________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
પછી પેલો લોભ છૂટતો જાય. અત્યાર સુધી છેલ્લું સ્ટેશન લોભ હતો, હવે છેલ્લું સ્ટેશન આત્મા આવ્યો એટલે એની મેળે પ્રવૃત્તિ બદલાતી જાય !
સમર્પણનું સાયન્સ !
તમે જે પામવા માગો છો તે મારી પાસેથી ક્યારે પામો ? મારી નજીક ક્યારે આવી શકાય ? તમારી વહાલામાં વહાલી ચીજ મને અર્પણ કરો ત્યારે. સંસારમાં, વ્યવહારમાં જે વહાલી ચીજ છે તે મને અર્પણ કરો તો નજીક આવી શકાય. તમે તો આ મન, વચન, કાયા મને અર્પણ કર્યા. પણ હજુ એક ચીજ બાકી રહી ગઈ, લક્ષ્મી ! એ તમે અર્પણ કરો તો નજીક આવી શકાય. હવે મારે તો જરૂર ના હોય. એટલે અમને કેમની અર્પણ કરો ? ત્યારે કહે કે એવો કંઈ રસ્તો નીકળે તો અર્પણ કરી શકાય ! એટલે આ ગઈ સાલ તમે લક્ષ્મી આપી ત્યારથી તમારું વધારે ચોંટ્યું એવું તમને લાગે છે ?
પ્રશ્નકર્તા : હા, દાદા.
દાદાશ્રી : એ આ જ કળા આની, નહીં તો ચોંટે નહીં. છૂટું ને છૂટું જ રહ્યા કરે. હવે આપણે ત્યાં તો પૈસા લેવા માટેનું કશું હતું જ નહીંને ! આપણે તો લેતા જ ન હતાને ? ત્યાં સુધી મન છેટું ને છેટું જ રહ્યા કરે. પૈસાની બાબત આવી એટલે ત્યાં ચોંટ્યું હોય મન. નહીં તો મન ત્યાંથી ઊખડી જાય, જ્ઞાની પુરુષ ઉપર લોકોની પ્રીતિ હોય, એટલે જ્ઞાની પુરુષ કહેશે કે તું આમ બહાર નાખી દે ! લક્ષ્મી ઉપરનો પ્રેમ ઘટ્યો કે આત્મા થઈ ગયો !
વ્યવહાર
૧૮૩
બીયાં, પણ ખઈ જવાય ?!
પ્રશ્નકર્તા : પણ દાદા, જ્ઞાની પુરુષ જ્યારે એમ કહે કે તું નાખી દે અને તેમ ના થાય તો એ કેવા પ્રકારનો લોભ હશે ?
દાદાશ્રી : ના કરે, પણ તોય થોડું ઘણું કંઈક કરે, એટલે કંઈક થોડી ગાંઠ છૂટીને ઢીલી થઈ જાય. કરે ખરો, કારણ કે હિસાબ કરે કે અમને પોતાને કશું જોઈતું નથી અને મેં પૂર્વે કંઈક કરેલું છે તો આ ભવમાં મળેલું છે તો ફરી ખેતરમાં
પૈસાનો
નાખીશ. ખેતરાં એમ ને એમ પડી રહે એના કરતાં દાણા પૂરતાં નાખી આવવા જોઈએ કે બધા ખઈ જવા જોઈએ ? બધા દાણા ખઈ જવા જોઈએ કે થોડા ખેતરમાં નાખવા જોઈએ ? એ અમારા પટેલો તો બધા ખાઈ જાય ! અને ભોળાં લોકો ! અને તમે લોકો તો પદ્ધતિસર. તમે જાણો કે આપણા પોતાને માટે રાખવાના છે.
૧૮૩
વ્યવહાર
ત્યારે ચોટે ચિત્ત ભગવાતમાં !
કૃપાળુદેવે કહ્યું કે જ્ઞાની પુરુષની તન, મન, ધનથી સેવા કર્યા વગર મોક્ષ નથી. હવે જ્ઞાની પુરુષને ધન શું કરવું છે ?
પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષને ને ધનને કંઈ કનેક્શન જ નથી લાગતું. દાદાશ્રી : ત્યારે તનની સેવા એમને શું કરવી છે ? પ્રશ્નકર્તા : તનથી તો એ નોખા છે. આ તો સામાના ભલા માટે છે.
દાદાશ્રી : તમારા પોતાના માટે કરવાનું છે. ધનને શું કરશો ? લોભની ગાંઠ તમારી તૂટે એટલે જ્ઞાની કહે એ સારી જગ્યાએ પૈસા નાખો, એટલે આવતે ભવ તમને કામ લાગશે. અને અત્યારે લોભની ગાંઠ છૂટે. સારી જગ્યાએ નાખો એટલે આવતા ભવનો એ ઓવરડ્રાફટ નહીં ? હૈં ? કે વાપરી ખાઈએ તે ઓવરડ્રાફટ ? આપણે મોજમઝામાં વાપરી ખાઈએ તે ઓવરડ્રાફટ ગણાય ? ત્યારે એ રેસમાં નાખી આવે તે ઓવરડ્રાફટ નહીં ?
પ્રશ્નકર્તા : એ ઊંધો ઓવરડ્રાફટ થઈ ગયો.
દાદાશ્રી : એ બધું ગટરમાં ગયું. તમે જેટલું વાપરશો એ બધું ગટરમાં. માટે ભગવાને આ પ્રમાણે કહ્યું કે સારી જગ્યાએ નખાવડાવ ! એટલે લોભની ગાંઠ તૂટી જશે. પછી ચિત્ત એમાં ને એમાં રહે. પછી ‘આપણું’ ગાડું ચાલ્યા કરશે. હરકત આવે નહીં અને જેણે કોઈ પણ સારી જગ્યાએ પૈસા નાખ્યા એને દુઃખ આવે જ કેમ કરીને ? દુઃખ એને માટે રાહ ના જોતું હોય. રાહ જુએ કોના માટે ? જે પોતાના હારુ વાપરે છે, તેને માટે દુઃખ રાહ જુએ છે.