________________
પૈસાનો
વ્યવહાર
૧૫૨
૧ ૫૨
પૈસાનો
વ્યવહાર
લોભિયો તો શું કરે ? અપમાન થતું હોય એ સહન કરી લે, પણ લોભમાં ખોટ ના જવા દે. અપમાન થતું હોય તે સહન કરે. મને નાનપણમાં, હું પચ્ચીસ વર્ષનો હતો અને કોઈ અપમાન કરે તો લોભની ખોટ બધી નાખી દેવા હું તૈયાર. નામ દીધું તો કહી દઉં, ‘તારી વાત તું જાણું, તારે જે જોઈતું હોય એ લઈ જા', એટલે આ માનને માટે અને પેલાનું લોબને માટે, બસ એક ને એક ખૂણામાં બેસી ગયેલા હોય, પણ માનવાળો છૂટે. માનવાળાનું એવું ને કે, માનવાળાને સહુ કોઈ કહે કે શું છાતીઓ કાઢીને ફરો છો, આટલા બધા ?! માન ભોળું છે, માનનો સ્વભાવ ભોળો છે ને લોકોને ખબર પડે, “ઓહોહો, છાતી કાઢીને શું જોઈને ફરી છો ?!” તે ઊલટાં લોકો આવી ટકોર કરનારાં મળે અને લોભિયાની તો કોઈને ખબર ના પડે. અને પોતાને ય ખબર ના પડે કે આ દુકાન કઈ જાતની ચાલે છે, પોતાની જાગ્રતિ જ નથી હોતી.
પ્રશ્નકર્તા : લોભિયાને સહેજ જો ટર્ન કરી દઈએ તો ખૂબ પ્રગતિ કરી શકે ?
દાદાશ્રી : એ થવું મુશ્કેલ છે. માની ફરે, લોભી ફરવો મુશ્કેલ છે. લોભ તો બહુ મોટામાં મોટું આંધળાપણું છે. પોતાને, ધણીને ય ખબર ના પડે. અને માન તો ધણીને ખબર પડે, એટલે માન ભોળો છે ને લોભ ભોળો નથી.
માનીતી ગોઠવણી.... માની હોયને તે માનની જ ગોઠવણી કર્યા કરતો હોય, આખો દહાડોય ! જ્યારે જગાડો ત્યારે માનની ગોઠવણી, એને અપમાન કેમ ના થાય, અપમાન કેમ ના થાય, એના ભયમાં જ, એમાં ને એમાં જ, તકેદારી રહે. આ વગર કામની માથે પીડા લઈને ફર્યા કરે !
માત ખાતાં છેતરાય ! અમારે ઘેર તો ચાર ચાર ગાડીઓ પડી રહેતી, કારણ કે આવો પરગજુ માણસ કોણ મળે ? ‘આવો અંબાલાલભાઈ’ કહે એટલે ચાલ્યું ! આવા ભોળા માણસ કોણ મળે ? કશું બીજું ચા-પાણી નહીં કરો તોય ચાલશે. પણ ‘આવો
પધારો' કહ્યું કે બસ, બહુ થઈ ગયું ! જમવાનું નહીં કરે તોય ચાલશે. બે દહાડા ભૂખ્યો રહીશ, તારી ગાડીમાં આગલી સીટ પર મને બેસાડજે, પાછળ નહીં, એટલે પેલા લોકો આટલી સીટ રોકી જ રાખે. હવે આવું કરનારું કોણ મળે ?
માની બિચારા ભોળા હોય, એક માનને ખાતર બિચારા બધી રીતે છેતરાય. રાતે બાર વાગ્યે ઘેર આવે ને કહે કે, “અંબાલાલભાઈ સાહેબ છો કે ?” ભાઈ સાહેબ કહ્યું કે બહુ થઈ ગયું. એટલે માનીનો બીજા લોકો આવી રીતે લાભ ઊઠાવે ! પણ માનીને ફાયદો શો કરી આપે કે માનીને એવો ઊંચે ચઢાવે અને એને અફાળે કે ફરી માન બધું ભૂલી જાય. ઊંચે ચડ્યા પછી પડેને ? તે અમને રોજ ‘અંબાલાલભાઈ’ કહેતા હોય, અને એક દહાડો “અંબાલાલ’ કહે તો કડવું ઝેર જેવું લાગે !
આ માનને લઈને બધું ગૂંચાય છે, પણ માન સારું. માની માણસ થાય એ સારો. કારણ કે માની માણસને એમાં બીજો રોગ ના હોય. ફક્ત એને માન આપો કે ખુશ અને લોભિયા માણસને તો પોતાને ય ખબર ના પડે કે મારામાં લોભ છે. માન અને ક્રોધ બે ભોળા સ્વભાવના છે. તે લગ્નમાં જાય ને ‘આવો પધારો’ કરે કે તરત જ ખબર પડી જાય. એને કોઈક કહેશે કે શું કરવા છાતી કાઢો છો ?” અને લોભિયાને તો કોઈ કહેનારોય ના મળે !
ત્યાં અસર, તો લોભ ! લોભિયાની નિશાની શું ? આપણે પૂછીએ કે આ બે હીરા કોઈને આપ્યા પછી ના આવે તો તમને કશી અસર થાય ? ત્યારે કહેશે કે “એ તો થાય જ ને !” આ અસર થઈ એ જ લોભની નિશાની. બે હીરા આપે તેમાં નથી હાથને વાગ્યું, નથી અપમાન કર્યું. અપમાન કર્યું હોય તો તો માનને ઘા કર્યો કહેવાય. આ તો એવી કશી લેવાદેવા વગર હીરા આપ્યા છે. કોઈક કહેશે કે, “એને ગાળો ભાંડી અપમાન કર્યું હોય તે શી રીતે સહન થાય ?” તો આપણે જાણીએ કે સંસારી છે એટલે સહન ના થાય, પણ હીરા આપ્યા એમાં નથી દેહને વાગ્યું કે નથી લોહી નીકળ્યું. તો આ શું પજવે છે ? આ લોભ નામનો ગુણ જ એને કૈડે છે. પજવે છે.