________________
પૈસાનો
સેટીંગ બાકી છે.
વ્યવહાર
૧૭૪
શેઠ શોધે સડેલા શાક !
આપણને ખબર પડે કે આ માણસમાં લોભ નથી. અને લોભિયા માણસનો લોભ તરત ખબર પડી જાય કે આ લોભ કર્યો. અહીં શાક માર્કેટમાં ઊભા રહે ને તો દેખાડું કે કેટલા માણસો શાક સારું મળે તે બાજુ જાય ને પેલી ઢગલીઓ મળે તે મોટા મોટા શેઠિયાઓ હઉ એ બાજુ જાય. પહેલાં તો ઢગલીઓવાળા કહેતા'તા કે આ શેઠિયાઓ આવે છે તે ઢગલીઓ માટે, તે મોટા મોટા શેઠિયાઓ હઉ એ બાજુ જાય ને ઢગલીઓ ખરીદી લે. આ ટામેટાંનો શો ભાવ છે ? ત્યારે કહે ‘ચાર આના, છ આના ?” પછી લઈ આવે. હવે એટલું જ પેણે આગળથી લેવા જાય તો સવા રૂપિયો હોય. હવે આ ઢગલીઓનું શું હોય ? શાક સારું ના હોય. એક બાજુ કાપી નાખે અને પછી શાક કરીએ છીએ એમ કહેશે. આ જંતુઓને તો અમેરિકાવાળા અડતા જ નથી આવું. ઉપર કશું ના થયું હોય તોય અડે નહીં. કાગળિયું વીંટ્યું હોય તેથી ઉપડે. ઉપર પેપર વીંટ્યું નથી માટે કાઢી નાખો. અને આપણે ત્યાં ઉપર ડાઘ પડેલો હોય. મહીં જંતુ ખાતા હોય, તેનેય
કાઢી નાખીને ખાય !
અરે, રીંગણામાંથી જીવડું કાઢીને પછી રીંગણું રહેવા દે છેને ! જીવડું મહીંથી કાઢી નાખે ને પછી રીંગણું રહેવા દે. લોભની ગાંઠ શું ના કરે ? એ... અત્ર, તત્ર, સર્વત્ર !
લોભિયો સવારે ઊઠ્યો ત્યાંથી લોભ કર્યા કરે. આખો દહાડો એમાં ને એમાં જાય. ભીંડા મોંઘા ભાવના છે કહેશે. વાળ કપાવવામાં પણ લોભ ! આજે બાવીસ દા'ડા થાય છે, પૂરો મહિનો જવા દો. કશો વાંધો નહીં આવે, સમજ પડીને ! આ સ્વભાવ એટલે આ ગાંઠ એને દેખાડ દેખાડ કરે ને કષાય થયા કરે અને આ કપટ અને લોભ બેનું બહુ વસમું છે.
પૈણતાં ય ચિત્ત લોભમાં !
એટલે લોભ છોડવા માટે ભગવાને બહુ રસ્તા કર્યા. માણસને લોભ છૂટે નહીં ત્યાં સુધી ગમે ત્યાં બેઠો હોય, પૈણવા બેઠો હોય તોય એનું ચિત્ત લોભમાં
પૈસાનો
વ્યવહાર
હોય. ‘અલ્યા થોડો વખત આ લેડીમાં રાખ.’ ત્યારે કહે, ‘આ લેડીને પૈણીશું જ ને ? એક તો પૈણવાની જ છે ને !' પણ પેલું ચિત્તમાં ! લોભ એવી વસ્તુ છે કે ચિત્ત એમાં ને એમાં જ રહે. એટલે ભગવાને કહ્યું કે લોભ છોડાવવા માટે એનો રસ્તો કરજો. નહીં તો લોભ નહીં છૂટે અને તમારે લોભની ગાંઠ તૂટે નહીં ત્યાં સુધી મોક્ષે જવાય નહીં.
૧૭૪
આખો દિવસ ગાળે રક્ષણમાં !
એક માણસ તો એટલો બધો લોભિયો કે એણે આપણે ત્યાં આવવાનું જ છોડી દીધું અને બીજાઓએ જ્યારે મંદિર માટે પૈસા આપવા માંડ્યા ત્યારે એ કહે, ‘દાદા તો પૈસા લેતા નથી ને તમે શું કરવા એમને ઊંધે રસ્તે ચઢાવો છો ?” હું સમજી ગયો કે આ માણસ બહુ લોભી છે. ચાર આના ય ના છૂટે અને એને ઘેર તમારે ત્યાં ચા પીવાની ઇચ્છા ના કરવી. પાય તો સારું કહીએ. એ માણસનો દોષ નથી. એના પર દ્વેષ કરવા જેવો નથી. એક ગાંઠ એને બિચારાને પજવે છે. એ માણસનો દોષ નથી. લોભિયો એટલે ચોગરદમ એનું રક્ષણ કર્યા જ કરે. આખો દહાડો વિચારોથી રક્ષણ કર્યા જ કરે. એનું નામ લોભિયો. શેનું રક્ષણ કર્યા કરતો હોય ? એના આત્માનું નહીં, લોભનું જ રક્ષણ કર્યા કરતો હોય, જન્મથી જ. જન્મ્યો ત્યાંથી તે મરતાં સુધી. છેલ્લા સ્ટેશન સુધી. મરતી વખતેય લોભ કરે. લોભની વાત કરે.
ત્યાંય ધૂણવું પડે !
પાંચ-પચાસ રૂપિયા હાથમાં હોય તોય વાપરે નહીં, તોય રિક્ષાના ખર્ચે નહીં. શરીરે ચલાય નહીં તોય ! ત્યારે મેં એમને કહ્યું કે આવું ના કરો. થોડા રૂપિયા, દસ દસ રૂપિયા રિક્ષાઓમાં વાપરવા માંડો. ત્યારે એ કહે કે એ તો ખર્ચાતું જ નથી. આપવાનું થયું એટલે ખાવાનું ના ભાવે. હવે ત્યાં હિસાબથી તો મનેય ખબર પડે છે કે, ખોટું છે. પણ શું થાય પણ ? પ્રકૃતિ ના પાડે છે તે એકવાર એમને મેં કહ્યું કે પૈસાનું પરચૂરણ લોને, રસ્તામાં વેરતા વેરતા આવો ! તે એક
?
દહાડો થોડા વેર્યા ને પછી ના વેર્યા.