________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
વ્યવહાર
૧૯ ૧
૧૯ ૧
પૈસાનો
વ્યવહાર
આહારદાન. ત્યારે અક્કલવાળા શું કહે, આ તગડાને ખવડાવશો તો સાંજે તમે શી રીતે ખવડાવવાના હતા ? ત્યારે ભગવાન કહે છે, તું આવું ડહાપણ ના કરીશ. આ ભાઈએ ખવડાવ્યું તો આજનો દહાડો તો એ જીવશે. કાલે પછી એને જીવવા માટે કોઈ મળી આવશે. સમજ પડીને ! પછી કાલનો વિચાર આપણે નહીં કરવાનો. તમારે બીજી ભાંજગડ નહીં કરવાની કે કાલે એ શું કરશે ? એ તો કાલે એને મળી આવે પાછું, તમારે એમાં ચિંતા નહીં કરવાની કે કાયમ અપાય કે ના અપાય ? તમારે ત્યાં આવ્યો એટલે તમે એને આપો, જે કંઈ અપાય છે. આજ તો જીવતો રહ્યો બસ ! પછી કાલે વળી. એને બીજું કંઈ ઉદય હશે. તમારે ફિકર કરવાની જરૂર નથી.
પ્રશ્નકર્તા : અન્નદાન શ્રેષ્ઠ ગણાય છે ?
આવ્યો હોય ત્યારે લોકોને આપેલું તે જ તમને હેલ્પ કરે, એટલે પહેલેથી જ સમજવું જોઈએ. પૈસાનો સદ્વ્યય તો કરવો જ જોઈએને ?
ચારિત્રનો ડાહ્યો થયો કે આખું જગત જીતી ગયો. પછી છોને બધું જ ખાવું હોય તે ખાય, પીવે ને વધારે હોય તો ખવડાવી દે. બીજું કરવાનું છે શું ? કંઈ જોડે લઈ જવાય છે ? જે નાણું પારકા માટે વાપર્યું એટલું જ નાણું આપણું, એટલી આવતા ભવની સિલક. એટલે કોઈને આવતા ભવની સિલક જો જમે કરવી હોય તો નાણું પારકા માટે વાપરો. પછી પારકો જીવ, એમાં કોઈ પણ જીવ, પછી એ કાગડો હોય ને એ આટલું ચાખી પણ ગયો હશે, તોયે પણ તમારી સિલક ! પણ તમે ને તમારાં છોકરાંએ ખાધું, એ બધી તમારી લિક ન હોય, એ બધું ગટરમાં ગયું. ત્યારે ગટરમાં જવાનું બંધ કરાય નહીં, એ તો ફરજિયાત છે, એટલે કંઈ છૂટકો છે ? પણ જોડે જોડે સમજવું જોઈએ કે પારકાને માટે નહીં વપરાયું એ બધું ગટરમાં જ જાય છે.
મનુષ્યોને ના જમાડો ને છેવટે કાગડાને જમાડો, ચકલીને જમાડો, બધાંને જમાડો તોય એ પારકાને માટે વાપર્યું ગણાય. મનુષ્યોની થાળીની કિંમત તો બહુ વધી ગઈ છેને ? ચકલીઓની થાળીની કિંમત ખાસ નહીંને ? ત્યારે જમા પણ એટલું ઓછું જ થાયને ?
બદલાયેલા વહેણની દિશાઓ ! કેટલાં પ્રકારના દાન છે એવું જાણો છો તમે ? ચાર પ્રકારનાં દાન છે. જો એક આહારદાન, બીજું ઔષધદાન, ત્રીજું જ્ઞાનદાન અને ચોથું અભયદાન.
પહેલું આહારદાત ! પહેલા પ્રકારનું દાન છે તે અન્નદાન. આ દાનને માટે તો એવું કહ્યું છે. કે ભઈ, અહીં કોઈ માણસ આપણે ઘેર આવ્યો હોય તે કહે, ‘કંઈક મને આપો, હું ભૂખ્યો છું.' ત્યારે કહીએ, ‘બેસી જા, અહીં જમવા. હું તને મૂકું.” એ
દાદાશ્રી : અન્નદાન સારું ગણાય છે. પણ અન્નદાન કેટલું આપે ? કંઈ કાયમને માટે આપે નહીં ને લોકો. એક ટંકેય ખવડાવે તો બહુ થઈ ગયું. બીજે ટંકે પાછું મળી રહેશે. પણ આજનો દિવસ, એક ટંકેય જીવતો રહ્યોને !
ઔષધદાત !
અને બીજું ઔષધદાન. એ આહારદાનથી ઉત્તમ ગણાય, ઔષધદાનથી શું થાય ? સાધારણ સ્થિતિનો માણસ હોય તે માંદો પડ્યો હોય ને દવાખાનામાં જાય એટલે ત્યાં આગળ કોઈ કહેશે કે, “અરે ડૉક્ટરે કહ્યું છે પણ દવા લાવવાના પચાસ રૂપિયા મારી પાસે નથી. એટલે દવા શી રીતે લાવું ? ત્યારે આપણે કહીએ કે ‘આ પચાસ રૂપિયા દવાના અને દસ રૂપિયા બીજા. અગર તો ઔષધ આપણે મફત આપીએ ક્યાંથી લાવીને. આપણે પૈસા ખર્ચીને લાવીને એને ફ્રી ઑફ કોસ્ટ (મફત) આપવું. તો એ ઔષધ કરે તો એ બિચારો કંઈ છ વર્ષ, દશ વર્ષ જીવે. અન્નદાન કરતાં ઔષધદાનથી વધારે ફાયદો છે. સમજાયું તમને ? ક્યો ફાયદો વધારે ? અન્નદાન સારું કે ઔષધદાન ?
પ્રશ્નકર્તા : ઔષધદાન. દાદાશ્રી : ઔષધદાનને આહારદાનથી વધારે કિંમતી ગણ્યું છે. કારણ કે