________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
વ્યવહાર
૧૭૯
પૈસાનો
વ્યવહાર
વાસ્વાહ માટે ધૂળધાણી !
પ્રશ્નકર્તા : સંજોગો એવા હોય કે આપવાનો ભાવ હોય છતાંય અપાય નહીં.
દાદાશ્રી : એ જુદું છે. એ તો આપણને ખબર પડે કે આ સંજોગો એવા છે, પણ એવું હોતું નથી. આપવાનો નિશ્ચય કરીએ તો અપાય એવું છે.
પ્રશ્નકર્તા : હા, પણ હોવા છતાં ના આપે.
દાદાશ્રી : હોય તોય પણ ના અપાય, અપાય જ નહીંને, એ તો બંધ તૂટે નહીં. એ બંધ તૂટે તો તો મોક્ષ થાયને ! એ સહેલી વસ્તુ નથી.
પ્રશ્નકર્તા : એમ તો બધાની લિમિટમાં અમુક શક્તિ આપવાની તો હોય જ ને ?
દાદાશ્રી : ના, એ લોભને લીધે ના હોય. લોભિયાની પાસે લાખ રૂપિયા હોય તોય ચાર આના આપવા મુશ્કેલ પડી જાય. તાવ ચઢી જાય. અરે પુસ્તકમાં વાંચે કે જ્ઞાની પુરુષની તન, મન, ધનથી સેવા કરવી. એ વાંચે તે ઘડીએ એમ તાવ ચઢી જાય કે આવું શું કરવા લખ્યું છે !
તા હોય ત્યાં સુધી જ ! મૂળ પાછી વણિક ગ્રંથિને. પૈસા પર મદાર એટલે એ લોભ તૂટે કેવી રીતે ? પ્રશ્નકર્તા : આ લોભની ગાંઠ બધામાં હોય જ.
દાદાશ્રી : હોય જ. તમારા ક્ષત્રિયોમાં ના હોય. તમારામાં ગરીબ હોય ને ત્યાં સુધી હોય. પછી શ્રીમંતાઈ આવે ત્યારથી તુટેલી જ હોય. કારણ કે ક્ષત્રિયપણું હોય. પટેલોને જ્યાં સુધી ગરીબાઈ હોય ત્યાં સુધી લોભની ગાંઠ હોય. પછી છૂટ્યું એટલે પછી રાજે શ્રી હોય. મન સ્વભાવથી જ રાજેશ્રી હોય. અને લોભની ગાંઠ તૂટી જાય પછી. ના હોય ત્યાં સુધી લોભ કર્યા કરે. પછી આવ્યું કે ઉડાડે. પણ તોય ધર્માદા આપતાં વાંધો. વાહવાહ કરે ત્યાં ખર્ચો કરે !
હું પોતે જ વાહવાહ થાય ત્યાં કરતો હતો.
મારાથી ધર્મમાં પૈસો વપરાતો ન હતો. ને વાહવાહ કરે ત્યાં પાંચ લાખ આપી દઉં, માનની ગાંઠ કહેવાય. વાહવાહ, વાહવાહ ! અલ્યા એક દહાડો રહ્યું કે ના રહ્યું. કશુંય નહીં. પણ ના, એમાં ગમે. ટેસ્ટ પડે. મેંય શોધખોળ કરેલી કે મન મોટું છે ને આવું કેમ થઈ જાય છે ચીકણું ? પણ વાહવાહમાં મન મોટું હતું. શોધખોળ કરવી જોઈએને કે આપણું મન કેવું છે તે ?
આ મનની ગાંઠ કેવી ? ના હોય ત્યાં સુધી ભાંજગડે નહીં અને વીસ લાખ આવેને તો ઓગણીસ લાખ લખે એવો. વીસેવીસ નહીં, પણ ઓગણીસ શા હારુ? પેલા ભાઈ કહેશે, જરા તો વિચાર કરો, તો કહે, ‘લે, આ લાખ રહેવા દીધા !”
પ્રશ્નકર્તા : દાદા, એ માનની ગાંઠ કહેવાય ?
દાદાશ્રી : હા, માનની ગાંઠ ! એ માનની ગાંઠ વાહવાહ થાય ત્યાં આપે. ધર્મમાં ના આપે.
પ્રશ્નકર્તા : એવી ગાંઠ તો વાણિયામાં ય હોય છે. વાહવાહ થાય, તકતીમાં આવે ત્યાં આપે.
દાદાશ્રી : હોય, હોય તો ખરી પણ એ વાહવાહની આમના(ક્ષત્રિયો) જેવી ના હોય. એ પૈસા ધૂળધાણી ના કરી નાખે. વાહવાહની તો હોય જ. પણ પેલી મોટી ગાંઠ નહીં. આમના જેવી નહીં.
વણિકમાં લોભની ગાંઠ મોટી અને ક્ષત્રિયોને વાહવાહની ગાંઠ મોટી. બન્ને ગાંઠ નુકસાનકારક છે.
હોય છતાં ત વાપરે ! પ્રશ્નકર્તા : લોબની એવી કઈ ગાંઠો પડી હોય કે વાણિયા લોકોને વધારે ને પટેલ લોકોને આ રીતની હોય ?