________________
પૈસાનો
વ્યવહાર
૧૫ ૧
૧ ૫ ૧
પૈસાનો
વ્યવહાર
જાતની, ત્રણ હજારની લઈ આવે ! સાડીઓ તો ત્રણ હજારની, પાંચ હજારની. સાત હજારની હઉ મેં જોઈ ! બૈરીની કિંમત કે સાડીની કિંમત ! કારણ કે જે | કિંમતી માણસ હોય તે તો સાત હજારની પહેરે નહીં ઓછી કિંમતવાળા જ મોંઘી સાડીઓ પહેરે છે. બહુ એને રૂપાળું દેખાવું છેને ?! સાત હજારનીય સાડીઓ લોકો બનાવે છે. મને એક કારખાનામાં દેખાડવા લઈ ગયા હતા.
પ્રશ્નકર્તા : હા એ તો આપણે બહુ વર્ષે ઉપર પૈઠણી સાડી જોવા ગયા હતા. અત્યારે તો એની કિંમત પંદર હજાર થાય !
દાદાશ્રી : આ શ્રીમંતોના ચેનચાળા જ છેને ? એના કરાં ધન્યભાગ્ય કે રૂપિયા આપે એટલે વપરાય અને અડચણ ના પડે. એના જેવો ધનવાન કોઈ નહીં. જરૂર પૂરતા રૂપિયા આવે ને જરૂર પૂરતા જાય. પછી અડચણ ના પડવી જોઈએ. એનું નામ ધનવાન.
માતી ને લોભી !
તેવું બોલે, જેને બોલવાનું કોઈ બંધન નહીં. પછી એ ઘેરથી ઉપડે દુકાને “અલ્યા, આ નાના છોકરાને તે છેતરી લીધો ? આ આઠ આનાનું છે તેના બાર આના લીધા ?” ત્યારે શેઠ કહે, ‘હવે પાછું ના લેવાય. એ તો ગયું એ ગયું. એટલે પેલા પટેલ વધારે ચિઢાયા એટલે લોક ભેગું થયું. ત્યારે પેલો શેઠ હસવા માંડ્યો. પટેલ ગાળો જેમ જેમ ભાંડે તેમ પેલો હસે. ‘તમે જુઠ્ઠા, લુચ્ચા, બધા પૈસા લઈ જાવ છો લોકોના.” ત્યારે પેલો શેઠ આમ હસે, એટલે લોક શું જાણે કે આ શેઠ હસે છે અને આ વગર કામના કકળાટ કરે છે. એટલે આ આરોપી બન્યો, લોકોની દ્રષ્ટિમાં. લોભિયો હસે કે મને તો મારા ચાર આના મળી ગયા. એ છોને કકળાટ કરતો. એ કકળાટ કરે છે, પણ એની મેળે થાકશે એટલે જતો રહેશે. પણ તે હસે ઊલટો ! એટલે મેં અહીં મુંબઈના બજારમાં હસે એવા જોયેલા હતું. હવે ત્યાં કકળાટ કરીએ તો નકામું છે.
અને માની માણસ હોયને, આપણે તેને કહીએ તો એ કહે, ‘લે તારા બાર આના પાછા લઈ જા. અહીં બોલબોલ ના કરીશ. લે તારા પૈસા ને લાવ એ રમકડું પાછું’ એટલે માની હોય તરત નિકાલ આવે અને આ તો ફરી હાથમાં આવે નહીં. એનું નામ લોભી.
લોભી તો હસે ઊલટો. હસે એટલે આપણે જાણીએ કે જ્ઞાની જેવું હસે છે આ માણસ !
પ્રશ્નકર્તા: ઠંડક રાખીને વાત કરે. દાદાશ્રી : એમાં ઠંડક જ હોય. લોભ એકલા પૈસા ઉપર જ બીજું નહીં.
બન્ને પ્રકૃતિની ભિન્નતા ! હવે, શેઠાણી કહેશે કે સાંજે સાડી લાવવાની છે. ત્યારે પેલો શેઠ કહેશે, ‘આપણે છે એવી જ લઈ આવો, એથી આપણું બહાર ખોટું ના દેખાવું જોઈએ. લોકો પહેરે છે એવી આપણી સાડી જોઈએ.” ત્યારે વહુ કહે, ‘એ તો ગરીબો છે.” ત્યારે શેઠ કહે, “એ ગરીબ જેવી, એવી જ સાડી આપણને શોભે, નહીં તો આપણું ખોટું દેખાય અને આપણા ક્ષત્રિય લોકો તો વધારે પૈસા આવ્યા કે સાડી નવી
0
લોભિયો હોય એને માનતાનની કંઈ પડેલી ના હોય. કોઈ અપમાન કરે ને સો રૂપિયા આપી જાય તો કહેશે, આપણને સો રૂપિયા નફા સાથે કામ છેને. છો અપમાન કરશે તો ! એક ફેરો અપમાન કરી ગયો પણ આપણને ઘરમાં તો સો રૂપિયા નફાના આવ્યા ! એ લોભનું કારણ ! અને માનનું કારણ હોયને, તો એને પાંચસો રૂપિયા ખર્ચ થાય. પણ માન મળે તો બહુ થઈ ગયું, કહેશે.
તે માન અને લોભને લઈને આ જગત ઊભું રહ્યું કે માન જ્યાં નહીં ત્યાં લોભ છે લોભ નહીં ત્યાં માન છે. ઉઘાડું દીવા જેવું છેને ?!
કૃપાળુ દેવે લખ્યું છેને, આ જગતમાં માન ના હોત તો અહીં જ મોક્ષ થઈ જાય !
માત તો ભોળું ! માન છે ત્યાં સુધી લોભ ના કહેવાય, લોભ તો માનને બાજુએ મૂકે. લોભ બધાયને ઓગાળી જાય. માનનો પણ લોભ હોય.