________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
વ્યવહાર
૧૫૮
૧ ૫૮
પૈસાનો
વ્યવહાર
દાદાશ્રી : અને હું ગણ્યા વગર લઉં તે મારે સ્થિરતા હોય છે. મને કોઈના ઉપર શંકા આવે જ નહીં. મારી જબરજસ્ત સ્થિરતા. એ બાબતમાં શંકા રાખું જ નહીં. વિચારું જ નહીં. આ બાબત ગૉન કોઈ પણ રસ્તે, બીજે રસ્તે ગયું'તું. આ હોય, આપનારે લીધું નથી.
એટલે આ બધાને કહેલું કે ગણો. નહીં તો પછી તમારે તો વિચારમાં આવશે કે આ શું થયું ?
પ્રશ્નકર્તા : આ તો એક વાક્ય દાદા આવું બોલે છે અને બીજું વાક્ય આવું કેમ કહેતા હતા એટલે આ પ્રશ્ન પૂછ્યો.
દાદાશ્રી : એવું છેને, મારી દરેક બાબતમાં સ્થિરતા હોય અને તમારી સ્થિરતા હજુ ઉત્પન્ન થઈ નથી. ત્યાં સુધી ચેતજો.
અને આ શિખવાડું છું કે સ્થિરતા કઈ રીતે કરાય અને છોડી જ દેવાનું, ભાંજગડ જ નહીં કરવાની. ગુણાકાર કરવાથી કશું વળતું નથી ને નકામા આરોપ જાય છે. સતી ઉપર શંકા થઈ તો રહ્યું શું છે ? વચ્ચે સારા માણસ હોય ને શંકા જાય તો શું રહ્યું આપણું ? અને એ જ માણસ માટે, એને હોટલમાં લઈ જવાનો હોય તો બસ્સો રૂપિયા ખર્ચીએ અને સો રૂપિયા માટે શંકા કરીએ. કેટલી બધી ભૂલ કહેવાય ? હું ના કરું આવી ભૂલ, મેં નથી કરી જિંદગીમાં આવી ભૂલ.
પ્રશ્નકર્તા : પણ વ્યવહારમાં તો આવું બધું ઘણું થતું હોય છે.
દાદાશ્રી : એ જ હું આ વ્યવહાર નવો શિખવાડું છું. આ બધા હું વ્યવહાર જ શીખવું છું.
ખોટ ખાઈને વ્યવહાર દીપાવ્યો ! હું તો સોળ વર્ષનો હતો ને તોય લોકો શું કહેશે ? હું વડોદરા આવુંને તો મારું આ ગંજીફરાક લાવજો. કોઈ કહેશે મારી આ ટોપી લઈ આવજો, આટલા નંબરની. પણ હું જે લાવુંને, બાર આનાનું ગંજીફરાક લાવ્યો હોઉં, તે બે આના ઓછા લઈ, મેં કહ્યું કે આપણે છેતરાયા હોય અને આપણે માથે આરોપ આવે
કે બીજી જગ્યાએ દસ આને મળતું'તું. હવે બે આના છેતરાયા હોય, તોય લોકો કહેશે, બે આના ખાઈ ગયા. એના કરતાં આપણે બે આના ઓછા લઈ લો, પહેલેથી આવું ચેતીને ચાલું. કારણ કે પેલો આરોપ આપે એ ગમે નહીં. એના મનમાં શંકા પડે તેય ગમે નહીં. શંકા પડે એટલે પ્રેમ તૂટી ગયો. પ્રેમ જતો રહે. હું તે દહાડેય બે આના ઓછા લઉં. લોકો પાછા મારી જોડેવાળાં કહે, “કેવા માણસ છો તે, આવું હોય ? આપણે સાચા છીએ, બાર આનાના બાર આના લેવામાં વાંધો શું હતો ?” ત્યારે મેં કહ્યું, “ના, બા. કારણ કે બીજી જગ્યાએ આપણે છેતરાયા હોઈએ. હું તો ભલો માણસ.” પેલો કહે એટલે લઈ લઈએ. ખટપટિયો હોય તો વાંધો નહીં. આપણને તો ખટપટ આવડે નહીં.
સામાને રાજી થવા દીધાં ! મારે તો આ ધોતિયાનો જોટો લેવા જઉને, તો દરેક દુકાનદારે બબ્બે રૂપિયા વધારે લીધા હોય. ‘અંબાલાલભાઈ આવ્યા, અંબાલાલભાઈ આવ્યા.” એવું કહે અને આપુંય ખરો. દાનત જ જ્યારે બે રૂપિયા પડાવવાની છે તેથી રાજી થતો હોય તો શું વાંધો છે ? અને મન ભિખારી છે. મારું મન તો ભિખારી નથી થયું ને બે રૂપિયા માટે. એવો સ્વભાવ આ તો જાય નહીં. સ્વભાવ પડેલા મને તો ના ફાવે આવું. હું તો પહેલેથી ગણતરીબાજ માણસ એટલે મને આ ફાવે નહીં.
બીજાતી મુશ્કેલી નિવારવાનો ધંધો ! મેં આખી જિંદગી ધંધો કરેલો પણ ધંધાનો વિચાર મેં નથી કર્યો કોઈ દહાડો ! જે કોઈ ઘેર આવ્યોને, તેની જ વાત, કે ભઈ, તમારે કેમનું ચાલે છે, તમારે કેમનું ચાલે છે, પેલો કહેશે, “મારે નોકરી જતી રહી.' તો હું કહું કે સવારે ચિઠ્ઠી લખી આપું. ગાડું રાગે પાડી આપું. મારા ધંધા સંબંધી વાત નથી કરી.
પ્રશ્નકર્તા : ધંધા સંબંધી વાત નથી કરી છતાં ધંધો ચાલ્યો પાછો.
દાદાશ્રી : એ ચાલ્યા કરે. આ તમારી શી અડચણ છે, એ સાંભળવાની ટેવ, બહુ જાતના વેષ જોયા બધા.