________________
સેટીંગ બાકી છે. વ્યવહાર
પૈસાનો
૧૭૮
૧૭૮
પૈસાનો
વ્યવહાર
આપણે છોડાવવા પ્રયત્ન કરીએ. એ પોતેય કહે કે મને આ દ્રષ્ટિ નથી ગમતી છતાં પેલી ગાંઠ છે તે પકડી રાખે. એ ચાર પ્રકારની ગાંઠો છે : ક્રોધ, માન, માયા, લોભ.
હવે મનની ગાંઠ હોય તે તો સવારથી જ નક્કી કરે કે શું કરું તો આજે મને માન મળશે, માન ક્યાં મળશે. એની આખો દહાડો ગણતરી હોય જ. અને માન મળવાનું હોય ને તે દહાડે આજુબાજુવાળાને લઈ જવા ફરે ! આવજો મારી વાડીમાં ! ચા હઉ પાય ઘરની. એનું માન દેખાડવા માટે કરે કે ના કરે ? એ માનની ગાંઠવાળાને અમે ઓળખી જઈએ કે આ માનની ગાંઠ છે.
બીજી લોભની ગાંઠ. મોટામાં મોટી ગાંઠ લોભની. જો લોભ ના છૂટે તો દ્રષ્ટિ ના બદલાય. એટલે અમે શું કરીએ ? મોટા માણસોની લોભની ગાંઠ આમ તોડીએ, હથોડા મારીને. જો તૂટી તો ઠીક નહીં તો આપણે ક્યાં એની પાછળ પડીએ ! તૂટી ગઈ તો કામ થઈ જાય. નહીં તો એમાં ને માં જીવ હોય આખો દહાડો ! એમાં ને એમાં જ જીવ. ગાંઠ તૂટી ગઈ તો રાગે પડી જાય. એટલે આ ચાર ગ્રંથિઓ તૂટતી નથી માણસની. ગ્રંથિભેદ થાય નહીં ત્યાં સુધી નિગ્રંથ થાય નહીં એટલે અમે જે સીધા માણસની સાથે વાત જ ના કરીએ. પણ જાણ્યું કે આ ગાંઠવાળો છે તે મારીએ હથોડી ઉપરથી જરા. તેમ છતાં ના છૂટે તો હસીને વાત કરીએ જરા. પછી શું કરીએ તે ? આપણે તો આપણી ફરજ બજાવવી. આપણે કોઈ ઝગડો કરવા નથી આવ્યા.
પ્રશ્નકર્તા : માન અને લોભની, બેની વાત કરી તમે. ક્રોધ અને માયા રહ્યું.
દાદાશ્રી : હવે જે કપટ છે તે લોભની ગ્રંથિ મજબૂત કરવા હારુ છે એ રખા રાખેલા છે. લોભની ગ્રંથિને કોઈ તોડી ના જાય એટલા હારુ રાખેલા છે. તે આપણને શું કરે ? અમારી ઇચ્છા તો છે, થોડા વખત પછી કરીશું, એમ કરીને આપણને અણી ચુકાવડાવે અને અણી ચૂક્યા એટલે સો વર્ષ જીવે પછી. એટલે અમે જાણીએ કે આ કરવા માંડ્યું કપટ. એટલે અમે ખસી જઈએ. અમારે કપટ ના કરવું હોય. તું કર, ફાવે તો... આપવું હોય તો આપ ને ના હોય તો અમારે કંઈ નહીં ! પણ એ અણી ચુકાવડાવે આપણને અને એ ચુકાવડાવે ત્યાંથી અમે
સમજી જઈએ કે આ અણી ચુકાવડાવવા માંડી. અને મારે ક્યાં ઘરનાં માટે લેવાનું. તે તારા હિતને માટે. મારે તો લેવુંય નથી ને દેવુંય નથી. અને એવું નથી કે તારા વગર અટકી પડ્યું છે. એ તો આપનારા બીજા મળશે. ફક્ત તારા હિતને માટે જ આ હથોડી મારું છું. કો'કને જ મારું. સોમાં એકાદ માણસને મારું. કારણ કે હું જાણું કે આ અહીં લોભની ગાંઠ છે. તે હથોડી મારી આપું ! એટલે થઈ ગયું ! વાત સમજાઈ ?
એ દેખાવો મુશ્કેલ ! આ તમારે માન અને લોભ બેઉ ખરું. માન ખરું. એટલે અમે કશું ના કરીએ. હું જાણું કે લોભને આ માન જ મારશે. ક્ષત્રિયપણું ને એટલે માની બહુ જબરજસ્ત ! એટલે એ લોભની ગાંઠ છેદી જ નાખે. બાપા મરી ગયા એટલે એય પાંચ-દસ હજારનું વાપરી નાખે. અને લોકોય જમણનું શીખવાડે..
પ્રશ્નકર્તા : પણ કેવી ગોઠવણી કરી છે. આ બધી ?
દાદાશ્રી : ગોઠવણીમાં અમે તારણ કાઢી લઈએ. અમુક અમુક મહાત્માને માટે હું કશું કહું નહીં. લોભની ગાંઠ એક એના પર ધ્યાન રાખ્યા કરું કે લોભની ગાંઠ કામ કરે છે. એનું કલ્યામ ના થાય ને નુકસાન થાય.
પ્રશ્નકર્તા : આ લોભની ગાંઠ મને છે એમ ધ્યાનમાં આવવું એ પણ બહુ ડિફિકલ્ટ છે.
દાદાશ્રી : ધ્યાનમાં આવે નહીં તો એ તૂટે શી રીતે ? માનની ગાંઠ તૂટે. કોઈ અપમાન કરનારો મળી આવે અને બીજું કોઈ મોઢે એમ કહેય ખરા કે આટલો બધો શેના હારુ અહંકાર કરો છો ? પણ લોભમાં એના ધણીને જ ખબર ના પડે. ભાન જ ના રહે.
ત્યાં ચઢે તાવ ! મનમાં પૈસા આપવાનો ભાવ થાય કે આપીએ, પણ અપાય નહીં એ લોભની ગાંઠ.