________________
પૈસાનો
વ્યવહાર
૧૪૫
પૈસાનો
વ્યવહાર
દે, આ લોકો તો ! આપણા લોકો આબરૂ જવા ના દે. પછી જે થવું હોય તે થશે.
પ્રશ્નકર્તા : પણ સાઠ રૂપિયા ગયા તેનું શું ?
દાદાશ્રી : તેની ઉપાધિ અંદર કર્યા કરે છે. અને મનમાં શું ચિત કરે છે કે આ બધા જાય એટલે નોકરને ખૂબ ફટકારું. પછી ધ્યાન કરે આવું, કયું ધ્યાન ? નોકરને ખૂબ ફટકારું કહેશે. પેલી શેઠાણીય મનમાં કહેશે કે આ બધા જાય એટલે આલીએ. નોકરેય ફફડ ફફડ કરતો હોય ! હવે આ બધું સાઠ રૂપિયા ગયા એટલે થયું. પણ એક જૂનું માટલું તૂટી ગયું હોય ત્યારે શેઠ શું કહે ? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. કારણ કે એની વેલ્યુ નહીં ને બહુ ! સમજ પડીને ? એવું આ માટલા જેવી આની શી વેલ્યુ ! તે ‘મૂળ વસ્તુ’ જુએ ત્યારે આની વેલ્યુ. આની કિંમતે માટલા જેવી લાગે. આખું જગત માની બેઠું છે ને કિંમત બહુ માની બેઠું છે, નહીં ? આ માટલાની કિંમત બહુ માનેલી છે નહીં ?!
બહુ જાગ્રત હોય તે પ્યાલા ફૂટે તોય છે તે મહીં કકળાટ થાય. જરા જાડા કાગળનો હોય તેને ઓછા કકળાટ જાય કે ઝીણી હોય તેને ? પ્યાલો ફૂટે તો જાગ્રતને વધારે કકળાટ થાય છે ?
પ્રશ્નકર્તા : જાગ્રતને વધારે કકળાટ થાય.
દાદાશ્રી : એ તો અમે કહ્યું છેને પેલી બુદ્ધિ વધી એટલે બળાપો વધશે, કાઉન્ટર વેઈટમાં અને બુદ્ધિના બેલને શું ભાંજગડ ?
પ્રશ્નકર્તા : કશુંય નહિ.
દાદાશ્રી : કોઈ બે ગાળો ભાંડી ગયો ને ત્યાર પછી થોડીવાર પછી કહે, ‘હવે શું કરીશ ?” આજે હવે હમણે ખાઈને જરાક આરામ કરી લઉં, સૂઈ જઉં. અલ્યા, ભઈ, તને ઊંઘ આવશે ? ‘પેલી વાત ? એ તો ચાલ્યા જ કરે દુનિયા.” એ બાજુએ મૂકે, એ લોકો અને અક્કલવાળા માથા ઉપર લે. ‘લોડ’ માથા ઉપર લે !
લોભને એક જાતની જાગ્રતિ કહી છેને ? હા, બેફામપણું નથી એ, પણ એક બાજુ વહી ગયેલી જાગ્રતિ, એટલે સુખ ના આપે.
સંતોષ ક્યારે રહે ? લોભનો પ્રતિપક્ષ શબ્દ છે સંતોષ. પૂર્વભવમાં જ્ઞાન કંઈક થોડું ઘણું સમજ્યો હોય. આત્મજ્ઞાન નહિ, પણ જગતનું જ્ઞાન સમજયો હોય તેને સંતોષ ઉત્પન્ન થયેલો હોય અને જ્યાં સુધી આ ના સમજ્યો હોય ત્યાં સુધી એને લોભ રહ્યા કરે.
અનંત અવતાર સુધી પોતે ભોગવેલું હોય, તે એનો સંતોષ રહે કે હવે કશી ચીજ જોઈએ નહીં અને ના ભોવેલું હોય તેને કંઈ કંઈ જાતિના લોભ પેસી જાય. પછી આ ભોગવું, તે ભોગવું ને ફલાણું ભોગવું રહ્યા કરે.
આ સંતોષ શું છે ? પોતે ભોગવેલું હોય છે પહેલાં, એટલે એનો સંતોષ રહ્યા કરે.
મૂળ માલ, મહીં જ ! પ્રશ્નકર્તા : કેટલાક લોકોને તો લોકસંજ્ઞાએ બધું જોઈએ છે. કોઈની ગાડી જુએ એટલે એને પોતાનેય જોઈએ ?
દાદાશ્રી : એ લોકસંજ્ઞા ક્યારે ઉત્પન્ન થાય ? પોતે મહીં ધરાયેલો ના હોય ત્યારે. મને અત્યાર સુધી કોઈ સુખ લગાડનાર મળ્યો નથી ! નાનપણથી જ મને રેડિયો સરખો લાવવાની જરૂર પડી નહીં. આ બધા જીવતા જાગતા રેડિયો જ ફર્યા કરે છે ને ! મહીં લોભ પડ્યો હોય ત્યારે લોકસંજ્ઞા ભેગી થાય. સંતોષનો ખરો અર્થ જ સમતૃષ્ણા !
તૃષ્ણા, સંતોષ અને તૃપ્તિ ! સંસારનું ખાઈએ, પીએ, ભોગવીએ તેનાથી સંતોષ થાય, પણ તૃપ્તિ ના થાય. સંતોષમાંથી નવાં બીજ નંખાય, પણ તૃપ્તિ થઈ તો તૃષ્ણા ઊભી ના રહે, તૃષ્ણા તૂટી જાય. તૃપ્તિ અને સંતોષમાં ઘણો ફેર છે. સંતોષ તો બધાને થાય, પણ તૃપ્તિ તો કો'કને જ હોય. સંતોષમાં ફરી વિચાર આવે. દૂધપાક પીધા પછી તેનો સંતોષ થાય. પણ તેની ઇચ્છા ફરી રહે. આને સંતોષ કહેવાય. જ્યારે તૃપ્તિ તો ફરી ઇચ્છા જ ના થાય, એનો વિારેય ના આવે. તૃપ્તિવાળાને તો વિષયનો એક્ય