________________
પૈસાનો
વ્યવહાર
સેટીંગ બાકી છે.
૧૬૧
દાદાશ્રી : કેટલોક લોભ છે તારે ?
માન હોય, માનને સાચવવું હોય તો લોભ ઓછો કરી નાખવો પડશે. અને લોભ સાચવવો હોય તો માન ઓછું કરી નાખવું પડે. તું તો બેઉ કરવા માગું છું. શી રીતે મેળ ખાશે ?
પ્રશ્નકર્તા : એકેય ના જોઈએ.
દાદાશ્રી : આ શું છે તે હું સમજી ગયો છું. એનો લોભેય જબરજસ્ત છે. અને માનેય જબરજસ્ત છે. અને માનેય બરોબર છે. પણ એનો જે લોભ છેને,
તે સરવાળે માન હેતુ માટે જાય છે. હેતુ માનનો છે. એટલે કેવળ એક માન ઉપર જ જાય છે બધું. લોભ શેને માટે કે જે પૈસા હોયને, એમાંથી તો પોતાને માન મળતું હોયને, તો તેમાં વાપરી નાખે. એટલે માનનો લોભ છે. તમને નહીં એવું કશું ?
પ્રશ્નકર્તા : ના દાદા. એવું તો ના કહેવાય. ડિસ્ચાર્જમાં નીકળ્યા કરે છે, એ દેખાય છે ખરા.
દાદાશ્રી : જે છે એ નીકળવા દોને.
પ્રશ્નકર્તા : નીકળે છે એ દેખાય છે.
દાદાશ્રી : નીકળે છે એ દેખાય છેને. ત્યારે સારું ?
લોભની ખાતર લોભ હોય એ રખડાવી મારે. પણ માનની ખાતર લોભ હોયને એ સારો !
માતતો લોભ !
પ્રશ્નકર્તા : આપે કહ્યું કે લોભ અને માન સાથે ના હોય. અથવા વિરોધાભાસી છે, તો સાથે કેવી રીતે રહે છે ?
દાદાશ્રી : હા, આ તો માન હેતુ માટે લોભ છે. માટે સાથે રહે છે. માનની ખાતર માન હોય અને લોભની ખાતર લોભ હોયને, માન હેતુ ખાતર લોભ ના
૧૬ ૧
પૈસાનો
હોય તો એ બે સાથે રહી ના શકે. બધો લોભ, જેટલા પૈસા છેને, એટલું એને જ માન મળતું હોયને તો એને સાથ આપી દે. એટલે એ મૂળ પાછળ લોભ નથી. લોબની પાછળ માન રહેલું છે. એટલે અહંકાર બહુ ભારે છે આ. એ એમ જ
જાણે કે મારા જેવો કોઈ અક્કલવાળો નથી !
પ્રશ્નકર્તા ઃ એનો અર્થ એવો થયો કે માનનો લોભ કહેવાય.
વ્યવહાર
દાદાશ્રી : હા, માનનો લોભ. માન પ્રાપ્ત કરવાનો લોભ પણ છેવટે માન ઉપર જાય છે. લોભને માટે નહીં, માનને માટે લોભ !
પ્રશ્નકર્તા : લોભને માટે માન હોય ?
દાદાશ્રી : હા, હોયને.
પ્રશ્નકર્તા : એ કઈ રીતે ?
દાદાશ્રી : આટલું કમાઉં તો જ મારે નિકાલ થાય, એ એક પ્રકારનું માન. પણ એ અહંકાર કહેવાય, માન ના કહેવાય.
ત્યાં ઉપાય જોવું, જાણવું !
પ્રશ્નકર્તા : એટલે આપણે આ જ્ઞાન પછી જોયા જ કરવાનું કે લોભનો માલ હોય કે માનનો માલ હોય.
દાદાશ્રી : બીજો ઉપાય જ નથી એનો. આ જ્ઞાન લીધા પછી બીજો ઉપાય નથી. અને જ્ઞાન ના લીધું હોય તો તો બધું જ્યાં હોય ત્યાં કાયમનો ગૂંચવાયેલો જ. કાયમ સફોકેશનમાં જ રહો, ગૂંચવાયેલા જ રહો. આ જ્ઞાન પછી તો ગુંચામણ ઊડી જાય. આમ આમ, ખંખેરી નાખ્યું એટલે ખરી પડે !
લોભ પમાડે રોગ !
પ્રશ્નકર્તા : અત્યારે લોભને લીધે આ અધર્મ પેઠો છેને ?
દાદાશ્રી : હા, આ લોભને લઈને આ બધું નુકસાન થાય છે. ને લોભ જ