________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
વ્યવહાર
૧૭૧
૧ ૭ ૧
પૈસાનો
વ્યવહાર
જેવાને કહો તો લોકોને હિતકારી થાય એવું જ્ઞાનદાન બતાડીએ. એટલે સારા પુસ્તક છપાવવાં કે જે વાંચવાથી ઘણા લોકો સારે રસ્તે ચઢે. અમને પૂછે તો દેખાડીએ. અમારે લેવાદેવા ના હોય.
ક્રોધ - માત - માયા - લોભ !
પ્રશ્નકર્તા : ક્રોધ-માન-માયા-લોભ એ આપણે આમ સીકવન્સમાં કેમ બોલીએ છીએ ?
દાદાશ્રી : એને જે જવાનો રસ્તો છે તે પહેલાં ક્રોધ ઓછો થતો જાય. પછી માન ઓછું થતું જાય, પછી કપટ ઓછું થતું જાય, પછી લોભ તો છેલ્લામાં છેલ્લો જાય.
પ્રશ્નકર્તા : આ ક્રોધ-માન-માયા-લોભ છે એમાં પહેલો ક્રોધ જાય છે, પછી માન જાય છે, પછી માયા જાય છે ને પછી લોભ જાય છે. છેલ્લામાં છેલ્લો લોભ જાય છે. એવું સ્ટેપિંગ કેમ છે ? લોભ છેલ્લો કેમ ?
દાદાશ્રી : એવું છેને પહેલો પેઠેલો લોભ. સૌથી પહેલો લોભ પેઠો અને એ પ્રમાણે જેવું પેઠા એવું નીકલે.
પ્રશ્નકર્તા : એ કેમનો પેસી ગયેલો ?
દાદાશ્રી : તપાસ કરજેને હવે ? એ તારે જોવાનું. કોઈપણ વસ્તુ તું જોઉં છું તે લેવાનું મન થાય છેને ? લેવાનો ભાવ થયો એ જ લોભ અને પછી કો'કને દેખાડવાનો ભાવ થાય કે આ હું લઈ આવ્યો છું એ માન ! પછી કોઈ લઈ લેતો હોય તો ક્રોધ કરે. પહેલો લોભ થાય.
પ્રશ્નકર્તા : અને માયા ?
દાદાશ્રી : માલ લેતી વખતે પેલા એકને બદલે બીજું બદલી લે, બીજું સારું હોય તે કંઈકને પેલો ધણી પેલી બાજુ જુએ ત્યારે બદલાવી નાખે તો એ કપટ કરે, એ જ માયા. લોભ થયો એટલે કપટ થાય. કંઈ પણ લેવાનો ભાવ થયો એ
લોભ પછી ત્યાં છળકપટ થાય. કંઈ પણ ઇચ્છા નથી તેને કશું દુનિયામાં નડે નહીં. મિનિટે મિનિટે ઇચ્છા બંધ. ખાય, પીએ છતાંય !
એ માન્યતાએ માંડી મોંકાણ.. પ્રશ્નકર્તા : દાદા, આ વખતે લોભની ગાંઠ કયા હિસાબે મળી હશે ? કયા ભાવ કરેલા ?
દાદાશ્રી : બીજાનું જોઈને કરે છે કે આમની પાસે જોને ધન સંઘયું છે તો અત્યારે હેય, મિલોબિલો બધું ચાલ્યા કરે છેને ? એટલે પોતે ય ધન સંઘરે પછી. સંઘરવું એટલે લોભની ગાંઠ ઊભી થાય. બીજાનું જોઈને લોભની ગાંઠ ઊભી થાય.
એણે એમ માન્યું ચે કે આ પૈસા સંઘરી રાખીશ તો મને સુખ પડશે ને પચી દુ:ખ કોઈ દહાડોય નહીં આવે, પણ એ સંઘરી રાખવાનું કરતાં કરતાં લોભિયો એવો જ થઈ ગયો. પોતે લોભિયો થઈ ગયો. કરકસર કરવાની છે, ઈકોનોમી કરવાની છે, પણ લોભ નથી કરવાનો.
લોકસંજ્ઞાથી થઈ ફસામણ ! પ્રશ્નકર્તા : પૈસાથી જ સુખ મળે છે એવું આપણે બધાં કેમ માનીએ છીએ ?
દાદાશ્રી : એ તો આખા જગતે માન્યું છે. લૌકિકભાવે છે એ. લોકોની રીતે છે એ. લૌકિક રીતે છે. પૈસાથી સુખ થતું હોય તો બધા પૈસાવાળા સુખી જ હોય પણ કોઈ સુખી છે નહીં.
‘આનાથી સુખ મળશે', આ હોય તો સુખ છે, નહીં તો સુખ છે નહીં. તે એનું માની બેઠેલું લૌકિક સુખ, લૌકિક માન્યતા. એટલે લોભની ગાંઠ ઊગતી જાય. ભેળું કરેલું કામ લાગેને. વારેઘડીએ ઉછીના ખોળવાની જરૂર ના પડે. એવું બધું માને. એટલે લોભની ગાંઠ વધે.
લોભ બહુ હોય એટલે ભેગું કર કર કર્યા કરે !