________________
પૈસાનો
વ્યવહાર
૧૪૪
૧ ૪૪
પૈસાનો
વ્યવહાર
દાદાશ્રી : મારું કહેવાનું કે એક તો હીરા ગયા એ ખોટ તો ગઈ અને ઉપરથી પાછું આર્તધ્યાન કરવાનું ? અને હીરા આપ્યા તે આપણે રાજી-ખુશી થઈને આપ્યા છે, તો પછી એનું કશું દુ:ખ હોય નહીં ?
પ્રશ્નકર્તા : લોભ હતો એટલે આપ્યાને ?
દાદાશ્રી : અને પાછો એ જ લોભ આર્તધ્યાન કરાવડાવે છે. એટલે આ બધું અજ્ઞાનતાને લઈને થાય છે, ત્યારે જ્ઞાનમાં કોઈ પ્રકૃતિ નડતી નથી. આત્માને સ્વભાવદશામાં કોઈ પ્રકૃતિ નડતી નથી. એટલે હીરા આપેલા તે ગયા તો ગયા, પણ રાત્રે ઊંઘવા ના દે પાછા. દસ દહાડા થઈ ગયા ને પેલો બરાબર જવાબ ના આપતો હોય તો ત્યાંથી જ ઊંઘવાનું બંધ થઈ જાય. કારણ કે પચાસ હજારના હીરા છે, પણ શેઠની મિલકત કેટલી ? પચ્ચીસ લાખની હોય. હવે એમાં પચાસ હજારના હીરા બાદ કરીને સાડીચોવીસ લાખની મિલકત નક્કી ના કરવી જોઈએ ? અમે તો એવું જ કરતા હતા. મારી આખી જિંદગીમાં મેં બસ એવું જ કર્યું છે !
જ્ઞાતીતી અદ્ભુત બોધકળા ! શેઠના હીરાના પૈસા ના આવ્યા હોય છતાં શેઠાણી કંઈ ચિંતા કરે ? ત્યારે શું એ ભાગીદાર નથી ? સરખા પાર્ટનરશિપમાં છે. હવે શેઠ કહે છે, “પેલાને હીરા આપ્યા, પણ એના પૈસા નથી આપતો.” ત્યારે શેઠાણી શું કહેશે કે, ‘બળ્યું, આપણા કર્યા હશે, તે નહીં આવવાના હોય તો નહીં આવે.' તોય શેઠના મનમાં થાય કે,
આ અણસમજણવાળા શું બોલી રહ્યા છે !' આ સમજણનો કોથળો ! પેલાએ પચાસ હજારના હીરાના રૂપિયા ના આપ્યા તો આપણે પચ્ચીસ લાખની મિલકતમાંથી પચાસ હજાર બાદ કરીને સાડીચોવીસ લાખની મિલકત નક્કી કરી નાખવી અને ત્રણ લાખની મિલકત હોય તો પચાસ બાદ કરીને અઢી લાખની મિલકત નક્કી કરી નાખવી.
પ્રશ્નકર્તા : એ સમાધાન લેવાની કેવી અજબની રીત છે. એકદમ તરત સમાધાન થઈ જાય.
દાદાશ્રી : એ તો નક્કી કરી નાખવાનું, સહેલો રસ્તો કરીને ! અઘરો રસ્તો કાઢીને શું કામ છે ?!
ખોટનો વેપાર કરે એનું નામ વણિક કેમ કહેવાય. ઘેર આપણા ભાગીદારને પૂછીએ, બૈરીને કે, “આ પચાસ હજારનું ગયું તો તમને કંઈ દુઃખ થાય છે ?” ત્યારે એ કહેશે, ‘ગયા માટે એ આપણા નથી. ત્યારે આપણે ના સમજીએ કે આ બઈ આટલી સમજણવાળી છે, હું એકલો જ અક્કલ વગરનો છું ?! અને બૈરીનું જ્ઞાન આપણે તરત પકડી લેવું પડેને ? એક ખોટ ગઈ તેને જવા દે પણ બીજી ખોટ ના ખાય. પણ આ તો ખોટ ગઈ તેની જ કાંણ માંડ્યા કરે ! અલ્યા, ગઈ તેની કોણ શું કરવા કરે છે ? ફરી હવે ના જાય તેની કાંણ કર. અમે તો ચોખ્ખું રાખેલું કે જેટલા ગયા એટલા બાદ કરીને મૂકી દો !
જુઓને, પચાસ હજારના હીરા પેલો લઈ જનારો નિરાંતે પહેરે અને અહીં આ શેઠ ચિંતા કર્યા કરે ! શેઠને પૂછીએ કે, ‘કેમ કંઈ ઉદાસીન દેખાવ છો ?” ત્યારે એ કહેશે, “કંઈ નહીં, કંઈ નહીં, કંઈ નહીં આ તો જરા તબિયત બરોબર ઠીક નથી રહેતી.” ત્યાં ઊંધા લોચા વાળે ! અલ્યા, સાચું રડને કે, ‘ભઈ, આ પચાસ હજારના હીરા આપ્યા છે તેના પૈસા આવ્યા નથી, તેની ચિંતા મને થયા કરે છે, આમ સાચું કહીએ તો એનો ઉપાય જડે ! આ તો સારું રડે નહીં અને ગુંચાઈ ગુંચાઈને લોચા જ વાળ વાળ કરે !
પ્યાલા ફૂટ્યા ત્યાં !
આપણે કો'કને ત્યાં ગયા અને નોકર વીસ કપ ચા લઈને આવે અને એના હાથમાંડી પડી જાય એટલે પેલાને, જેને ત્યાં ગયા હોઈએ તેને મહીં આત્મા ફૂટી જાય ! શાથી ફૂટી જાય ?
પ્રશ્નકર્તા : એની ચા જાય, એના પૈસા જાય, એને ટાઈમ જાય, જેને પાવાના હોય ઈ જાય !
દાદાશ્રી : ના, એ જાગ્ર ખરોને ! વીસ કપ એટલે વીસ તેરી સાઠ રૂપિયા ગયા અને ચા તો મૂઈ, પણ સાઠ રૂપિયાનું પાણી કર્યું આણે !
પ્રશ્નકર્તા : ચા પીવડાવીને સ્વાગત ના કરી શક્યો. દાદાશ્રી : ના, એ ફરી પીવડાવે. એ છોડે નહીં ! એટલે આબરૂ જવા ના