________________
સેટીંગ બાકી છે. વ્યવહાર
પૈસાનો
૧ ૭૬
પૈસાનો
વ્યવહાર
ખાવું-પીવું ને રહેવું જોઈએ. પણ ના, એવું ના કરાય, એ લોભ કહેવાય. પણ લોભના પૈસા સારી જગ્યાએ વાપર્યા માટે એ લોભ ના કહેવાય. નહીં તો લોભ જ કહેવાય બધો. કરકસર કરે તેનો વાંધો નથી.
કરકસર તો કરવી જ જોઈએ. ઈકોનોમી તો એક મોટો આધાર છે એક જાતનો. એ ખોટું નહીં પણ શરીરને બાળીને નહીં.
બાકી કરકસરિયો અને લોભિયો એમાં બહુ ફેર. કરકસર તો જોઈએ જ ! લોભ ના જોઈએ. ઇકોનોમી ના હોય તો માણસ ના કહેવાય. કારણ કે એનો સાંધો મળે નહીં, તો તારો તૂટી જાય બધા. આટલા ખાતાને સપ્લાય કરવાનું, આટલા ખાતાને આમ કરવાનું, તે બધું તૂટી જાય. ઇકોનોમીમાં લોભ ના હોવો જોઈએ.
પ્રશ્નકર્તા : પૈસા ગજવામાં હોય છતાંય મંદિરમાં આમ નાખે નહીં, નાખવાનું મન ના થાય એ શું ?
દાદાશ્રી : એ ગરીબાઈનું કારણ. અમુક સ્થિતિમાં આવી સ્થિતિ બરોબર ના હોય ત્યારે થાય. તો ફરી પૈસા હોય ત્યારે કરીશું એમ કહેવું એ લોભની ગાંઠ ના કહેવાય.
લોભિયો અને કંજૂસ ! પ્રશ્નકર્તા : લોભિયો અને કંજૂસ એ નજીકનો કહેવાય ?
દાદાશ્રી : ના. કંજૂસ જુદી જાતનો. પહેલાંની ટેવ પડેલી હોય, ના હોય તે દહાડે કંજૂસાઈ કરવાની ટેવ પડેલી તે પછી આવે તોય કંજૂસાઈ કરે. એ ટેવ છૂટી જાય છે. એ તો ટેવ પડેલી છે. અને લોભિયો તો ગાંઠ છે એક જાતની, જબરજસ્ત ગાંઠ-રંગાય નહીં કશાયમાં ય ! અને કંજૂસાઈ કરનારો છે તે શ્રીમંત થાય તોય ચા હલકા પ્રકારની લઈ આવે. પહેલાં લાવતો હતો એવી ! એમ નહીં કે સારી લઈ આવે ! હું તો ચા ઉપરથી ઓળખી જઉં કે પાર્ટી સારી હોય તોય ! હવે એ ઓછું બોલવાનું છે ? મનમાં સમજી જવાનું દરેક પ્રકૃતિ છેને, એનો શો દોષ ! આત્માનો દોષ નથી, એ પ્રકૃતિનો દોષ છે !
તે લોભિયો રંગાય નહીં. પેલો રંગાતો જ નથી. એ મને અજાયબી લાગી. પ્રશ્નકર્તા : પૈસા હોય ને વાપરે નહીં એ લોભી કહેવાય કે કંજૂસ ?
દાદાશ્રી : એ તો કંજૂસ કહેવાય. એ તો ટેવ પડેલી. જ્યારે સ્થિતિ નમર હોય, પંદર રૂપિયા પગાર મળતો હતો. તે દહાડે કંજૂસાઈ કરીને જ દહાડા કાઢેલા તે પચાસ રૂપિયા આવતાંય એનો સ્વભાવ જાય નહીં ! એનું નામ કંજૂસાઈ ! લોભિયો તો લાખો રૂપિયા હોય તોય એનો એ જ, રંગાય કરાય નહીં.
ત ગાય કશામાં ! અને લોભિયો તો સ્વભાવથી જ એવો હોય કે કશામાં રંગાય જ નહીં. કોઈ રંગ ચડે નહીં એને ! લોભિયો હોય ને તો તમારે એટલું જોઈ લેવું કે કોઈ રંગ ચઢે નહીં ! લાલમાં બોળીએ તોય પીળો ને પીળો ! લીલામાં બોળીએ તોય પીળો ને પીળો ! એટલે લોભિયો રંગાય નહીં ! તમને તો જેમ રંગીએ એમ રંગાઈ જાવ ! એટલે રંગાય એને જાણવું કે આ લોભિયો નહીં. દરેક માણસને એમ થાય કે મારામાં કંઈ લોભ હશે ? તો જોઈ લેવું કે હું રંગાઉ એવો છું કે નહીં ? આપણે આ વાત છે ને એમાં તમે રંગાઈ જાવ. વાર ના લાગે. અને લોભી તો રંગાયા જ નહીં. હા એ હા કરે. આમ ઊંચો થઈ થઈને વાત કરે. બધું કરે, રંગાય નહીં. રંગનો શેડ હતો તેનો તે જ. ફરી પાછો ધોઈ નાખે, તો હતો તેવો ને તેવો જ !
લોભ વગરના બધાય રંગાઈ જાય. પાછો હસે એટલે આપણે જાણીએ કે રંગાઈ ગયા. હું જે વાત કરું ને તે સાંભળે બધીય. બહુ સારી વાત, બહુ આનંદની વાત, આમ તેમ, પણ મહીં તન્મયાકાર ના થાય. એટલે આ ઘર-બર ભૂલી જાય ને પેલા ભૂલે નહીં. એને લોભ-બોભ કશું ભૂલે નહીં. હમણે જઈશ ને પેલા આવશે તો ગાડીમાં જઈશ એમની તો પાંચ બચશે. એ ભૂલે નહીં. પેલો તો પાંચ બચવા કરવાનું ભૂલી જાય. પછી જવાશે કહેશે. પેલો કંઈ ભૂલે નહીં. એ રંગાયો ના કહેવાય. રંગાયો ક્યારે કે તન્મયાકાર થી જાય બધું. ઘર-બાર બધું ભૂલી જાય. તમને ના સમજણ પડી ? આ લોક નથી કહેતા કે દાદાનો રંગ લાગ્યો ? પેલાને દાદાનો રંગ ના લાગે, તું ગમે તેટલા રંગમાં બોળ બોળ કરે તોય પણ.