________________
૧૭૨
પૈસાનો
વ્યવહાર
સેટીંગ બાકી છે. પૈસાનો વ્યવહાર
૧૭૨ પ્રશ્નકર્તા : કર્મ કરવાથી મળે તો ભેગું કરવાનું દાદા, કર્મ કર્યા વગર ના થાયને !
દાદાશ્રી : હા, પણ એનાથી લોભ વધતો જાયને બળ્યું ! ભેળું થવાનો વાંધો નથી, લોભ ના વધે તો વાંધો નથી.
વાણિયો હોય એટલે લોભની ગાંઠ તો હોય જ. કારણ કે એનો ધંધો જ એ. ભેળું કરવું, સેફસાઈડ, સેફસાઈડ, સેફસાઈડ !
પ્રશ્નકર્તા : પ્રકૃતિ જ એવી થઈ ગઈ હોય.
દાદાશ્રી : પ્રકૃતિ એવી થઈ ગઈ હોય જ. બાપદાદાના સંસ્કારથી આવેલી હોય. એના એ જ સંસ્કાર જોવા મળ્યા હોય એટલે એને જ સંસ્કાર પછી ચાલ્યા
હવે સેફસાઈડ કરે તેનોય વાંધો નથી પણ સેફસાઈડ થયા પછી ઊડાડી દેવું જોઈએ.
પ્રશ્નકર્તા : પછી ના ઊડે. પછી પેલો નવ્વાણુંનો ધક્કો વાગી જાય. દાદાશ્રી : હા, પછી નવ્વાણુંનો ધક્કો વાગી જાય !
લોભ ક્યાંથી પેસે ? એની શરૂઆત ક્યાંથી થાય ? પૈસા ના હોય તે ઘડીએ લોભ ના હોય. પણ જો નવ્વાણું થયા હોય તો મનમાં એમ થાય કે આજે ઘેર નહીં વાપરીએ પણ એક રૂપિયો ઉમેરીને સો પુરા કરવા છે ! આ નવાણુંનો ધક્કો વાગ્યો !! એ ધક્કો વાગ્યો એટલે એ લોભ પાંચ કરોડ થાય તોય છૂટે નહીં એ જ્ઞાની પુરુષ ધક્કો મારે તો છૂટે !
તવ્વાણુંનો ધક્કો.... ‘નવ્વાણુંનો ધક્કો વાગ્યો’ એવી કહેવત તમે સાંભળેલી ? આને નવ્વાણુંનો ધક્કો વાગ્યો નથી. આને વાગ્યો એમ કહે છેને ? એમ કહેશે.
પ્રશ્નકર્તા : દાદા, સમજાવો આ ધક્કાની વાત.
દાદાશ્રી : એક વણિક શેઠ હતા. બાજુના ઘરમાં એક સુલેમાન ઘાંચી રહેતો હતો ! એ ઘાંચીનો ધંધો તેલનો, તે એણે એ કાઢી નાખ્યો, એ ધંધો ના ચાલ્યો એટલે પછી શાકભાજી વેચી ખાતો હતો. શું કરે ? માર્કેટમાંથી શાકભાજી લઈ આવે ને પછી વેચી ખાય. એટલે શાકભાજીનો ધંધો સારો ચાલ્યો. લત્તો સારો હતોને ! તે રોજ પાંચ-સાત રૂપિયાની કમાણી થાય. હવે જ્યારે ઓછામાં ઓછા પગાર હતા, પચાસ રૂપિયાના, તે જમાનામાં, તેમાં આ આટલા કમાય એટલે પછી એ રાજા જ કહેવાયને ? તે પછી શું કરે ? બીબી સારું જમવાનું બનાવે. તે પાછળ વાડીમાં બીબી નીકળે, તે એક બાજુ શેઠાણી કપડાં સૂકવતાં હોય. શેઠાણી પૂછે, ‘શું કર્યું આજે જમવાનું ?” ત્યારે બીબી જે એનું વર્ણન કરે ! “આજે બિરયાની બનાયા, યે બનાયા, તે બનાયા !” ‘બિરિયાનીમાં શું નાખો ?” ત્યારે બીબી કહે, ‘ઘીની જ બનાવીએ, તેલ-બેલ નહીં.” એટલે આ શેઠાણીને મનમાં એવું થાય કે બળ્યું આ થોડુંઘણું સારું કરું છું ત્યારે હોરો આ શેઠ બૂમ પાડે છે, પછી કહેશે, ‘શાકય લાવવું નથી, બાકરા મૂકો પેલા ચણાના ને તુવેરના ! રોજ શાક ના હોય. અઠવાડિયામાં બે દહાડા હોય. શેઠ લાખોધિપતિ, પણ પહેલાં આવો રિવાજ હતો આપણો. એમાં એમને દોષ નહીં, બધા શેઠિયાઓને ત્યાં આવો જ રિવાજ હતો એટલે પછી શેઠે જાણ્યું કે આ તો ઘરમાં આવો સડો પેઠો !! શેઠે પૂછ્યું કે, “કેમ તમે આવું ખાવાનું પૂછપૂછ કર્યા કરો છો ? પહેલાં નહોતાં કરતાં.’ ત્યારે શેઠાણી કહે, ‘આ ગરીબ છે જોડે, પણ કેવું સરસ સરસ ખાય છે ?' શેઠને થયું, ‘આ મારું હારું ટીબી કંઈથી પેઠું ! આ ટી.બી.ના જંતુઓ !” હવે આ શેઠિયા તો બહુ પાકા હોય. સડે ત્યાંથી ડામ દેવો ! નુકસાન કોઈને દેખાડે નહીં, થાય નહીં. જાણે કે ડામ ક્યાં દેવાનો ! મારી દે ડામ ! બહુ પાકા ! હું જ ફરેલો એ આખી નાત જોડે. મને આખી રાત ઓળખે. પછી શેઠે કળા કરી. શેઠ જાણે કે આ રોગ જો પેસશે તો પછી આ શેઠાણી જોડે મારે રોજ ઝગડા ચાલ્યા કરશે. એટલે પછી શેઠે બીજો ઊંધો રસ્તો ના લીધો, છતો રસ્તો લીધો. ઊંધો કરીને એને ઘર ખાલી કરાવવાનું કરે, એ બધા ઊંધા રસ્તા કહેવાય. આમ તો એ વણિક ખરોને ? સંસ્કાર તો ખરાને ! મહીં દોષ બેસેને એને, ખોટો, પણ એને કંઈક એવો રસ્તામાં લાવવો. એટલે શેઠે એક થેલી પાતળા લુગડાની લીધી. તેની મહીં નવ્વાણું રૂપિયા ભર્યા. પછી ઉપર મોટું બાંધી દીધું. બાંધીને પછી ગજવામાં લઈને ગયા, ‘અલ્યા સુલેમાન,