________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
વ્યવહાર
૧૫૯
ઉપલકતા પૈસા ! પ્રશ્નકર્તા : ધંધામાં લોકો ઉપલક પૈસા શા માટે કાઢે છે ?
દાદાશ્રી : અરે હું જ લેતો'તોને, ભઈ, મારી પાસે એવા બે-ત્રણ લાખ રૂપિયા હતા. બેતાળીસની સાલમાં મારી પાસે હતા. બે લાખ આવ્યા'તા. અહીં મારી ‘બીટકો એન્જિનિયરીંગ’ કંપની હતી. એગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટમાં બધા ચીપિયાબીપિયા એ બધું આપવાનો કંટ્રાક્ટ હતો. તેમાં લોખંડ વેચીએ તો પૈસા બધા ઓનના આવેલા.
પ્રશ્નકર્તા : એ જે ઉપલકના પૈસા લે તે ગુનો ના કહેવાય ?
દાદાશ્રી : શાનો ગુનો ? આ બધા ગુના છે, એ એમ જ બીવડાવ બીવડાવ કરે છે લોકો એમાં ગુનો શાનો તે ? આ તો સરકારે કાયદો કાઢ્યો એટલે આપણે ઉપલક કરવું પડ્યું. કાયદો જ ખોટો છે એ. એવો કાયદો જ ના હોવો જોઈએ કે કોઈને ઉપલક કરવું પડે. બધા વેપારીઓને ફરજિયાત ઉપલક કરવું પડે છે. કોઈ એક વેપારી બાકી નહીં એમાં.
ઇન્કમટેક્ષથી એવો ‘એ' રાખે છે કે લોકોને આવું કરવું જ પડે. નહીં તો એના હાથમાં શું રહે બિચારાના ? એટલે એ કંઈ ગુનો નથી. કોઈની પાસે ચોરી લેવું, એ કરવું, અગર તો સરકારનું દાણ ચોરી લેવું, એવું તેવું કોઈ હોય તો ખોટું કહેવાય.
૧૫૯
પૈસાનો વ્યવહાર આધીન જ થયાને, એ ‘વ્યવસ્થિત’ને આધીન તો ખરા જ ને ?
દાદાશ્રી : “વ્યવસ્થિત’ને આધીન જ થાય અને આ લોકો જ કરે છે તે ‘વ્યવસ્થિત’ને આધીન જ.
પ્રશ્નકર્તા : કાયદા કર્યા તે વ્યવસ્થિતને આધીન, પેલો પકડાય છે પણ વ્યવસ્થિતને આધીન, ખોટું કરે તેય ‘વ્યવસ્થિત'ને આધીન.
દાદાશ્રી : ‘વ્યવસ્થિત'ની બહાર કશું હોતું જ નથી. ચોર ચોરી કરે છે તે ‘વ્યવસ્થિત’ છે કારણ કે ચોરી ના કરે તો પેલાના પૈસા કોણ લઈ જાય ? ભગવાન જાતે લેવા આવે ? હું ! અને કોણ ચોર બને છે ? બધાને ચોર બનાવે છે ? ના. જેને ચોરી કરવાની ઇચ્છા છે તેને જ આ મેળ બેસાડી આપે.
બે નંબરનું નાણું કાયદેસર ! યુગાન્ડામાં તો એવો કાયદો સરકારે કાઢ્યો છે કે ભઈ, એક નંબરના નાણાનો વ્યવહાર જુદો અને બે નંબરના નાણાનો વ્યવહાર જુદો. એક નંબરના પૈસા બેન્કમાં જુદા જમા કરવાના. બે નંબરના પૈસા યે બેન્કમાં જુદા જમા કરવાના.
પ્રશ્નકર્તા : આ નવું સાંભળવા મળ્યું.
દાદાશ્રી : હા, પણ એવું જ હોય. કાયદેસર આવું જ હોવું જોઈએ. એ યુગાન્ડાની શોધખોળ બહુ સારી છે. બે નંબરની કિંમત, ભાવ ઓછો હોય. એનું વ્યાજેય ઓછું હોય પણ ચોપડામાં કામ લાગે નહીંને !
અને બધા ઇન્કમટેક્ષ ઓફિસરો જાણે કે આ બે નંબરના છે ને આ એક નંબરના છે. એને કરવાનું શું છે ? એનો ઉપાય સો તે ? એમનો છોકરો જ ધંધો કરતો હોય તે બે નંબર ને એક નંબર હોય ત્યાં. બધે આનું આ જ છે ને ! એનો શું ઉપાય બીજો !
પણ આ યુગાન્ડાવાળી શોધખોળ સારી. મને ગમી. બે નંબરનું નાણું અમારું, અને આ એક નંબરનું નાણું. તેય એ જ બેન્કમાં જમા કરાવવાનું. બંનેની
વાત સમજાવી, જ્ઞાત-દ્રષ્ટિએ ! પ્રશ્નકર્તા : પણ દાદા આજે આ બધા કાયદાઓ કર્યા અને આ બાજુ આવું ચાલે. આ બધું કેવી રીતે ગોઠવાય ?
દાદાશ્રી : બધું ગોઠવે. જે ગોઠવે એવું સાચું, પણ કાયદા ! એમાં ગોઠવવામાં રહોને તો આ બાજુનું કામ રહી જાય. અને આપણે તો આ જ્ઞાન લીધા પછી, એ ગુનો જ નથી ગણાતો. આપણે ત્યાં તો ગુનેગારને જોયા કરો, અપરાધીને !
પ્રશ્નકર્તા : આમ તો કાયદા જે થયા બધા એ કાયદાઓ ‘વ્યવસ્થિત'ને