________________
સેટીંગ બાકી છે.
પૈસાનો
વ્યવહાર
૧૫૩
૧ ૫૩
પૈસાનો
વ્યવહાર
જાણીતે છેતરાય તે મોક્ષે જાય ! તમે સારા માણસ છો ને તમે નહીં છેતરાવ તો બીજા કોણ છેતરાવાના છે? નાલાયક તો છેતરાય નહીં. એનું તો ‘સાપને ઘેર સાપ ગયો ને જીભ ચાટીને પાછો આવે’ એવું ! છેતરાય તે કંઈક આપણી ખાનદાની ત્યારે જ કહેવાયને આપણને આવો - પધારો કહે તો એનું પ્રિપેમેન્ટ હોય છે.
એટલે ‘લોભિયાથી છેતરાય’ એમ લખ્યું છે. કારણ કે છેતરાઈને મારે મોક્ષ જવું છે. હું અહીં આગળ પૈસા ભેગા કરવા નથી આવ્યો અને હું એમેય જાણું છું કે નિયમના આધીન છેતરે છે કે અનિયમથી ? એ હું જાણનારો છું એટલે વાંધો નહીં.
આમ છેતરાયેલા માતથી જ ! હું તો મૂળી માની સ્વભાવનો માણસ એટલે દુકાનમાં પેસું ત્યાંજ એ સમજી જાય કે અંબાલાલભાઈ આવ્યા છે. કંન્ટ્રાક્ટર ખરોને એટલે રોફવાળા ગણાય. અરે, તકિયા હલ મૂકી આપે ! ફલાણું મૂકી આપે, ‘શું કહો, શું ગમશે ?” કહેશે. ત્યારે મેં કહ્યું. ‘એક જોટો ધોતિયાનો અને બે-ત્રણ ખમીસનું કપડું લેવાનો વિચાર થયો એટલે આવ્યો છું', એટલે કાઢી આપે. તરત બિલ ફાડી આપે, “સાહેબ, પૈસા નહીં હોય તો ઘેરથી આવીને લઈ જશે.’ કહ્યું, “ના, છે મારી પાસે અત્યારે.’ તે આપણે પૈસા આપી દઈએ ને પૈસા ના હોય તો કહી દઈએ કે ઘરેથી લઈ જજો.
પણ હું જાણું કે આ ત્રણ રૂપિયા એણે જોટાના વધારે લીધા. પંદર રૂપિયાનો જોટો, પણ મારી પાસે ત્રણ રૂપિયા વધારે લીધા કારણ કે અમથા બધા આ તકિયા ને બધું આપતા હશે ?! એટલે હું જાણું કે આ બિચારાનો એનો સ્વભાવ જ એવો છે. તો હું એની જોડે કચકચ ક્યાં કરું કે, “આટલા બધા અઢાર રૂપિયા હોય ? આમ છે - તેમ છે ?’ હવે ત્યાં કચકચ કરનારો હોય તેને એ પંદર આપે. હું કચકચ ના કરું એટલે અઢાર રૂપિયા લે.
આ લોકોના નિયમ કેટલા સુંદર (!) છે ! આ તો બહુ સારા લોકો ! ફોરેનમાં આવા લોકો ના હોય. આ તો આપણું ઇન્ડિયન પઝલ કહેવાય. આ પઝલ એવું છે કે કોઈ સોલ્વ ના કરી શકે. એનું નામ ઇન્ડિયન પઝલ કહેવાય. ‘અલ્યા, સારા માણસ પાસેથી વધારે લેવાના ? ત્યારે કહે, ‘હા, બાકી નબળો માણસ તો વધારે આપે જ નહીંને !! હવે સારો માણસ લૂંટે નહીં, તો કોને લૂંટવા જોઈએ ?! અને લૂંટીનેય શું લઈ જવાના છે ? ત્રણ રૂપિયા. એટલા હારુ તો બેસો સાહેબ, બેસો સાહેબ, ચા મંગાવું કર્યા કરે. ત્યારે મેં કહ્યું, ‘હવે ચા પીવાની છોડી દીધી.” પીતો હઉં તોય કહું કે છોડી દીધી છે.
પણ હું છેતરાયેલો આખી જિંદગી. છેતરા છેતરા કરું. કોઈ બસ્સો રૂપિયા છેતરે, કોઈ પાંચસો રૂપિયા છેતરે. મારી આખી જિંદગી છેતરે એવો કોઈ મને મળ્યો નથી. છેતરવાની કંઈ હદ હોય છે. બાઉન્ડરી હોય છે. માટે છેતરવાનો આપણે નિયમ જ લેવો જોઈએ.
હું ઓળખું કે આ માની છે એટલે એને માન આપી અને આપણે આપણું કામ કાઢી લેવાનું.
અને લોભિયો હોય ત્યાં છેતરાવાનું થોડીવાર. એ આપણને છેતરે એટલે એ જાણે કે આપણું કામ થઈ ગયું. પણ આપણે તો ‘મને આ ધર્મ કરવા દે છે કે નહીં ?” એટલું જ જોવાનું, નહીં તો લોભિયાથી છેતરાય નહીં તો લોભિયો ધર્મ કરવા દે નહીં.
લોભિયાથી છેતરાયો એનું નામ જ ઊંચામાં ઊંચો માણસ. ત્યારે આપણા લોક શું કહે ? “એ મને છેતરી ગયો નથી. એનું શું ગજું છે ?” અલ્યા એનો છેતરવાનો ધંધો છે. એનો ધંધો કરવા દેને, ધંધો ચાલવા દેને ! તમારો ધંધો ક્યાં છેતરવાનો છે ? એના બિઝનેસને કંઈક હેલ્પ તો કરવી જ જોઈએને ? એનો બિઝનેસ ચાલતો હોય તેમાં હેલ્પ કરવી જોઈએ કે ના કરવી જોઈએ ?
પ્રશ્નકર્તા : હા હેલ્પ થવા દો.
દાદાશ્રી : એ બિઝનેસ એને કવા દે, હા. નહીં તો આપણને કોચ કોચ કર્યા કરશે.
હું ભોળપથી નહીં છેતરાયેલો. હું જાણું કે આ બધા મને છેતરી રહ્યા છે.