________________
૧ ૬ ૫.
પૈસાનો
વ્યવહાર
માળે સોનાની ગોળીમાં છાશ વલોવે તે હું અહીં રહીને દેખું !!! પોતે આંધળો હતો !! કેટલું બધું માગ્યું ?!! આટલો બધો લોભવાળો ! અને એ લોભને લઈને બળતરા ઊભી થાય. બળતરા ઊભી થાય એટલે પછી રસ્તો ખોળે કે અહીંથી
ક્યારે કેમ કરીને મોક્ષે નાસી જઈએ. વધારેમ વધારે બળતરા જૈનોને, એ વહેલો મોક્ષ ખોળે. તેથી એમનાં છોકરાંઓને દીક્ષા હઉં લેવા દે. મોહ ઓછો હોય. અત્યારે તો બધું ભેળસેળ થઈ ગયું છે.
સેટીંગ બાકી છે. પૈસાનો વ્યવહાર
૧ ૬ ૫ વિચારો આવે. અહીં જો ચિંતા ના હોય તો મોક્ષમાં કોઈ જાય નહીં, એક્ય માણસ ના જાય.
લોભ કેટલી પેઢી સુધીતો ? આ કૂતરાં હોય છે, તે કંઈ પૈણવાની ડખલમાં પડે ? ગાય-બાય પૈણવાની ડખલમાં પડે ? પૈણી લે મૂઆ ! ગાય પણ એના બચ્ચાને છે તે છ મહિના સુધી સાચવે છે. કેવું સરસ સાચવે છે ! જ્યાં સુધી વાછરડું મોટું નથી થયું ત્યાં સુધી એની ફરજો કેટલી બધી સુંદર બજાવે છે ? પછી નહીં અને આપણા લોકો તો સાત પેઢી સુધી મારા છોકરાના છોકરા ને તેનાં છોકરાં છોડતાં નથી ! અને ફોરેનવાળા તો અઢાર વર્ષનો વિલિયમ ને મેરી થાય એટલે જુદાં ! આપણે અહીં તો અવિભક્ત કુટુંબ. આ તો હમણે સારું થયું, નહીં તો પહેલાં તો સાત પેઢી સુધી લોભ. મારા છોકરાના છોકરાં, છોકરાનાં છોકરાં સુખી રહે એટલા માટે આ જમીનો-અમીનો બહુ રાખે ?
પ્રશ્નકર્તા : કોઈ સાત પેઢીનો પૈસો ભેગો કરો ત્યારે ઘણા માણસો પર આ સૃષ્ટિમાં અન્યાય થાય છે, તે કઈ રીતે ચલાવી લેવાય ?
દાદાશ્રી : એ તો અન્યાય છે એ ટલે જ એકબીજાનું લૂંટી લે ને? લોકોને સાત પેઢીનો લોભ ! લોભિયો માણસ ગમે તે રસ્તે છેતરે, કપટ કરીને પણ લોભ પૂરો કરે જ. એટલે આપણે આ લોભ છે સાત પેઢીના ! બહુ મુશ્કેલી ! અને ફોરેનવાળાને એવું નથી. અઢાર વર્ષનો છોકરો થયો કે જુદો !
બન્ને સુખતું બેલેન્સ ઘટે પ્રશ્નકર્તા : આ લોકો હિપ્પી જેવા હતા. હિપ્પી થઈ જાય છે એ લોકો. તેમને બળતરા હોય છે એટલે થાય છે. એ કઈ જાતનું ? એ બળતરામાં ને આ બળતરામાં શું ફેર ?
- દાદાશ્રી : એ બળતરામાં ને આ બળતરામાં બહુ ફેર. એ બળતરા તો કેવી છે કે એને મૂર્ખતાની બળતરા છે. એમને સુખ બહુ વધેલું હોય ને એબોવ નોર્મલ સુખ થાય ત્યારે માણસને કડવું પોઈઝન લાગે, ઝેર જેવું લાગે. આપણા લોકોનેય લગનમાં એક મહિના સુધી રાખ્યા હોય તો નાસી જાય, કહ્યા વગર નાસી જાય. રોજ જમવાનું હોય તો નાસી જાય કે ના નાસી જાય ? એ લોકો એટલું બધું મૂંઝાઈ ગયા કે આ સુખોમાં એમને ગમતું જ નથી, ચેન નથી. આંતરિક સુખ ખલાસ થઈ ગયુંને !
ખરી રીતે કુદરતી કાયદો શો છે ? આંતરિક સુખ આમ લેવલમાં રહેવું જોઈએ. આંતરિક સુખ અને બાહ્ય સુખ લેવલમાં રહેવું જોઈએ. કોઈ વખતે, વખતે બાહ્યસુખ આમ વધ્યું તો આંતરિક સુખ ઘટ્યું હોય અને બાહ્યસુખ વધ્યું હોય તો આટલું થયું હોય તો ચાલી શકે. પણ આ તો આમ જ થઈ ગયું છે. (એકદમ up & down).
પ્રશ્નકર્તા : એ બહુ મોટો ડિફરન્સ છે.
દાદાશ્રી : એટલે આંતરિક સુખ રહ્યું જ નથી બિલકુલ. માણસ મેડ થઈ જાય અને બહુ જ બળતરા થાય. આરોપિત ભાવ છેને તે બહુ જ બળતરા ઉત્પન્ન
ભગવાનને ય છેતરતારા છે !
ફોરેનના લોકો એ સાહજિક પ્રજા છે. એમને ક્રોધ-માન-માયા-લોભ આટલા બધા ના હોય. એ તો અઢાર વર્ષનો વિલિયમ થયેલો હોય તો વિલિયમ છૂટો ને આપણે જુદાં, એવું કપલે કપલ જુદું અને આપણે ત્યાં તો સાત પેઢીનો લોભ હોય !!! મારા છોકરાના છોકરા ને તેનાં છોકરાં ખાશે ! એક વાણિયાએ તો ભગવાન પાસે માગ્યું હતું કે મારો છોકરો ને તેનો છોકરો ને તેના છોકરા ને સાત પેઢીના છોકરાને એટલે કે મારી સાતમી પેઢીના છોકરાની વહુ મહેલના સાતમા