________________
પૈસાનો
વ્યવહાર
૧૪૬
૧૪૬
પૈસાનો
વ્યવહાર
વિચાર જ ના આવે. આ તો ગમે તેવા સમજદાર હોય પણ તૃપ્તિ ન હોવાથી વિષયોમાં ફસાઈ પડ્યા છે ! વીતરાગ ભગવાનનું વિજ્ઞાન એ તૃપ્તિ જ લાવનારું છે.
લોકો કહે છે, ‘હું ખાઉં છું” અલ્યા ભૂખ લાગી છે તેને હોલવે છેને ? આ પાણીની તરસ સારી, લક્ષ્મીની તરસ ભયંકર કહેવાય ! એની તૃપ્તિ ગમે તેવા પાણીથી ના છીએ. આ ઇચ્છા પૂરી થાય જ નહીં. સોતષ થાય પણ તૃપ્તિ ના થાય.
સાધનોમાં તૃપ્તિ માનવી એ મનોવિજ્ઞાન છે, ને સાધ્યમાં તૃપ્તિ માનવી એ આત્મવિજ્ઞાન છે.
લોભી અને કંજૂસ ! પ્રશ્નકર્તા : લોભિયો થોડો કંજૂસ પણ હોયને ?
દાદાશ્રી : ના, કંજૂસ એ પાછા જુદા, કંજૂસ તો એની પાસે પૈસા ના હોય, તેથી કંજૂસાઈ કરે છે અને લોભી તો ઘેર પચીસ હજાર રૂપિયા પડ્યા હોય, પણ કેમ કરીને આ ઘઉં-ચોખા સસ્તા પડશે, કેમ કરીને ધી સસ્તું પડશે એમ જ્યાં ને ત્યાં લોભમાં જ ચિત્ત હોય. માર્કેટમાં જાય તોય કઈ જગ્યાએ સસ્તી ઢગલી મળે છે એ જ ખોળ્યા કરતો હોય !
લોભિયો કોને કહેવાય કે જે દરેક બાબતમાં જાગ્રત હોય !
હવે આમાં બે જાતના હોય છે, પોતાની પાસે વસ્તુ ખૂટે છે, માટે કોઈકને ઘેરથી લાવતો હતો, ત્યારે એને લોભ ના કહેવાય. પોતાની પાસે બધી વસ્તુ છે, સાધન છે, બેન્કમાં થોડા રૂપિયા છે, તોયે આવું કરે. તેને લોભ કહેવાય ! ખૂટતી વસ્તુ હોય ને લઈ આવે એ તો સ્વાભાવિક વસ્તુ છે, એનો વાંધો નથી.
પ્રશ્નકર્તા : લોભિયો અને કંજૂસમાં ફેર શો ?
દાદાશ્રી : કંજૂસ ફક્ત લક્ષ્મીનો જ હોય, લોભિયો તો બધી જ બાજુએથી લોભમાં હોય. માનનો પણ લોભ કરે અને લક્ષ્મીનો ય કરે. આ લોભિયાને બધી જ દિશામાં લોભ હોય, તે બધું જ તાણી જાય.
અર્થશાસ્ત્રની સમજ, જ્ઞાતી થકી પ્રશ્નકર્તા : લોભિયો થવું કે કરકસરિયા થવું ? દાદાશ્રી : લોભિયા થવું એ ગુનો છે. કરકસરિયા થવું એ ગુનો નથી.
ઇકોનોમી” કોનું નામ ? ટાઈટ આવે ત્યારે ટાઈટ અને ઠંડુ આવે ત્યારે ઠંડું. હંમેશાં દેવું કરીને કાર્ય ન કરવું. દેવું કરીને વેપાર કરાય પણ મોજશોખ ના કરાય. દેવું કરીને ક્યારે ખવાય ? જ્યારે મરવા પડે ત્યારે. નહીં તો દેવું કરીને ઘી ના પીવાય.
પ્રશ્નકર્તા : દાદા, કંજૂસાઈ અને કરકસરમાં ફેર ખરો ?
દાદાશ્રી : હા, બહુ ફેર. હજાર રૂપિાય મહિને કમાતા હોય તો આઠસો રૂપિયાનો ખર્ચ રાખવો અને પાંચસો આવતા હોય તો ચારસોનો ખર્ચ રાખવો એનું નામ કરકસર. જ્યારે કંજૂસ ચારસોના ચારસો જ વાપરે, પછી ભલેને હજાર આવે કે બે હજાર આવે. એ ટેક્સીમાં ના જાય. કરકસર એ તો ઇકોનોમિક્સ - અર્થશાસ્ત્ર છે. એ તો ભવિષ્યની મુશ્કેલી ધ્યાનમાં રાખે. કંજૂસ માણસને દેખીને બીજાને ચીઢ ચઢે કે કંજૂસ છે. કરકસરિયા માણસને જોઈને ચીઢ ના ચઢે. જો કે કરકસર કે કંજસ એ રીલેટિવ છે. લાફા માણસને કરકસરિયો ય ના ગમે. આ બધો ડખો સંસારમાં ક્રાંતિની ભાષામાં રહેલો છે કે લાફા ના થવું જોઈએ, પણ કરકસરિયા માણસને ગમે તેટલું કહીએ તોય એ ના છોડે, અને પાજી માણસ કરકસર કરવા જાય તોય પાજી રહે, લાફાપણું કે કંજૂસપણું એ બધું સહજ સ્વભાવે છે. ગમે તેટલું કરે તોય વળે નહીં. પાકત ગુણો બધા જ સહજ ભાવે છે. છેવટે તો બધામાં જ નોર્માલિટી જોઈશે.
આ અમારા ગજવામાં પૈસા મૂકે તે તો આ ટેક્સી કે ગાડી એકલામાં જ વપરાય. નથી વાપરવું એમ પણ નથી અને વાપરવા છે એમ પણ નથી. એવું કશું જ નક્કી નહીં. નાણું વેડફી નાખવાનું ના હોય, જેવા સંયોગો આવે તેમ વપરાય.
આ દાદાય ઝીણા છે, કરકસરિયા ય છે અને લાફાય છે. પાકા લાફા છે,