________________
પૈસાનો
વ્યવહાર
૧૫
૧૫૦
પૈસાનો
વ્યવહાર
હથિયાર વાપરે છે આ કપટનું ! તે વિષયને વધુ ભોગવવાની લાલચ એ લોભ અને એ લોભ કરતાં જો કદી વચ્ચે કોઈ આડો આવે ત્યાં કપટ કરી નાખે. લોભનું રક્ષક છે કપટ અને માનનું રક્ષક ક્રોધ. એટલે ક્રોધ ગુરખો છે માનનો અને પેલો કપટ ગુરખો છે, એ લોબનો ગુરખો છે. મૂળ બે જ જણ. પણ બે એમના ગુરખા ! આ તો માન ને લોભ એ બે રક્ષક હોય જ નહીં, તો રક્ષક ક્યાંથી રહે ? રખા-બખા સાથે બધું ચાલ્યું જાય.
લોભ-માતની ખબર કેમવી પડે ? પ્રશ્નકર્તા : લોભ થયો, તેમ જોવું ને જાણવું, એમાં ડીટેઇલ્સમાં કઈ રીતે ઉતરવું ?
દાદાશ્રી : એ તો કેવો લોભ થયો છે એ શું ખબર પડે ? અને લોભ છે કે ક્રોધ છે તે શી રીતે ખબર પડે ? તને લોભ છે એ કઈ રીતે ખબર પડે ?
પ્રશ્નકર્તા : ધારો કે આપણે કંઈ વસ્તુ લઈએ અને પૈસા બચાવવાનો પ્રયત્ન કરીએ, એવી રીતે.
દાદાશ્રી : ના, એ લોભ ના કહેવાય. પ્રશ્નકર્તા : તો લોભ કોને કહેવાય ?
દાદાશ્રી : લોભવાળો તો ખાય નહીં, પીએ નહીં, લૂગડાં પહેરે નહીં અને પૈસા ભેગા કર કર કરે એનું નામ લોભ, તું તો ખઉં છું, પીઉં છું ખરો ? કપડાંબપડાં પહેરું છુંને ?
પ્રશ્નકર્તા : બરોબર. દાદાશ્રી : પછી શો વાંધો. પ્રશ્નકર્તા : માન થયું, એ કેવી રીતે ખબર પડે ?
દાદાશ્રી : આપણે આમ ‘જે જે' કરીએ એટલે તરત એના મોઢા ઉપર ખબર પડે. આ શરીર-બરીર ટાઈટ થયું કે તરત માલુમ પડે. અને પેલાએ ‘જે
જે' ના કર્યું તોય એને અસર થાય. ડીપ્રેશન આવી જાય, એ માને ખબર પડે તરત. અમને એવું તેવું ના થાય.
માત ત્યાં લોભ નહીં ! લોભિયો એકાંગી હોય. માનની બહુ ભાંજગડ ના હોય અને માનીને તો જરા અપમાન કરે તોય પાછું વેષ થાય ! એ લોભિયો તો કહેશે કે આજ તો બસ્સો મલ્યા, છોને ગાળો દે. તમારામાં લોભ ખરો કે ?
પ્રશ્નકર્તા : માન એ લોભ બંને !
દાદાશ્રી : માન ને લોભ છે, તે સારકાં છે. માન ને લોભ હોય ત્યાં સુધી લોભિયા ના કહેવાય. લોભ તો માનને બાજુએ મૂકતો હોય ત્યારે લોભ કહેવાય. લોભિયો તો કહેશે, ‘એને જે કહેવું હોય તે કહે, આપણને તો દસ મળી ગયાને !' અને જૂઠું બોલે, તદ્દન જૂઠું ! કારણ કે એને આ બધું લોભ કરાવડાવે છે, એની મહીંની લોભની ગાંઠો આ બધું કરાવડાવે છે.
એટલે લોભિયાને જગતના લોકો શું કહે ? નફફટ કહે. ત્યારે એ શું કહે, તું મને નફફટ કહે, પણ મને તો દસ મળ્યા છે. હું મારી મેળે ઘેર જઈને સૂઈ જઈશ, તારા તો દસ ગયાને !
લોભિયો હસે. હમેશાં લોભિયો હસે અને ક્રોધી કોણ થાય ? જે સાચો હોય તે ક્રોધી થાય. લોભિયો તો હસે ઊલટો !
લોભી ભાસે જ્ઞાતી સમ ! કોઈ લોભિયો શેઠ હોય, એની દુકાને આપણે છોકરાને મોકલીએ કે જા, આ લઈ આવ. એ રડતું હોય ને આપણાથી જાતે ના જવાય એવું હોય, ત્યારે આપણે એને કહીએ કેલે આ રૂપિયો તે પેલું લઈ આવ, જા. હવે આપણે જાણતા હોઈએ કે આઠ આનામાં આપે છે એ. હવે છોકરું લઈને આવ્યું, તે ચાર આના પાછું લાવ્યું. ‘અલ્યા બાર આના કોણે લીધા ?” ત્યારે એ કહે, ‘પેલા શેઠે લીધા.” ત્યારે આ ભાઈ શું બોલે ? “એ શું સમજે છે શેઠિયો ?” આ તો પટેલ ભઈ, ગમે