________________
સેટીંગ બાકી છે. વ્યવહાર
પૈસાનો
૧૫૪
૧ ૫૪
પૈસાનો
વ્યવહાર
હું જાણીને છેતરાઉં. ભોળપણથી છેતરાય એ ગાંડા કહેવાય. અમે ભોળા હોતા હોઈશું ? જે જાણને છેતરાય એ ભોળા હોય ?
આમ થયા ભગવાન ! પ્રશ્નકર્તા : કબીરજી કહે છે,
કબીર આપ ઠગાઈએ ઔર ઠગે ન કોઈ
આપ ઠગે સુખ ઉપજે, ઔર ઠગે દુ:ખ હોઈ. આ સિદ્ધાંત વાસ્તવિક રીતે કોઈ દુનિયાદારીને ગમતો નથી, તો એ યથાર્થ શું છે ?
દાદાશ્રી : આ વાણી સાચી છે. આખી જિંદગી સુધી અમે આ જ ધંધો માંડેલો. છેતરાઈને ભગવાન થયા છીએ. જુઓને આ અમે છેતરાઈને ભગવાન થયા. આ લોકોની જોડે છેતરા છેતરા કર્યા અને છેતરે એનો ગુણ માનું પાછો કે બહુ સારું થયું બા ! નહીં તો આપણે પાંચ હજાર રૂપિયા આપોને તોય કોઈ છેતરે નહીં. હું તમને પાંચ હજાર રૂપિયા આપું તોય તમે છેતરો નહીં. કહેશે હું આ જોખમદારી શું કરવા લઉં અને આ મૂરખા એમ ને એમ જોખમદારી લે છે, કોણ લે ? ફૂલિશ લોકો.
અમે' ભોળા ?
દાદાશ્રી : નાનપણથી મારે પ્રિન્સિપલ એ હતો કે સમજીને છેતરાવું. બાકી, મને મૂરખ બનાવી જાય અને છેતરી જાય એ વાતમાં માલ નથી.
આ સમજીને છેતરાવાથી શું થયું? બ્રેઈન ટોપ પર ગયું. મોટા મોટા જજોનું બ્રેઈન કામ ના કરે એવું કામ કરતું થઈ ગયું. જજ હોય છે એ પણ આમ તો સમજીને છેતરાયેલા અને સમજીને છેતરાવાથી બ્રેઈન ટોપ ઉપર પહોંચી જાય.
એટલે સમજીને છેતરાવાનું છે, પણ એ કોની જોડે સમજીને છેતરાવાનું છે? રોજનો જ વ્યવહાર જેની જોડે હોય એની જોડે અને બહાર કોઈની જોડે છેતરાવાનું, પણ સમજીને. પેલો જાણે કે મેં આમને છેતર્યા અને આપણે જાણીએ કે એ મૂરખ બન્યો.
ત્યારે પ્રગટ્યું આ અક્રમ વિજ્ઞાન ! તેથી કવિરાજે શું લખ્યું છે કે,
માનીને માન આપી, લોભિયાથી છેતરાય
સર્વનો અહમ્ પોષી, વીતરાગ ચાલી જાય.” અહમ્ પોષીને વીતરાગ ચાલ્યા જાય. એનો બિચારાનો અહમ્ પોષાય અને આપણો છૂટકારો થઈ ગયોને ! નહીં તોય રૂપિયા કાંઈ ઠેઠ આવવાના છે ?! એના કરતાં અહીં એમ ને એમ છેતરાઈને લોકોને લઈ લેવા દોને ! નહીં તો પાછળ લોક વારસદાર થશે, એટલે છેતરાવા દોને ! એને એ છેતરવા આવ્યો છે, તેને કંઈ આપણાથી ના કહેવાય છે ? છેતરવા આવ્યા તેનું મોટું શું કરવા દબાવીએ ?
અમે તો માકણને ય લોહી પીવા દેતા હતા કે અહીં આવ્યો છે તો હવે જમીને જા. કારણ કે મારી હોટલ એવી છે કે આ હોટલમાં કોઈને ય દુ:ખ આપવાનું નહીં. એ અમારો ધંધો ! એટલે માકણનેય જમાડ્યા છે. હવે ના જમાડીએ તો એમાં કંઈ આપણને સરકાર દંડ કરવાની છે ? ના. અમને તો આત્મા પ્રાપ્ત કરવો હતો. કાયમ ચોવીહાર, કાયમ કંદમૂળ ત્યાગ, કાયમ ગરમ પાણી એ બધું કરવામાં કંઈ બાકી રાખ્યું ન હતું ! ને ત્યારે જો પ્રગટ થયું, આખું
અમારા ભાગીદારે એક ફેરો મને કહ્યું કે, તમારા ભોળાપણનો લોકો લાભ ઉઠાવી જાય છે. ત્યારે મેં કહ્યું કે તમે મને ભોળા કહો છો માટે તમે જ ભોળા છો. ‘હું સમજીને છેતરાઉં છું.” ત્યારે એમણે કહ્યું કે હું આવું ફરી નહીં બોલું ?
હું જાણું કે આ બિચારાની મતિ આવી છે. એની દાનત આવી છે. માટે એને જવા દો. લેટ ગો કરોને ! આપણે કષાયથી મુક્ત થવા આવ્યા છીએ. આપણે કષાય ન થવા છેતરાઈએ છીએ એટલે ફરી હઉ છેતરાઈએ. સમજીને છેતરાવામાં મઝા ખરી કે નહીં ? સમજીને છેતરાવાવાળા ઓછા હોયને ?
પ્રશ્નકર્તા : હોય જ નહીં.