________________
પૈસાનો
વ્યવહાર
૧૪ ૯
૧૪૯
પૈસાનો
વ્યવહાર
ખા-પી ને ભેલાડી દે !' કહે છે.
વહુને ય છેતરે ! એવું છે ને આપણા લોકો તો પૈસા ખાતર મોટા મોટા સાહેબને છેતરે છે અને આ અમદાવાદના શેઠિયા તો બાઈસાહેબને છેતરે છે અને તે ખૂબ છેતરે છે. શેઠાણી જાત્રાએ જવા માટે વીસ હજાર રૂપિયા માંગતી હતી, તે શેઠ ચાર વર્ષ સુધી કહે કે મારી પાસે બેન્કમાં વીસ હજાર રૂપિયા આવ્યા જ નથી. હવે બેન્કમાં જુઓ તો પાંચ-પાંચ લાખ રૂપિયા પડ્યા રહેતા હતા. શેઠાણી વિશ્વાસુ બિચારી, જૂના જમાનાની, તે શેઠ કહે એમાં સાચું માને. આ તો શેઠાણીને છેતરે ! જેની જોડે રાતદહાડો રહેવાનું. વેપાર મહીં ભેગો, સોદો ભેગો, ત્યાંય પણ છેતરે ? હવે આને ક્યાં પહોંચી વળાય તે ?
શેઠાણી કહે, ‘મને વીસ હજાર આપો. મને જાત્રાએ જવા, હવે ત્યાં આપણી પાસે ના હોય તો એનું મન કચવાય. તે તો આપણી પાસે નથી એટલે કચવાય છે. પણ જે હોય એટલું તો આપી દઈએ આપણે. હોય એટલું આપવું જોઈએ કે ના આપવું જોઈએ ? બની શકે એટલું ‘એઝ ફાર એઝ પોસિબલ’ તમે શું કરો ?
આ તો બેભાનપણું છે તદ્દન ! એકલા પૈસાની પાછળ જ પડ્યા છે લોકો ! પૈસા, પૈસા, પૈસા !
એ છે હિંસક ભાવ ! પૈસા ભેગા ના કરાય. પરિગ્રહ કરે. પૈસા ભેગા કરવા એ હિંસા જ છે એટલે બીજાને દુ:ખ દે છે.
લોભમાં ય હિંસકભાવ રહેલો છે. લોભમાં હિંસકભાવ શું રહ્યો છે કે આપણી પાસે પૈસા આવે તે બીજા પાસેથી ઓછા થઈને આવેને ? ક્રોધ-માનમાયા-લોભ એ બધાં હિંસક છે. કપટ કર્યું એ હિંસકભાવ નહીં ? પણ એનું બિચારાનું પડાવી લેવા હારું કરો છો આવું ? એ બધા હિંસકભાવ છે.
લોભથી આ જગત ઊભું રહ્યું છે. તને જલેબી ભાવતી હોય, ને તને ત્રણ
મૂકે ને પેલાને ચાર મુકે, તો તને મનમાં ડખો થાય ! એ લોભ જ છે ! ત્રણ સાડીઓ હોય ને ચોથી લેવા જાય !
લોભથી ઊભો થયો સંસાર ! એક પણ સંયોગનો લોભ હોય ત્યાં સુધી સંસારમાં આવવું પડે છે, ત્યાં સુધી સંસારની રઝળપાટ ચાલુ રહે છે અને સંયોગોનો સ્વભાવ દુઃખદાયી છે. પણ સંયોગોનો લોભ છે ત્યાં સુધી સંસારમાં ભટકવું પડે.
છેવટે લોકોને કસાયનો લોભ ના હોય તો માનનો લોભ હોય. લોકોને લોભના માન કરતાં માનનો લોભ બહુ હોય, કારણ કે લોભનું માન નથી હોતું. એટલે માનનો લોભ બહુ હોય છે ! એ લોભ પણ હોય છેવટે, અને લોભથી સંયોગ ઊભો થાય. સંયોગ ઊભો થાય એટલે સંસાર ઊભો થઈ જાય !
માતતો રક્ષક ક્રોધ ! ક્રોધ-માન-માયા-લોભ છે. આમાં ક્રોધ અને માયા એ તો માન અને લોભના રક્ષકો છે. લોભનો ખરેખર રક્ષક માયા છે અને માનનું ખરેખર રક્ષક ક્રોધ. છતાંયે માનને માટે પછી માયા થોડીઘણી વપરાય. કપટ કરીને પણ માન મેળવી લે. લોભિયો ક્રોધી હોય નહીં અને એ ક્રોધ કરે ત્યારે જાણવું કે આને લોભમાં કંઈ અડચણ આવી છે, જેથી ક્રોધ કરે છે. બાકી લોભિયાને તો ગાળો ભાંડે ને તોયે એ તો શું કહેશે કે, “આપણને તો રૂપિયો મળી ગયોને, છોને બૂમાબૂમ કરતો.' લોભિયો એવો હોય. કારણ કે કપટ બધું રક્ષણ કરે જ.
પ્રશ્નકર્તા : ક્રોધ શા માટે કરે ?
દાદાશ્રી : ક્રોધ તો તો પોતાના માનને હરકત આવે ત્યારે ક્રોધ કરી લે. પોતાનું માન ઘવાતું હોય ત્યારે ક્રોધથી માનનું રક્ષણ કરે.
પ્રશ્નકર્તા : માયા એટલે કપટ એમ આપે કહ્યું, એટલે કેપટની અંદર જ વિષયો છે ?
દાદાશ્રી : ના, કપટની અંદર વિષયો એવું નથી, વિષયને ભોગવવા માટે