________________
પૈસાનો
સેટીંગ બાકી છે.
વ્યવહાર
પ્રશ્નકર્તા : મૂળ ભ્રાંતિ ગઈ ને પછી જ આ લોભ છૂટવા માંડ્યોને.
દાદાશ્રી : હા, ભ્રાંતિ પહેલા યે લોભ છૂટે. લોભિયો તો જાણે અને તે પહેલાં છોડે ને તો મોટાં મોટાં પુણ્ય બંધાય, જબરજસ્ત ! લોભ છોડે. કો’ક સમજણ પાડે તો છૂટે. તો પુણ્ય બંધાવું. દેરાસર બંધાવું ને પોતાને માટે ના વાપરે એ બધું ઓવરડ્રાફટ !
૧૮૪
સર્વસ્વ સમર્પણ, શાને ?
એટલે શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું કે જ્ઞાની પુરુષ જે મોક્ષ આપે છે. મોક્ષદાતા પુરુષ હોય, મોક્ષનું દાન આપવા આવેલા હોય એવા જ્ઞાની પુરુષ ત્યાં આગળ એમની તન, મન, ધનથી સેવા કરવી. ત્યારે કહે, સાહેબ, તન, મન તો અમે અર્પણ કરીએ છીએ. પણ ધનની એમને જરૂર જ નથી. ત્યારે કહે કે તારી લોભની ગાંઠ કોણ તોડી આપશે ? જ્ઞાની પુરુષ તને એમ કહેશે કે આ બાજુ ફલાણી જગ્યાએ ધર્માદામાં આપી દે ત્યારે એ રકમ. એટલે એમના આધારે તું આપીશ. નહીં તો તું તારી જાતે નહીં આપું. જાતે તું કપાઈ મરું તોય નહીં આપું. એમના આધારે, એમના ઉપર પ્રેમ છે એ પ્રેમના આધારે તું આપીશ તો તારી ગ્રંથિ તૂટી ગઈ અને એક ફેરો આપે એટલે મન છૂટું થઈ જાય. પછી લોભ છૂટી જાય. આપવું જોઈએ એક ફેરો. આ ગ્રંથિઓ જ છે. લોભ છે ત્યાં સુધી એનો નિવેડો નહીં આવે. એટલે આ લોભને તોડવા માટે કરે છે. નહીં કે તારી મૂડી ઓછી કરવા, એટલે કૃપાળુદેવે લખ્યું છે કે જ્ઞાનીપુરુષની તન, મન, ધનથી ભક્તિ કરજે.
પ્રશ્નકર્તા : ત્યાં સુધી ભક્તિ ઊગતી નથી.
દાદાશ્રી : હા, ભક્તિ ઊગતી નથી. પરિણામ પામતી નથી અને એમણે કહેલું તે પાછું અનુભવનું કહેલું. નહીં તો આપણે ક્યાં ભાંજગડ કરીએ, આ ગાંઠો ઓગાળવાની ?
જ્ઞાની પુરુષને પોતાને કશું જોઈતું નથી, કારણ કે એમને કોઈ ચીજની ભીખ ના હોય. સર્વસ્વ પ્રકારની ભીખ જાય, ત્યારે ભગવાનનું પ્રતિનિધિત્વ મળે.
પૈસાનો
કયા કયા પ્રકારની ભીખ ? કીર્તિની ભીખ, માનની ભીખ, લક્ષ્મીની ભીખ, સોનાની ભીખ, સ્ત્રીઓની ભીખ ! સ્ત્રીઓનો અમને વિચાર પણ ના હોય. કોઈ પણ પ્રકારનું, આ દેહનું માલિકીપણું જ નહીંને ? પછી ભગવાનનું પ્રતિનિધિત્વ
મળે.
૧૮૪
વ્યવહાર
‘દાદા' પાસે બન્ને પાંખો !
પ્રશ્નકર્તા : એટલે જ દાદાની જે આધ્યાત્મિકતા છે, એ વૈયક્તિક જેમ છે એમ વૈશ્વિક અને સામાજિક છે.
દાદાશ્રી : એ બહુ ઊંચું સામાજિક છે. આ તો આદર્શ સામાજિક છે. બીજા આદર્શવાળા લોકો આમ કબૂલ કરે કે આવું ઊંચું સામાજિક ઉત્પન્ન થયું નથી. આ જો સમાજ સમજે ને તો બહુ જ ઊંચા સ્તરનો થાય.
જે અધ્યાત્મ વ્યવહારના આદર્શ સિવાયનું છે એ અધ્યાત્મ લૂખું કહેવાય છે અને લૂખું એ પૂરું ફળ આપે નહીં, એટલે હંમેશા એક્ઝેક્ટનેસ જોઈએ.
પ્રશ્નકર્તા : લૂખું તે કેવી રીતે ફળ આપે ?
દાદાશ્રી : હા, બસ, તે એ લૂખું છે. એનાથી સંતોષ પણ ના થાય. સંજ્ઞા સમજવી જ્ઞાતીની !
અને સમાજની વ્યવસ્થા જો આવી રીતે સમજાય તો કામ કાઢી નાખે. કોઈ પૈસાની ભાવના ના કરે તો કેટલું સુંદર હિન્દુસ્તાન થઈ જાય ! પૈસો તો તમને આવવાનો જ છે, પૈસો આવવો એ પરિણામ છે. તમારે કોઝીઝનું સેવન કરવાનું છે. તેને બદલે પૈસાનું સેવન કરો છો ? પૈસા એ શું છે ? પરિણામ. એટલે આ
તો પરીક્ષામાં પાસ થવાની ચિંતા કરો છો ? પરીક્ષામાં પાસ થઉં એને માટે બાધા રાખો છો ? અરે, સારી પરીક્ષા આપવામાં બાધા રાખો કે સારું પેપર કેમ કરીને લખાય. તેને બદલે આ ઊંધું જ કરે છે. પરીક્ષામાં પાસ થવાની બાધા રાખે છે ! તમને સમજાય છે ?