________________
પૈસાનો
સેટીંગ બાકી છે.
વ્યવહાર
દાદાશ્રી : એ તો એવું છે, આ બ્રાહ્મણમાં લોભની ગાંઠ ના હોય આવી. એ લોભિયા ખરા, પણ તે નહીં હોય તે બદલના. સમજ પડીને ! ગાંઠ ભેગી કરીને ખાય-પીવે નહીં. ને ગાંઠ કર કર કર્યા કરે. એ લોભને ભગવાને લોભ નથી કહ્યો. પૈસો હોય જબરજસ્ત તોય છે તે વાપરે નહીં એ લોભ. મારવાડીમાં કપડાં જોઈએ તો સારાં ના હોય અને આપણાં લોક તો (પટેલો) ત્રણસોની સાડી હોય તોય પેલી કહેશે કે ‘તેરસોની લાવું ?” ત્યારે ધણી કહે, ‘હા, લાવને તું સારી દેખાય તો મારે સારું !' અને પેલી જેવી દેખાય તેવી પણ પૈસા ના જવા જોઈએ ! પણ મારવાડીમાં એક ગુણ હોય કે દસ લાખ કમાયો હોય તો દોઢ લાખ ભગવાનને ત્યાં નાખી આવે. આ દરેક મારવાડીનો ગુણ. બીજે બધે વાપરે નહીં. પણ ભગવાનને ત્યાં નાખી આવે. આ તેથી આવ્યા કરેને ! પણ એ વહુએ કેવી સાડી પહેરી છે એ ક્યારેય ના જુએ ! એ તો રાત-દહાડો પૈસામાં ને પૈસામાં રહે ! સાત લાખ પેલા છે, પેલા સિક્યોરિટીમાં ત્રણ લાખ છે, દસ અને ત્યાં એકાદ આવે તો ખરું. અને પછી તો હેંડ્યા ! તે ઘડીએ ચાર નાળિયેર છોકરો લઈ આવે ! પાણી વગરનાં બાંધજો કહેશે. આ બેભાનપણે ભોગવાઈ જાય છે !
૧૮૦
અને વધારે મૂકીને જાય તો શું થાય ? છોકરાં દારૂ પીતાં શીખે એને તો કામમાં ને કામમાં જ રહે એવી રીતે રાખવાનો. રોકડું હાથમાં ના આવે, ધંધો આવે, બીજું આવે, રોકડું ના આવે. એ તો થોડું દેવું આપવું. લાખ રૂપિયાની એસેટ આપવી અને પચાસ હજારનું દેવુંયે આપવું ! સમજ પડીને ? એટલે ઘડતર થાય છોકરાનું.
ત્યારે મત પાછું પડે !
લોભની ગાંઠ તૂટવી બહુ મુશ્કેલ છે.
પ્રશ્નકર્તા : હોવા છતાં ના અપાય.
દાદાશ્રી : ના અપાય, ના અપાય. એ ક્યારે લોભની ગાંઠ તૂટે એકદમ સરકારે વેરો નાંખ્યો હોય, અગર ચોર લઈ ગયા હોય, દસ-વીસ હજાર રૂપિયા, ત્યારે લોભ છૂટે કે બળ્યું, આના કરતાં સારી જગ્યાએ વાપર્યા હોત તો સારું.
૧૮૦
પૈસાનો
પ્રશ્નકર્તા : પણ મૂળથી ગાંઠ છૂટે નહીંને દાદા !
દાદાશ્રી : ના તૂટે, ના તૂટે.
વ્યવહાર
છતાં એક મોટા માણસે મને કહ્યું,તું કે ‘મારે લોભની ગાંઠ બહુ છે, તે તોડી આપો !’ મેં કહ્યું, ‘ભાઈ, આ એવું નથી કે આ સૂરણની ગાંઠની જેમ કપાય.' ‘તોય પણ તમે કંઈક કૃપા કરોને !’ મેં કહ્યું, ‘આમાં બે વસ્તુ છે. કાં તો અમારા કહ્યા પ્રમાણે નાખી દો, કાં તો તમને ખોટ આવે. વીસ લાખનું સાધન હોય તો આઠ-દસ લાખની ખોટ આવે તો ચડી ચૂપ ! સડસડાટ ! હવે કશું પૈસાય નથી જોઈતા. બળ્યું, હવે મેલો પૂળો ! ધંધા હવે નથી કરવા. હવે ખાવા એકલું મળી રહે સારી રીતે, આબરૂભેર, તો બહુ થઈ ગયું. આપણે તો હવે ખાઈ-પીને મોજ કરો અને આપણે આ ધરમ કર્યા કરો. પણ જ્યાં સુધી ખોટ નથી ગઈ, ત્યાં સુધી શું થાય ?
ખોટ, છતાં તારે !
જે લોભિયો ડૂબવાનો હોયને, તે ખોટ ના આવવા દે અને તરવાનો હોય તે ? ખોટ આવવા દે એટલે તરે પાછા. ખોટ આવે તો ફરી જાય એટલે આપણે આશીર્વાદ શું આપીએ ? કે કોઈને ખોટ ના જશો, પણ ના. લોભિયાને તો ખોટ જજો જ !
એક ભાઈની લોબની ગાંઠ જતી ન હતી. તે મને કહે છે, દાદા, આ લોભની ગાંઠ કાઢી આલોને ! તે ના ગઈ તો ના જ ગઈ. મેં કહ્યું કે ખોટ આવશે તો જતી રહેશે. ધંધાદારી માણસ તો છો જ. તેમનું કોટનનું કામકાજ ચાલે. તે પેઢી અમદાવાદમાં, એક ફેરો એક પાર્ટી જ આખી પંદર લાખ રૂપિયા દાબી ગઈ, તેની સાથે આય પાર્ટી બેસી ગઈ, હડહડાટ ! મેં કહ્યું લોકોને આપી દેજો. થોડું થોડું કરીને આપી દેજો. તે એમણે બધું ચૂકવી દીધું. ને લોભની ગાંઠ એમની જતી રહી. મોટી ખોટ આવશેને તે આવવી જ જોઈએ ત્યારે એ જાય. પંદર લાખ બેસી ગયા !
નવ્વાણુના ધક્કાથી લોભની ગાંઠ શરૂ થઈ જાય પણ નવ્વાણુનો ધક્કો વાગે