________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
વ્યવહાર
૧૭૩
૧૭૩
પૈસાનો
વ્યવહાર
આ તાંદળજાની ભાજી શું ભાવથી આપે છે ? અને આ છે તે મેથીની ભાજી ?” તે મેથીની ભાજીનો ઢગલો હતો એની નીચે આ થેલી ઘાલી દીધી ! અને થોડીક તાંદળજાની ભાજી વેચાતી લઈને ગયા.
પછી મિંયાભાઈ તે સાંજે ધંધો પૂરો થઈ ગયા પછી મેથી ઉથામવા માંડ્યા. ઘેર લઈ જવા માંડ્યા, થોડી થોડી વધી હતીને ! ત્યાંથી ચમક્યાં. અલ્લાને કુછ દિયા ! આમ રૂપિયા જેવું લાગ્યું !! અને અંદર ગોળ ગોળ લાગ્યું ! આમ માપી જોયું, આમ આમ દાબી જોયું, એ જ પૈસા એને લાગ્યું, કોઈ તો કંઈ આપી જાય ? અલ્લા સિવાય બીજો કોઈ નવરો ના હોય અત્યારે ! અને આપી જાય તો આવું ? મોઢે કહીને આપી જાય કે, ‘જા સલિયા આપું છું તને, વ્યાજ આપજે આટલું.” હવે આ શેઠને કેમ પહોંચી વળાય ? શી રીતે પહોંચી વળાય ? એમ ને એમ કોયડો કાઢી નાખ્યો !
તે પછી સલિયો મહીં ઘરમાં લઈ ગયો. બીબીને કહે છે, ‘તું અહીં આવે, અહીં આવ.” બીબી કહે, “અરે, મને રસોઈ બનાવવા દોને ! તમે શું કકળાટ કર્યા કરો છો ?” ત્યારે સલિયો કહે, ‘બારણાં બંધ કરી દે અને લાઈટ કરજે.” “બીબી કહે શું છે તે ?” “આ છે !' સલિયાએ કહ્યું. જોતાં જ બીબીની આંખો ચાર થઈ ગઈ ! “આ શું પૈસા ક્યાંથી આવ્યા ?!! કોઈના લાવ્યા તો નથીને ?” અરે, ના, ના. ખુદાને દિયા ! શાકભાજીની મહીંથી નીકળ્યા. ખુદાને દિયા આજ તો.’ પછી એણે ધીમે રહીને ગણ્યા. ખખડે, અવાજ થાય નહીં એવી રીતે, તે નવાણું થયા.
પછી એણે વિચાર કર્યો કે કાલે જે વકરો આવે એમાંથી બે ખાવા માટે પેટે રાખી બીજા બધાય આમાં નાખવા. બેન્કમાં મૂકીએ એવું. આ નવાણુંનો ધક્કો વાગ્યો એને ! એ લોભિયો ન હતો. રોફભેર ખાતો હતો તેને લોભિયો બનાવ્યો વાણિયાએ ! તે પછી રોજ પાંચ, છ ઉમેરે છે !
પછી શેઠાણીને શેઠે કહ્યું, ‘કેમ પેલી બીબીજીની વાત તમે હવે નથી કરતાં ? વઢવાડ થઈ તમારે ? વઢવાડ થઈ હોય તો હું એને કહી આવું કે લઢીશ નહીં અમારે ઘેર.' ત્યારે શેઠાણી કહે, “ના હવે તો એ કહે છે કે આજે તો રોટલા ને કઢી કરી ને એવું તેવું બધું કરે છે.” એટલે શેઠે જાણ્યું કે ગોળી વાગી ખરેખરી.
આ વાણિયાને શી રીતે પહોંચી વળાય ? પેલો સલિયો લોભિયો ન હતો તેને લોભિયો બનાવ્યો. એટલે આપણા કેટલાક લોકો લોભિયા ન હતા, તે અહીં અમેરિકામાં નાણું દેખ્યું ને તે નવાણુંનો ધક્કો વાગી ગયો. વાગી જાય કે ના વાગી જાય ?
પ્રશ્નકર્તા : મને નથી ધક્કો વાગ્યો હજુ દાદા. દાદાશ્રી : તારી પાસે આવ્યું જ ના હોય. પ્રશ્નકર્તા : આ ભાઈ વાણિયા છે એમને કહો કે પેલી થેલી મૂકી જાય. દાદાશ્રી : એ તો કોઈ મૂકી આવે ત્યારે ?
પણ આ જે કહેવત કહેલી ને તે બહુ સારી કહેવત, અક્કલવાળી કહેવત છે. હું, મેં તપાસ કરેલી કે નવ્વાણુંનો ધક્કો એટલે શું હશે ? આ વાત કહે છે તે આપણા ઘેડિયાઓની અનુભવની વાત હોય છે. અનુભવસિદ્ધ પ્રમાણો સાથે. જુઓને પેલો મુસલમાન ફરી ગયોને ! બીબી રોટલા-કઢી કરતી ને ખાતી થઈ ગઈને ! જો વઢવા જવું પડ્યું? લાકડાની તલવાર ! એમ ને એમ ધીકી નાખે ! ડૉક્ટર સાંભળ્યું કે આ કળા બધી ! વાણિયાની કળા !
કેવો ધક્કો માર્યો. શાકની નીચે ઘાલી દીધું. એટલે મિયા સમજી ગયો કે અલ્લાને દિયા. નવાણુંનો ધક્કો. બહુ સારી કહેવત ! આમ સમજ બધી હોય.
પ્રશ્નકર્તા : એ એવું થવાનું કારણ શું ?
દાદાશ્રી : લોભ, પ્રકૃતિ જ વણિક. વણિક એટલે નિરંતર વિચાર કરી કરીને જ કામ કરે. પગલાં ભરે. વિચાર કરનારો હંમેશા લોભી થાય. દરેકમાંથી ખોળી કાઢે. શામાં નફો છે ને શેમાં ખોટ છે ! તારણ કાઢે એટલે પછી એ લોભ શી રીતે છૂટે ? ભગવાન ભુલાય. એને તો એમાં જ મજા આવે. ઇન્ટરેસ્ટ જ એમાં આવે.
આમાં આ લોકોને વધતાં વધે નહીં તો લોભ શેનો થાય તે !