ગરીબોમાં વહેંચી દેવા કે પછી પોતે જ ઉપયોગ કરવો ?
દાદાશ્રી : નહીં, એ પૈસા ઘરના માણસોને દુઃખ ન થાય એવી રીતે વાપરવા. ઘરનાં માણસને પૂછવું કે ભઈ, તમને અડચણ નથી ને ? ત્યારે એ કહે, ‘ના, નથી.’ તો એ લિમિટ એની, પૈસા વાપરવાની. એટલે પછી આપણે એ પ્રમાણે કરવું.
પ્રશ્નકર્તા : સન્માર્ગે તો વાપરવાનું ને ?
દાલતાં વહેણ
દાદાશ્રી : પછી, બીજા બધા સન્માર્ગે જ વાપરવાના. ઘરમાં વપરાશે એ બધા ગટરમાં જશે. અને બીજે જે વપરાશે એ તમારા પોતાને જ માટે સેફ સાઈડ થઈ ગઈ. હા, અહીંથી જોડે લઈ જવાતા નથી, પણ બીજે રસ્તે સેફ સાઈડ કરી શકાય છે.
સારાં કાર્યો કોને કહેવાય ? પ્રશ્નકર્તા : સારાં કાર્યો કરવા માણસે શું કરવું? દાદાશ્રી : શું કરવાં છે સારાં કાર્યો ? પ્રશ્નકર્તા : કોઈ પણ સારું કાર્ય આપણે કરવું હોય, ધાર્મિક ગમે તે ? દાદાશ્રી : દસેક લાખ રૂપિયા દાન કરવું છે ? પ્રશ્નકર્તા : ના, ના. દાનની વાત તો પછી છે. દાદાશ્રી : તો શું કરવું છે એ કહોને મને ? પ્રશ્નકર્તા : પણ એમાં બુદ્ધિનો શો ઉપયોગ લેવો ?
દાદાશ્રી : બુદ્ધિનો ? તો આપણે એવું નક્કી કરવું કે આપણે પૈસા ના હોય તોય આપણે રોજ રાત્રે નક્કી કરવું કે મારે સવારમાં જે કોઈ હોય તે કોઈને ફેરો ખાઈ છૂટવો છે, ધક્કો ખાઈ છૂટવો છે. એને સાચી સલાહ આપવી છે. અને વેપારી કંઈ ગૂંચાયેલો હોય, નામામાં ગૂંચાયેલો હોય તો આપણે કહીએ કે ભઈ, હું તને નામાની સમજણ પાડી દઈશ. આવું તેવું આખો દહાડો કંઈનું કંઈ કરીએ.
પ્રશ્નકર્તા : પણ આમ તો એ જોડે જ લઈ ગયા જેવું કહેવાય ને !
દાદાશ્રી : હા, જોડે લેવા જેવું જ આપણે સેફસાઈડવાળું. એટલે કોઈ રસ્તે બીજાને કંઈ પણ સુખ થાય એને માટે વાપરવું. એ બધું તમારી સેફ સાઈડ છે.
પ્રશ્નકર્તા : લક્ષ્મીનો સદુપયોગ કોને કહેવાય ?
દાદાશ્રી : લોકોના ઉપયોગ માટે કે ભગવાન માટે વાપરીને તે સદુપયોગ કહેવાય.
દાતમાં સ્વાર્થ !
પ્રશ્નકર્તા : આ દાન શા માટે કરવામાં આવે છે ?