________________
પૈસાનો
વ્યવહાર
૧૪૩
૧૪૩
પૈસાનો
વ્યવહાર
ઉંદરડા ખાઈ જાય અને ઉંદરડાનું બિલાડી ખાઈ જાય.
એ સંધરી સંઘરાય નહીં ! લક્ષ્મી ભેગી કરવાની ઇચ્છા વગર ભેગું કરવું. લક્ષ્મી આવતી હોય તો અટકાવવી નહીં અને ના આવતી હોય તો ખોતરવી નહીં.
લક્ષ્મીજી તો એની મેળે આવવા માટે બંધાયેલી જ છે. અને આપણી સંઘરી સંઘરાય નહીં કે આજે સંઘરી રાખીએ તો પચ્ચીસ વર્ષ પછી છોડી પૈણાવતી વખતે, તે દહાડા સુધી રાખશે; એ વાતમાં માલ નથી અને એવું કોઈ માને તો એ બધી વાત ખોટી છે. એ તો તે દહાડે જે આવે તે જ સાચું. ફ્રેશ હોવું જોઈએ.
માટે આવતી વસ્તુ બધી વાપરવી, ફેંકી ના દેવી. સદ્દસ્તે વાપરવી, અને બહુ ભેગી કરવાની ઇચ્છાઓ રાખવી નહીં. ભેગી કરવાનો એક નિયમ હોય કે ભઈ, આપણી મૂડીમાં અમુક પ્રમાણમાં તો જોઈએ. જેને મૂડી કહેવામાં આવે, એટલી મૂડી રાખી અને પછી બાકીનું યોગ્ય જગ્યાએ વાપરવું. લક્ષ્મી નાંખી દેવાય
રાતદા'ડો કીડીઓ જ જોઈએ છીએને !' મેં કહ્યું, ‘સવારમાં ચાર વાગ્યે ચા પીતો હોઉને તે ઘડીએ હું તપાસ કરું કે ખાંડનો દાણો બહાર પડ્યો હોય તો ત્યાં આગળ કીડીઓ ચાર વાગે ક્યાંકથી આવીને ખાંડનો દાણો લઈને ચાલતી જ પકડી લે ! અરે, તું શું કરવા વહેલી ઊઠે છે ? તારે છોડીઓ નથી, તારે પૈમવાનું નથી, આટલી ભાંજગડ શા હારુ તારે ? શું જોઈએ છે ? તું ભૂખી છે ? ના, એ ખાંડ પાછી પોતે નહીં ખાવાની. એ તો ત્યાં જઈને સ્ટોરમાં મૂકી આવવાની. તે સ્ટોરમાં બધું હોય. બાજરી હોય, ચોખા હોય, ખાંડ હોય, બધું ભેગું હોય તે આટલો બધો સ્ટોક હોય ! ત્યાં મૂકી આવે. બધું ભેગું કર કર કર્યા કરે. જો જીવડાની પાંખ હોય તોય બધી કીડીઓ ભેગા થઈને તાણી જાય. લોભિયાનું સરવૈયું શું ? ભેળું કરે. તે પંદર વરસ ચાલે એટલું કીડી ભેળું કરે. તેને ભેળું કરવાની એક જ તન્મયતા. એમાં કોઈ વચ્ચે આવે તો કરડીને મરી ફીટે.
કીડીઓને કોણ દોડાડે ? દાદાશ્રી : આટલું વહેલું આ કીડીઓને કોણ ઉઠાડતું હશે ? પ્રશ્નકર્તા એનો સ્વભાવ જ છે એવો.
દાદાશ્રી : આ બધાનાં જાનવરોને, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય સુધી બધામાં વધારેમાં વધારે લોભી હોય તો કીડી. એ તો લોભ જગાડે. થોડીવાર સૂઈ જાય, પણ એનો લોભ એને જગાડે. તે આ ખાંડ લઈને પાછું એમ ને એમ નહીં મૂકવાનું. મૂકી ગયા બદલનો એક ડંખ મારીને મૂકી દે. પછી ભવિષ્યમાં કામ લાગશે એ હિસાબે ! લોભિયો ભવિષ્યના હારુ બધું ભેગું કરે. તે બહુ ભેગું થાય એટલે પછી બે મોટા મોટા ઉંદર પેસી જાય ને બધું સાફ કરી જાય ! જો પેલા પચીસ લાખનો એક ઉંદર પેસી ગયોને ! એટલે અમે લોકોને શિખવાડીએ, ઉંદરડા પેસી જશે. માટે તું ચેત ને ! અમે નથી કહેતા કે તું આ પુસ્તક માટે આપ, પણ ગમે ત્યાં આપ. કંઈક તારે જોડે લઈ જવાનું કર. નહીં તો ઉંદરડા ખાઈ જાય કે ના ખાઈ જાય ! એ કંઈ શરમ રાખે કે આ બિચારાને હરકત થશે ? જ્યાં લોભિયા હોય ત્યાં ધૂતારા હોય જ. એની મેળે જ હોય. ભગવાનને રાગે પાડવા ના આવવું પડે. ગોઠવાયેલો જ ક્રમ હોય. કીડીઓનું
નહીં.
પણ જો લોભિયો ભેગું કરવા માંડેને, તો એને ત્યાં છોકરા એક બે એવા દારૂડિયા પાકે કે એનું નામ તો નીકળી જાય, નીકળી જાય, પણ એનું આખું ઘરબાર બધું ઊડી જાય.
એવું આ જગત છે. માટે સંઘરો કરશો તો કોઈ ખાનારો મળી રહે છે, એનો ફ્રેશ ફ્રેશ ઉપયોગ કરો. જેમ શાકભાજીને સંઘરી રાખે તો શું થાય ? એવું લક્ષ્મીજીનો ફ્રેશ ફ્રેશ ઉપયોગ કરો અને લક્ષ્મીજીનો દુરુપયોગ કરવો એ મહાગુનો છે.
નુકસાન થાય તો ? દાદાશ્રી : અત્યારે કોઈ શેઠ હોય ને એની પાસેથી બે હીરા કોઈ લઈ ગયો અને ‘દસ દહાડે પૈસા આપીશ” એમ કહ્યું, પછી છ મહિના, બાર મહિના સુધી પૈસા ના આપે તો શું થાય ? શેઠને કશી અસર થાય ખરી ?
પ્રશ્નકર્તા : મારા પૈસા ગયા એવું થાય.