________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
વિંડો જુદી. એક નંબરના પૈસાની વિંડો અને બે નંબરના પૈસાની વિંડો જુદી. પ્રશ્નકર્તા : ગવર્નમેન્ટ લીગલાઈઝ કરેલું હશેને ?
દાદાશ્રી : લીગલાઈઝ કરવું જ જોઈએ આવું. નહીં તો આ તો નકામી ભાંજગડ મહીં. સરકાર મૂંઝાયા કરે અને લોકોને રૂપિયા દાબદાબ કરવા પડે. અને આ તો પેલા રૂપિયાનું વ્યાજ ટકો, ઉપરના ઓનના રૂપિયાનું અને પેલા એક નંબરના રૂપિયાનું વ્યાજ હોય ટકો, પોણા બે ટકા, બે ટકા વ્યાજ !
એવી હોજો આત્માતી જાગૃતિ !
વ્યવહાર
૧૬૦
જેવી રીતે કોઈ લોભિયો હોયને, તો લોભિયાની જાગૃતિ લોભમાં કેટલી હોય ? એવું જોયેલું તમે ?
પ્રશ્નકર્તા : હા દાદા !
દાદાશ્રી : કેટલી હોય ?
પ્રશ્નકર્તા : ઘણી હોય. અને જે વસ્તુનો લોભી હોય, એના સિવાય બીજું કંઈ દેખાય નહીં.
દાદાશ્રી : લોભિયો એટલે હું તમને સમજ પાડું કે બાળક હોયને, ત્યાંથી જ મરે ત્યાં સુધી એ લોભમાં જ આખું ચેતન હોય એ ગમે ત્યાં જાય, ત્યાં ક્યાં ક્યાં સસ્તુ મળશે, શું કરવાથી કેવી રીતે શું ફાયદો થાય ? એ ખોળખોળ જ કરે. ફાયદો જ ખોળે. જ્યાં જાય ત્યાં બધી બાબતમાં, ખાવાની બાબતમાં, ભલેને હલકો ખોરાક લઈએ, પણ આપણને ફાયદો રહેવો જોઈએ. એ લોભિયો ! જેમ તેમ કરીને પેટ ભરીશું પણ આપણે કાયદો થવો જોઈએ.
હવે આ લોભિયા જેવી જાગૃતિ આત્મામાં રહેવી જોઈએ કે જાગૃતિ જ્યાં ને ત્યાં આત્મામાં જ જાય. તો સંસાર કોઈ રીતે અડતો નથી. લોભિયાને જેમ બીજી વસ્તુઓ નડતી નથી. લોભિયાને ગાળો ભાંડે તો એ શું કરે ? અરે, હસે ઊલટો. શાથી ? એ જાણે કે પાંચ રૂપિયા મળ્યા છેને, છોને વાંકું બોલે !
પૈસાનો
એટલે લોભિયા બહુ પાકા હોય, એવી રીતે આત્મામાં પાકા રહેવા જેવું છે. ગાળો ભાંડે તો આપણે તો આત્માના કામ સાથે કામ છેને. આની ક્યાં ભાંજગડ આપણે વધારવી છે ?
૧૬૦
વ્યવહાર
લોભિયાતી જાગૃતિ !
એટલે લોભિયાની લોભમાં જાગૃતિ હોય, માની માણસની માનમાં જ જાગૃતિ હોય. ક્યાં અપમાન થશે. તેનો ભો-ભો-ભો રહ્યા કરે. ક્યાં માન મળશે ? તે માન હારું આગળ પેંતરા રચે. આખો દહાડો એ જ !
આ બધા માની ખરા પણ પૂરા માની નહીં. માની તો આખો દહાડો તેમાં જ હોય. વેપારમાંય ના હોય.
લોભિયો લોભમાં જ હોય. આ રેલવેમાં બેસવાનું, વજન પરથી પૈસા લેવાના હોયને તો લોભિયો પાતળું થવાની ઇચ્છા રાખે. વજન પરથી ટિકિટના પૈસા લેતા હોય તો, ત્યાં સુધી લોભ. લોભ વસ્તુ શું ના કરે ? જો કે આવો કોઈ જગ્યાએ રિવાજ નથી.
પણ કોઈ કોઈ જગ્યાએ એવો રિવાજ છે. જૂનાગઢ ઉપર ચઢવું હોયને, તો આટલા કિલોવાળાને એટલા રૂપિયા ને આટલા કિલોવાળાને આટલા. ત્યાં આગળ લોભિયાને મનમાં ખૂંચ્યા કરે કે હાળું પાતળા હોત તો સારું થાત. ખૂંચ્યા વિના જાય નહીં એ. પૈસા આપવાના થાય ત્યાં એને ખેંચે, એ લોભના લક્ષણ !
કોઈ વિષયી તો આખો દહાડો વિષયમાં ને વિષયમાં જ રહ્યા કરે. કપટી હોય તે આખો દહાડો નિરંતર કપટમાં જ રમ્યા કરે.
આટલી જ જાગૃતિ આની મહીં આત્મામાં રાખવાની છે.
લોભ પણ માત હેતુવાળો !
તારે કઈ કઈ ગાંઠ છે, લોભની અને બીજી ? પ્રશ્નકર્તા : માન.