________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
વ્યવહાર
૧૭૫
૧૭૫
પૈસાનો
વ્યવહાર
આમ બે-ચાર વખત વેરી નાખેને તો આપણું મન શું કરે કે આપણા કાબૂમાં છે નહીં, આપણું માનતા નથી. આ તો એમ કરીને આપણું મન-બન બધાં ફરી જાય ! આપણે ઊંધું કરવું પડે. એ તો ધૂણવું પડે. ધૂણ્યા વગર ના ચાલે. તે ઘરનાં માણસ કાબૂમાં ના આવતાં હોય તો ધૂણવું પડે. એવી રીતે મનને કાબુમાં લેવા માટે ધૂણવું પડે.
લક્ષ નિરંતર લક્ષ્મીમાં ! લોભની ગ્રંથિ એટલે શું ? ક્યાં કેટલા છે, ત્યાં કેટલા છે, એ જ લક્ષમાં રહ્યા કરે, બેન્કમાં આટલા છે, પેલાને ત્યાં આટલા છે, અમુક જગ્યાએ આટલા છે, એ જ લક્ષમાં રહ્યા કરે. ‘હું આત્મા છું' એ એને લક્ષમાં રહે નહીં. પેલું લક્ષ તૂટી જવું જોઈએ, લોભનું. ‘હું આત્મા છું' એ જ લક્ષ રહેવું જોઈએ.
આપે ત્યારે તૂટે ! પ્રશ્નકર્તા : પહેલાં પરિસ્થિતિ બહુ ખરાબ હતી એટલે લોભ બહુ રહેતો હતો.
દાદાશ્રી : હા, તેથી જ લોભ રહે. ત્યાં સુધી મનમાંથી છૂટે નહીં. એક ફેરો આપવા માંડેને ત્યારથી મન મોટું થતું જાય.
પ્રશ્નકર્તા : ખબર જ ના પડે કે આ લોભ છે કે ઈકોનોમી છે.
દાદાશ્રી : એ લોભ જ. પણ આ સારી જગ્યાએ વપરાયો અને એમના હાથમાંથી છૂટવા માંડ્યો. એટલે એ લોભ તૂટી ગયો, નહીં તો એ લોભ જ ત્યાં ને ત્યાં ચીતર્યા કરે. ત્યાં ને ત્યાં ચીતરે. આત્મામાં ના રહે. મૂડી ઓછી થઈ જશે ! “અરે, પણ જોડે લઈ જવાની છે ?” ત્યારે કહે, ‘જોડે તો નહીં લઈ જવાની, પણ ત્યાં સુધી જોઈશે ને ત્યાં સુધી, જીવીએ ત્યાં સુધી જોઈશેને ?” અલ્યા મૂઆ, પછી રહી જશે તેનું શું કરીશ ? પણ પેલો ભડકાટ, એક જાતનો ભડકાટ રહે.
લોભ અને કરકસર !
પ્રશ્નકર્તા : દાદા પાસે આવતાં સુધી મને એમ લાગતું હતું કે હું કરકસર કરું છું, એ સારી વસ્તુ છે. હવે સમજાયું કે એ લોભ છે.
દાદાશ્રી : નહીં, કરકસર કરવાની જરૂર હતી. ખોટે રસ્તે, પેલા સંસારમાં જતા રહે એનો અર્થ નથી. પૈસાની કરકસર ફક્ત અહીં એક આત્માની બાબતમાં નહીં કરવાની. બીજે બધેય કરકસર કરવાની. કંઈ નાખી દેવાય ?
આપણને જરૂરિયાત હોય ને સ્ટેશન પર દૂધ મંગાવ્યું અને ચા બનાવાય એટલી બનાવીને દૂધ છેવટે વધી ગયું તો કંઈ નાખી દેવાય ? એ કંઈ કૂતરું-બૂતરું હોય કે ગમે તે જતો આવતો હોય તેને કહીએ કે ભઈ, આ દૂધ પી જા, કો'કને પીવડાવી દઈએ. પણ નાખી ના દેવાય.
પ્રશ્નકર્તા : કરકસર અને લોભની ડીમાર્કશન કેવી રીતે કરવા ?
દાદાશ્રી : લોભ એટલે તો શું ? આપણું ચિત્ત જ ત્યાં ને ત્યાં રહ્યા કરે. આપણી મૂડીમાં જ ચિત્ત રહે. ઓછા ના થાય. ઓછા ના થઈ જાય એવું રહ્યા કરે. એનું નામ લોભ અને કરકસર એટલે શું ? જતાં ન રહે વધારે. માર્કેટમાં જાય તો પાંચ મિનિટ વધારે થાય તો ભલે, પણ બહુ પૈસા ના જતા રહે એવી રીતે, પણ સારું શાક લે, એનું નામ કરકસર કહેવાય. સારું શાક લેવું ને વધારે ખર્ચ ના થાય એનું નામ કરકસર. સડેલું શાક લેવું એનું નામ કરકસર ના કહેવાય. એ લોભ કહેવાય.
પ્રશ્નકર્તા : દાદા, ઘરખર્ચમાં મને એમ થાય કે થોડા પૈસા બચાવીને મૂકી દઉં. એ લોભ કહેવાય ?
દાદાશ્રી : ના, એ લોભ નહીં. જરૂરે કરીને વાપરવા માટે રાખી મેલ્યા છે, તે લોભ ના કહેવાય. એ સારા રસ્તે વપરાય નહીં, તો એ લોભ કહેવાય અને સારે રસ્તે વાપરવા માટે, પારકા માટે વાપરવામાં લોભ તૂટે.
પૈસા ભેગા કર્યા છે હવે, પણ તે શામાં ગયા ? સારા કામમાં ગયા તો લોભ તુટી ગયો. મોજશોખ ના કરો ને પૈસા ભેગા કરો એ લોભ કહેવાય. મોજીલા નહીં થવાનું. શોખીન નહીં થવાનું, પણ મોજશોખ સાધારણ વ્યવહારથી તો આમ