________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
વ્યવહાર
૧૮ ૫
૧૮૫
પૈસાનો
વ્યવહાર
પ્રશ્નકર્તા : લક્ષ્મી જે પરિણામમાં આવવાની છે, એના માટે પણ આશા કેમ રખાય છે આપણાથી ?
દાદાશ્રી : આ લોકસંજ્ઞાથી ચાલ્યા એટલે. પેલો કહે છે મારે લક્ષ્મી વધારે મળે એવું જોઈએ. બીજોય લક્ષ્મીને માટે દોડધામ ને ભાવના કર્યા કરતો હોય. કોઈ બાપજી હોય ત્યાં જાય. “બાપજી' મને લક્ષ્મી વધારે મળે એવું કંઈ કરજો.’ કહેશે, “અલ્યા, પરિણામ માટે ? બાપજીનેય શરમ ના આવે ? એટલે આ મૂળ વાત સમજ્યા સિવાય બધું ચાલ્યું છે જગત ? અને એનું દુ:ખ છે. નહીં તો જગતમાં દુઃખ હોતું હશે ? મને મૂળ વાત તરત ખબર પડી જાય એટલે મને દુ:ખ નથી આવ્યું. જ્ઞાન ન હતું તોય. મને ફક્ત દુ:ખ શેનું હતું ? કે અંબાલાલભાઈ નામના દુનિયામાં મોટામાં મોટા માણસ, એવું હું માની બેઠેલો. વાતમાં કશોય માલ નથી. એ માની બેઠેલાનું બહુ દુઃખ આપણે આપણી મેળે માન માન કરીએ એનો શું અર્થ ? મનમાં ને મનમાં રાંડીએ અને મનમાં ને મનમાં પૈણીએ, એ કંઈ પૈણ્યા કહેવાય ? ના, ત્યારે કંઈ રાંડ્યા કહેવાય ? ના.
એટલે આખું જગત આ પૈસાને લીધે ભાંજગડ કરે છેને ? પ્રશ્નકર્તા : અને બીજા કરે છે એટલે આપણે કરીએ છીએ.
દાદાશ્રી : એને ભાન નથી રહેતું કે આ કરવા જેવું કે આ નથી કરવા જેવું !
જીવન ઝગાવો મીણબતી સમ આપણું જીવન કોઈના લાભ માટે જાય, જેમ આ મીણબત્તી બળે છે તે પોતાના પ્રકાશ માટે બળે છે ? સામાના માટે, પરાર્થ માટે કરે છેને ? સામાના ફાયદા માટે કરે છેને ? તેવી રીતે આ માણસો સામાના ફાયદા માટે જીવે તો તારો ફાયદો તો એની મેળે મહીં રહેલો જ છે. આમેય મરવાનું તો છે જ ! એટલે સામાનો ફાયદો કરવા જઈશ તો તારો ફાયદો તો અંદર હોય જ અને સામાને ત્રાસ આપવા જઈશ તો તારે ત્રાસ છે જ અંદર. તારે જે કરવું હોય તે કર. તો શું કરવું જોઈએ ?
પ્રશ્નકર્તા : પરોપકાર અર્થે જ જીવવું જોઈએ.
દાદાશ્રી : હા, પરોપકાર અર્થે જ જીવવું જોઈએ, પણ આ તમે હવે એવી લાઈન તરત જ બદલો તો આમ કરતાં પાછલાં રીએક્શનો તો આવે, એટલે પાછા તમે કંટાળી જાવ કે આતો મારે હજુ સહન કરવું પડે છે, પણ થોડા વખત સહન કરવું પડશે. ત્યાર પછી તમને કોઈ દુ:ખ નહીં હોય. પણ અત્યારે તો નવેસરથી લાઈન બાંધો છો, એટલે પાછલાં રીએક્શન તો આવવાનાં જ. અત્યાર સુધી જે ઊંધું કર્યું હતું, તેના ફળ તો આવે જ ને ?
પરાર્થ એટલે શું ? પારકા માટે, છોકરાં માટે, બીજા માટે જીવવાનું ત્યારે તેમાં તારું શું વળ્યું ? અહીં કરોડ રૂપિયા ભેગા કરે, અણહકનું લે, અણહકનું બધું ભોગવી લે ને પછી છોકરાં હારું બધું મૂકીને ચાલ્યો જાય. એવું છે આ જગત !
પામો જ્ઞાતીતો અંતર હેતુ ! દરેક કામનો હેતુ હોય કે શા હેતુથી આ કામ કરવામાં આવે છે ! એમાં ઉચ્ચ હેતુ જો નક્કી કરવામાં આવે એટલે શું કે આ દવાખાનું કાઢવું છે, એટલે પેશન્ટો કેમ કરીને આરોગ્ય પ્રાપ્ત કરે, કેમ કરીને સુખી થાય, કેમ એ લોકો આનંદમાં આવે, કેમ એમની જીવનશક્તિ વધે, એ તો આપણો ઉચ્ચ હેતુ નક્કી કર્યો હોય અને સેવાભાવથી જ એ કામ કરવામાં આવે ત્યારે એનું બાય પ્રોડક્શન કયું ? લક્ષ્મી ! એટલે લક્ષ્મી એ બાય પ્રોડક્ટ છે, એને પ્રોડક્શન ના માનશો. જગત આખાએ લક્ષ્મીને જ પ્રોડક્શન કહી, એટલે પછી એને બાય પ્રોડક્શનનો લાભ મળતો નથી, એટલે સેવાભાવ એકલો જ તમે નક્કી કરો તો એનાં બાય પ્રોડક્શનમાં લક્ષ્મી તો પછી વધારે આવે. એટલે લક્ષ્મીને જો બાય પ્રોડક્શન જ રાખે તો લક્ષ્મી વધારે આવે, પણ આ તો લક્ષ્મીના હેતુ માટે લક્ષ્મી કરે છે તેથી લક્ષ્મી આવતી નથી. માટે આ તમને હેતુ કહીએ છીએ કે આ હેતુ ગોઠવો. ‘નિરંતર સેવાભાવ.' તો બાય પ્રોડક્ટ એની મેળે જ આવ્યા કરશે. જેમ બાય પ્રોડક્ટમાં કશી મહેનત કરવી નથી પડતી. ખર્ચો નથી કરવો પડતો, એ ફ્રી ઑફ કોસ્ટ હોય છે, એવું આ લક્ષ્મી પણ ફ્રી ઑફ કોસ્ટ મળે એ કેવી સારી ! એટલે સેવાભાવ નક્કી કરો, મનુષ્યમાત્રની સેવા. કારણ કે આપણે દવાખાનું કર્યું, એટલે