________________
સેટીંગ બાકી છે. વ્યવહાર
પૈસાનો
૧૬ ૨
૧ ૬ ૨
પૈસાનો
વ્યવહાર
એને ફસાવે છે. “આમ કરો ને, એટલે આટલા હજાર બચી જશે' તેથી તો લોભને દુશ્મન કહ્યો છેને ! લોભ ઊંધું શિખવાડીને માણસને આંધલો કરી નાખે છે. આ દસ હજાર બચી જાય છે માટે લખી કાઢોને ઊંધું !”
પ્રશ્નકર્તા : અને લોભને પણ વધારનાર આપણી સરકાર જ છેને !
દાદાશ્રી : સરકાર એટલે છેવટે આપણે જ છીએ, એ આપણું જ સ્વરૂપ છે. એટલે એ આપણી ને આપણી જ માથે આવે છે. માટે કોને ગાળ દેવી ? સરકાર તો આપણું જ પ્રતિક છે. એટલે કોને કહેવું આપણે ? માટે ભૂલ પોતાની જ છે. બધી બાબતમાં જો પોતાની જ ભૂલ જોશો તો ભૂલ ભાંગશે, નહીં તો ભૂલ ભાંગશે નહીં.
આ ઉપાય કરી તો જુઓ ! પ્રશ્નકર્તા : આ બધી સંસારની જંજાળ ખોટી છે છતાં લાગુ પડેલી છે ! દાદાશ્રી : ખોટી કેમ છે ? કોઈ દહાડો રસ્તામાં પાંચ રૂપિયા નાખી દીધેલા
ઉપર ફરીને પાછા આવો અને રસ્તામાં પંદર-વીસ રૂપિયાનું પરચૂરણ નાખતા જાવ !!! તે મન કૂદાકૂદ કરશે, પણ તમે તમારે નાખતા જ જજો. પછી સ્ટેશનથી પાછા ફરતી વખતે રસ્તામાં નાખતા જવાનું. ત્યારે મન પાછું બૂમાબૂમ કર્યા કરશે. પછી બીજે દહાડે ફરી રૂપિયા નાખવા જશો ત્યારે આપણે ગઈકાલે દસ નાખ્યા હતા, તેને બદલે આજે નવ નાખીએ તો મન ‘આજે તો સારું છે એમ કહેશે એવું શાથી ?
પ્રશ્નકર્તા : એક ઓછું નાખ્યું તેથી.
દાદાશ્રી : હા, ત્રીજે દહાડે આઠ, ચોથે દહાડે સાત એમ આઠ-નવ દહાડા મન સારું સારું કર્યા કરે તેમ નાખવું. પછી પાછા એક દહાડે સો રૂપિયાનું પરચુરણ રસ્તામાં નાખી દેવાનું ! એટલે પાછું નવ્વાણું નાખે એટલે પાછું મન સારું જ છે. એમ કહેશે.
એવો મનનો સ્વભાવ છે. મનને વશ કેમ કરવું એ તો જ્ઞાનીઓ જ સમજે. એક ફેર રૂપિયા નાખી દે તો લોભિયો સ્વભાવ છૂટી જાય ! પણ નાખતા જ નથીને ? ઊલટા કોઈએ નાખ્યા હોય કે કોઈના પડી ગયા હોય તો લઈ આવે.
એવી ભાવનાથીય ઓગળે ગાંઠો ! પ્રશ્નકર્તા : મને લોભની ગાંઠ છે તો શું કરવું ?
દાદાશ્રી : તમારે બોલવું કે ‘વ્યવસ્થિત'માં જે હો તે ભલે હો ને ના હો તો ભલે હો.
પ્રશ્નકર્તા : એ લોભની પ્રકૃતિ કેવી રીતે કાઢવાની ?
દાદાશ્રી : લોભની પ્રકૃતિ હોયને, એ બધી મિલકતો હોય, તે બધી સબોટેજ કરાવી નાખવી, એટલે બહાર રૂપકમાં નહીં, પણ આમ કલ્પનાથી કે બેન્કમાંથી ઊપાડીને બધાંને આપી દેવાના અને કહેવું કે વાપરી કાઢો. તે બધું બહાર રૂપકમાં નહીં આપી દેવાનું, પણ એવી ભાવનાથી પેલી ગાંઠો બધી ઓગળી જાય.
બહાર તો કશો જ અધિકાર નથી. બેન્કમાંથી તમે લઈને આપી દો, એવો
કે ?
પ્રશ્નકર્તા : નથી નાખી દીધા.
દાદાશ્રી : આ જંજાળ ખોટી હોય તો નાખી દીધા વગર કોઈ રહે છે ? કારણ કે વગર કામનો બોજો કોણ રાખે ? આ ગજવામાં જે પરચૂરણ બધું ભર્યું છે તે બહાર નાખી દોને. આ બોજો છે નહીં ? છતાંયે નાખ્યું નથીને ? કોઈ નાખી દેતું નથીને ?
પ્રશ્નકર્તા : નાખી દેવાની શક્તિ આવવી જોઈએ.
દાદાશ્રી : એક ફેરો નાખી તો દો એટલે બીજી વખતે શક્તિ આવી જાય પણ એકુંય વખત તમે નાખતા જ નથીને ?
એક ભાઈ મને કહેતા હતા કે, “મારે પૈસા વાપરવા છે તોય વપરાતા નથી. મારા હાથ બાંધેલા છે તો મારે શું કરવું ?” મેં એને કહ્યું, ‘રિક્ષા ભાડે કરીને સ્ટેશન