________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
વ્યવહાર
૧૬૩
વ્યવહાર
અધિકાર કોઈને છે જ નહીં.
આ કોઈ પોતાનાં છોકરાંને આપે એવા નથી. જો લઈ જવાતું હોય તો બધાં જ જોડે લઈને જાત ને ઊલટાં દેવું કરીને લઈને જાય એવાં છે. પણ આ જોડે નથી લઈ જવાતું એટલે શું થાય છે ?
અને માણસના હાથમાં રૂપકમાં અપાય એવું છે જ નહીં, અપાય એવી એક શક્તિ હોય તો બધી શક્તિ હોય. શાથી અપાય છે ને શાથી લેવાય છે, તે બધું અમે જાણીએ છીએ, માટે આપણે કલ્પનાથી કંઈ કરી શકાય, ભાવનાથી કંઈ કરી શકાય.
કહેવું પડે આ લોભી સ્વભાવને !! લોભિયા માર્કેટમાં જાય તો એની દ્રષ્ટિ સસ્તા શાક ભણી જાય. મહીં લોભ શું કહે કે આ લોભિયાભાઈ તો મને ખવડાવે છે, માટે અહીં જ મુકામ કરો. ત્યારે લોભિયાએ શું કરવું જોઈએ કે મોંધું શાક હોય ત્યાં જવું ને વગર પૂછ્યું શાક લેવું. તે પછી ભલે ડબલ પૈસા આપવા પડે. લોભ સમજે કે મને ખાવા નહીં મળતું તે પછી તે ભાગવા લાગે ! અમારે ત્યાં એક ભાઈ આવતા. તે મોટા સાહેબ હતા, સારા પગારદાર હતા. ધણી-બૈરી બે જ જણાં છે ઘરમાં. કોઈ છોકરું-હૈયું તેમને હતું નહીં. તે એક દિવસ મને કહે, ‘દાદા મારો સ્વભાવ બહુ જ ચીકણો છે. તે મારા હાથથી પૈસા ના છૂટે. હું કોઈને ઘેર લગનમાં પીરસું તોય મારાથી થોડું થોડું ચટણી જેટલું જ પીરસાય છે, તે બધા હું સાંભળું તેમ બોલે છેય ખરાં કે ચીકણા લીંટ જેવા છે. આ તો મારી બૈરીય બૂમો પાડે છે પણ શું કરું ? આ લોભિયો સ્વભાવ જતો નથી. તમે કંઈ રસ્તો બતાવો. આ તો કો'કનું વાપરવાનું હોય ત્યાંય મને આ લોભ ભૂંડો દેખાડે છે.” તે પછી તેમને એમ કહેલું કે તમે સત્સંગમાં રોજ ચાલતા આવો છો તે હવેથી ચાલતા ના આવશો પણ રિક્ષામાં આવજો અને સાથે દસ રૂપિયાનું પરચૂરણ રસ્તામાં વેરતા વેરતા આવજો. ભાઈએ તેમ કર્યું ને તેમનું કામ થઈ ગયું. આનાથી શું થાય કે લોભનો ખોરાક બંધ થઈ જાય અને મન પણ મોટું થાય ! રિક્ષામાં બેસી પૈસા વેરતો જા. તારો લોભનો સ્વભાવ છૂટી જશે.
૧૬૩
પૈસાનો ધનથી સેવા, પણ શાતે માટે ? પૈસાના વિચાર મનમાં લાવવાના જ નહીં. આપણાથી બને તો ટેકો કરવો અને તોય લોભ છોડવા માટે કહેલું છે. આપણો લોભ છૂટે નહીંને ત્યાં સુધી લોભની ગ્રંથિ જાય નહીંને ત્યાં સુધી મોક્ષ થાય નહીં !
શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તકમાં લખ્યું છે કે જ્ઞાની પુરુષની તન-મન અને ધનથી સેવા કરજો. ત્યારે કો’કે પૂછ્યું, ‘ભઈ જ્ઞાની પુરુષને ધન શું કરવું છે ? એ તો કોઈ ચીજના ઇચ્છુક જ ના હોય. ત્યારે કહે “ના, તન-મનથી તમે સેવા કરો છો પણ તમને એમ કહે કે આ સારી જગ્યાએ ધન નાખી દો, તો તમારી લોભની ગ્રંથિ તૂટી જશે. નહીં તો લક્ષ્મીમાં ને લક્ષ્મીમાં, ચિત્ત ત્યાંનું ત્યાં જ રહ્યા કરે. ‘હવે ત્રીસ હજાર ડોલર થયા છે. હવે બીજા દસ-વીસ હજાર કરું.’ એમ કરતાં કરતાં પછી ઠાઠડી આવે અને ચાલ્યા ગયેલા, મેં જોયેલાયે. ઘણા જોયેલા બળ્યા !
ખોટ આવે તો લોભ જાય ! એક ભાઈ મને કહે છે “મારો લોભ કાઢી આપો, મારી લોભની ગાંઠ આવડી મોટી છે ! તે કાઢી આપો.” મેં કહ્યું ‘એને કાઢીએ તો ના જાય. એ તો કુદરતી પચાસ લાખની ખોટ આવે એટલે એ લોભની ગાંઠ એની મેળે જતી રહે. કહેશે હવે પૈસા જોઈતા જ નથી, બળ્યા !!
એટલે આ લોભની ગાંઠ તો ખોટથી જતી રહે. મોટી ખોટ આવી હોયને તે બધું હડહડાટ ગાંઠ તૂટી જાય ! નહીં તો એકલી લોભની ગાંઠ ના ઓગળે, બીજી બધી ગાંઠ ઓગળે !! લોભિયાને બે ગુરુઓ, એક ધૂતારો ને બીજી ખોટ. ખોટ આવેને તે લોબની ગાંઠ હડહડાટ તોડી નાંખે ! અને બીજા લોભિયાને એમનો ગુરુ મળી આવે ફક્ત ધૂતારા ! તે હાથમાં ચંદ્રમા દેખાડે એવા ધૂતારા હોય, ત્યારે પેલો લોભિયો ખુશ થઈ જાય ! પછી આ પેલાની આખી મૂડી જ લઈ નાખે !
પૈસાનો મોહ ઘટાડ્યો ના ઘટે. ખોટ આવે ત્યારે લોભ જાય.