________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
વ્યવહાર
૧૬૪
૧ ૬૪
પૈસાનો
વ્યવહાર
અને આવું તેવું ના હોય. એ સાહજિક છે. કોથળીયે ખાલી થતી જાય અને એય ખાલી થતો જાય. જ્યારે ઇન્ડિયનની તો કોથળી પડી રહેને, એ ખાલી થઈ જાય. એટલે આપણા લોકોની પ્રકૃતિ એવી ! વધારે જીવીશ તો શું થશે ? જરૂર પડશે તો શું થશે ? તે જ્યારથી રૂપિયા હાથમાં આવ્યા ત્યારથી એવું હોય કે ના હોય ?
ત્યાં કષાય તથી ખીલ્યા !
પ્રશ્નકર્તા : એ ફોરેનવાળા લોકોનું જીવન જ એવું હોય કે કષાય ઉત્પન્ન ના થાય. રહેણીકરણી, હવા, વાતાવરણ બધી વ્યવસ્થા એવી હોય કે કષાય ઉત્પન્ન ના થાય.
દાદાશ્રી : એ એમના હિસાબસર જ બધું ગોઠવાયેલું હોય. કષાય જ નહીંને ! લોભ કષાય નહીં. માન કષાય નહીં. કશી બીજી ભાંજગડ જ નહીં. પાર્લામેન્ટમાં હોય એટલાને થોડા ઘણા વિચારો આવે. બાકી વિચાર જ ના આવને !
ત્યારે વર્તે સમાધિ ! મને લોક પૂછે કે “સમાધિ સુખ ક્યારે વર્તશે ?” ત્યારે કહ્યું કે ‘જેને કંઈ જ જોઈતું નથી. બધી લોભની ગાંઠ છૂટે ત્યારે.’ લોભની ગાંઠ છૂટે કે પછી સુખ વર્યા કરે. બાકી ગાંઠવાળાને તો કશું સુખ આવતું જ નથીને ! એટલે ભેલાડોને, જેટલું ભેલાડશો એટલું તમારું !
દેશી-પરદેશીમાં કોણ ચઢે ? બે માણસો પૈડા ઘરના હોય, એક ફોરેનમાંથી આવ્યો હોય, ફોરેનનો હોય અને એક આપણા અહીંનો ઇન્ડિયન હોય. બેને આપણે કહીએ કે તમે હવે હિમાલયમાં ગમે ત્યાં જઈને બેસી જાવ. લો, આ લાખ-લાખ રૂપિયા તમારા ખર્ચ માટે. તો પછી બેઉની સ્થિતિ શું થાય ? બંને કેવી રીતે વાપરે ? ખાવા-પીવાનું તો બધું જોઈએ. તે વાપરે કે ના વાપરે ?
પ્રશ્નકર્તા : વાપરે.
દાદાશ્રી : અને પછી પંદર-વીસ વર્ષ પછી બેઉ મરી જાય તો કોની પાસે મૂડી વધારે નીકળે ?
પ્રશ્નકર્તા : ભારતીય પાસે.
દાદાશ્રી : શાથી ? એણે લાખ રૂપિયા લીધા ત્યારથી ભો કે, ‘વપરાઈ જશે તો શું કરીશ ? વપરાઈ જશે તો શું કરીશ ?” ખલાસ થઈ જાય તો શું થાય ?
પ્રશ્નકર્તા : ત્યાં સુધીમાં એ ખલાસ થઈ જાય.
દાદાશ્રી : હા, ત્યાં સુધીમાં એ ખલાસ થઈ જાય. પણ એ વાપરે ખરો, ધર્માદા કરે, દાનપુણ્ય કરે પણ એની મહીં આ જાગૃતિ રહે કે ખલાસ થઈ જશે તો શું થશે ? અને પેલા ફોરેનવાળાને એવું કશું ના હોય. એ મઝામાં ય વાપરે. કોઈની ઉપર ઉપકારેય કરે. એ ઓબ્લાઈઝ કરે. ના કરે એવું નહીં. તે ફોરેનવાળો મરી જાય ત્યારે એની પાસે વખતે બે હજાર રૂપિયા હોય, નહીં તો ના હોય
પ્રશ્નકર્તા : ત્યાં પાંચસો રૂપિયાનો ખરાબ માલ નીકળ્યો તો પાછો આપે તો તરત લઈ લે.
દાદાશ્રી : હા, તરત લઈ લે. પ્રશ્નકર્તા : અને અહીં તો દીધેલો માલ પાછો લેવામાં નહીં આવે. દાદાશ્રી : અરે, લખેલું હોય તોયે ના લે !
નહીં તો મોક્ષ સૂઝે ના ! ફોરેનના લોકોનાં ક્રોધ-માન-માયા-લોભ આવડા-આવડા જ છે ! એક ઇચના !! અને આપણા લોકોના ક્રોધ-માન-માયા-લોભ તો ઝાડ જેટલા થયેલા છે ! તેથી ચિંતાઓય બહુ છે અને એમને ચિંતાબિંતા ના થાય અને આપણા લોકોને ચિંતાય બહુ, એટલે પછી મનમાં કંટાળે કે બળ્યું આમાં સુખ નથી. એટલે શોધખોળ કરે કે સુખ શામાં છે ? ત્યારે સુખ મોક્ષમાં છે કહેશે ! પછી મુક્તિના