________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
વ્યવહાર
૧૮૧
૧૮ ૧
પૈસાનો
વ્યવહાર
તોય જે દિલનો રાજા છે, એને ગાંઠ બંધાય નહીં, દિલનો રાજા હોય તે આવતાં પહેલાં વાપરી ખાવાની ટેવ પડેલી હોય, ના હોય તો સારું. આ ખાલી હાથે પણ દિલના રાજા સારા. લોભની ગાંઠ તો ના બંધાય વળી ! બહુ ખોટી લોભની ગાંઠ !
જાત્રાથી લોભ કપાય !
જ્ઞાતીતે પણ તા ગાંઠે ! પ્રશ્નકર્તા : એક ભાઈ મારી પાસે આવ્યા'તા. મને કહે છે. “મારી પાસે પાંચ લાખ રૂપિયા છે અને અમે બે જ જણાં છીએ. છોકરો તો બધું બહુ કમાય છે. પણ મારી લોભની ગાંઠ જતી નથી.’ આજે દાદા પાસે આવવાના હતા પણ આવ્યા નથી.
દાદાશ્રી : એ તો એક માણસ મને કહેતો'તો કે મારી પાસે સિત્તેર લાખ રૂપિયા છે અને મારે પચ્ચીસ લાખ રૂપિયા કંઈક સારી જગ્યાએ વપરાય એવું કંઈક થાય તો કરવું છે પણ મારી લોભની ગાંઠને લઈને ચાર આનાય અપાતા નથી, મારાથી. તે મેં એમને કહ્યું, તમે અહીંયા આવતા રહેજો. તે એકાદ-બે ફેરો આવ્યા, ને પછી આવ્યા જ નહીં. અહીં ગમે તે ખરું, બધુંય ગમે. લોભની ગાંઠ ને એમને ના આવવા દે. એ ગાંઠ પછી પોતે વાળેલી. દવા ચોપડતા જાય ને પડીકું વાળતા જાય.
પ્રશ્નકર્તા : એણે ભારે કરેલી.
લોભિયાની ગતને લોકો સમજી શકતા નથી. કૃપાળુ દેવ સારુ સમજી શક્યા. તે એટલે સુધી કે જાત્રાએ જવાથી લોભની ગાંઠ કપાય. તમે વાંચેલું ?
પ્રશ્નકર્તા : હા, તીર્થયાત્રામાં પૈસા ખર્ચા એટલે.
દાદાશ્રી : એટલે પૈસા ઓછા થાય એટલે એ ગાંઠ કપાય. જે તે રસ્તે પૈસા આમનાથી નખાવડાવો.
પ્રશ્નı : આ કેવું ઓપરેશન કહેવાય ?
દાદાશ્રી : જે તે રસ્તે ઓપરેશન કરીને આ ગાંઠ કાઢી નખાવડાવજો. માની હોય તેને કશી જરૂર નથી. માનીને કશું વઢવાની જરૂર નથી. માની ના હોય તે નફફટ થઈ ગયેલો હોય, તો લોભ ચઢી બેઠેલો હોય !
વગોવો તિજ લોભતે ! પ્રશ્નકર્તા : તમે જે કહો છો કે મૂઠી ના છૂટે એ તો અનેક જન્મોના સંસ્કાર પડેલા, કોઠીમાં ભરેલો માલ એ જ આવેને ?
દાદાશ્રી : ભરેલા માલને આપણે પછી શું કરવાનું ? ભરેલો માલ ! ભરેલો જ નીકળે. પણ આપણે પોતાની જાતને કહેવાનું કે અરેરે, આવું તમે કર્યું, આવું તમે કર્યું, આમાં શું સારું કહેવાય ? આપણે ઊલટાં વઢવાનું, ત્યારે લોભથી છૂટાય. આપણે છૂટીએ. લોભને વગોવીએ ત્યારે લોભથી છટાય. પેલો તે લોભને વખાણે છે. બીજો લોભિયો મળે તો એને ગમે. અરે, લોભ તો કેટલે સુધીનો ? ચામાં જરાક અમથી ખાંડ નાખે તો ચાલે. પછી એને મન બદલાઈ જાય પછી. બધામાં લોભ ખાવા-પીવા, કપડાં-લત્તાં બધામાં લોભ !
દાદાશ્રી : એટલે મજબૂત કરેલી, ઊખડે નહીં, તે લોભની ગાંઠ ના છૂટે. નાનો અમથો લોભ, પણ એને કાઢવા માટે... હવે હું શી રીતે લોભ છોડી આપું ? અમારા કહ્યા પ્રમાણે તો ચાલવું નથી. લોભ છોડવા માટે જ્ઞાની પુરુષ કહે એ રીતે તું પૈસા નાખ.
પસ્તાવો કરે ઢીલું !
લોભ તૂટવાના બે રસ્તા ખરા. એક જ્ઞાની પુરુષ તોડાવી આપે, પોતાના વચનબળથી. એક જબરજસ્ત ખોટ આવે તો છૂટી જાય કે મારે કંઈ કરવું નથી, હવે આટલા જે હોય તે નભાવી લેવું છે. મારે કેટલાય લોકોને કહેવું પડે છે કે ખોટ આવે ત્યારે લોભ છૂટે. નહીં તો લોભ છૂટે નહીં. અમારા કહેવાથીય ના છૂટે. એવી ઘોડાગાંઠ પડી ગયેલી હોય.
પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષ તોડી આપે પણ પોતાના ભાવ થવા જોઈએ, લોભ