________________
પૈસાનો
વ્યવહાર
૧૪૨
૧૪૨
પૈસાનો
વ્યવહાર
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : આ તો પૈસા ભેગા કરવાની ઇચ્છા માણસને શાથી થાય છે ? કંઈ પણ ચેન ના પડે એટલે, ગમે તે બાજુ ઢળી પડે. પૈસામાં પડી રહે, વિષયોમાં ઢળી પડે. જો આવો જ્ઞાનનો આનંદ હોયને, તો તૃપ્તિ જ હોય એને. પછી ક્રોધમાન-માયા-લોભ રહે જ નહીં એને. આ તો આનંદ ના હોવાથી જ બિચારા લક્ષ્મી તરફ ઢળી પડ્યા છે, સ્વરૂપનું “જ્ઞાન” થાય ત્યાર પછી જ લોભ જાય.
લોભી પ્રકૃતિ ! જે વસ્તુ પ્રિય થઈ પડી હોય તેના તાનમાં ને તાનમાં રહેવું તેનું નામ લોભ. એ મળે તોય સંતોષ ના થાય ! લોભિયો તો સવારમાં ઊડ્યો ત્યાંથી રાત્રે આંખ મીંચાય ત્યાં સુધી લોભમાં હોય. એનું નામ લોભિયો. સવારમાં ઊઠ્યો ત્યારથી ગાંઠ જેમ દેખાડે તેમ એ ફર્યા કરે. લોભિયો હસવામાં ય વખત ના બગાડે. આખો દહાડો લોભમાં જ હોય. માર્કેટમાં પેઠો ત્યાંથી લોભ. જો લોભ, લોભ, લોભ, લોભ ! વગર કામનો આખો દહાડો આમ ફર્યા કરે. લોભિયો શાકમાકેર્ટમાં જાય તો એને ખબર હોય કે આ બાજુ બધું મોંઘું શાક હોય અને આ બાજુ સસ્તી ઢગલીઓ વેચાય છે. તે પછી સસ્તી ઢગલીઓ ખોળી કાઢે ને રોજ એ બાજુ જ શાક લેવા જાય.
પ્રશ્નકર્તા : એ સતું શાક લેવા જાય, એમાં જ ફસાય જ ને ?
દાદાશ્રી : ના, એ તો લોભિયો ના હોય તે ફસાય. લોભિયો તો પેલાની પાસેથી વધુ લઈ લે ને આવતો રહે. જે લોભિયો ના હોય તે જ સસ્તુ લેવા જાય તો ફસાય. લોભિયો ફસાય જ નહીં.
પ્રશ્નકર્તા : પણ કોઈ ફેરો ફસાઈ જાયને ?
દાદાશ્રી : એ તો લોભિયો ઠગાય ખરો. પણ ધૂતારા એમને મળે ત્યારે. એમને કોઈક ફેરો ધૂતારો મળી જાય.
જ્યાં જાય ત્યાં ખોળે સસ્તુ ! લોભિયો માર્કેટમાં જાય ત્યારે લોભની ગાંઠ એને દેખાડે કે આ બાજુ
શેઠિયાઓ માટે મોઘું શાક છે ને આ બાજુ ગલીમાં સસ્તી ઢગલીઓ મળે છે. તે ત્યાં એને લઈ જાય ! લોભની ગાંઠ એને ફેરવ્યા કરે. સસ્તુ ક્યાં આગળ મળે છે તે ખોળી કાઢે. ધંધો જ એ એનો ! જ્યાં જાય ત્યાં દુકાને જાય તો પાન ક્યાં સસ્તુ મળે છે એ ખોળી કાઢે. એને પાન ખાવાની ટેવ હોયને, તો રસ્તામાં સસ્તુ
ક્યાં મળે છે, ચા પીવાની સસ્તામાં સસ્તી ક્યાં મળે, અને સારી પાછી, સારી અને સસ્તી ! એની શોધખોળ હોય બધી. શાકભાજી કે સારી અને સસ્તી ખોળી કાઢે. ક્યાં વધારે સસ્તાં દાતણ મળે ? ત્યાંથી લઈ આવે એનું નામ લોભિયો.
બાકી લોભિયાને, બસ એ લોભમાં જ વૃત્તિ. જન્મ્યો ત્યાંથી સ્કૂલમાં જાય, ત્યાંય લોભ, સંડાસમાં જાય ત્યાંય લોભ ! જ્યાં જાય ત્યાંય એને લોભ જ હોય.
પ્રશ્નકર્તા : સંડાસમાં કેવી રીતે લોભ કરે ? દાદાશ્રી : ત્યાં પાણી બધું ઓછું વાપરે. એટલે ધંધામાં એને લોભ હોય. એ લોભગ્રંથિ એની !
એ જન્મથી એને લોભ હોય. જો તમે સાબુથી નહાવા ગયા હોયને, તો નાહીને બહાર આવ્યા પછી એ જુએ કે કેટલો સાબુ ઘસી નાખ્યો.
હરેક બાબતમાં જાગૃતિ એની લોભમાં હોય. તેને આ દીવાસળી બે સળગાવવી ના પડે, એટલે આમ હાથે ઘસ ઘસ કરે. તે એક જ દીવાસળીથી પતાવે ! એટલે હરેક બાબતમાં જાગૃતિ !
એ જન્મ્યો ત્યારથી લોભમાં જ વૃત્તિ હોય. એમાં ને એમાં ચિત્ત હોય. એ ત્યાં આગળ સ્મશાનમાં જાય ત્યારે એનો લોભનો આંકડો પૂરો થાય ! એ લિંક હોય છે આખીયે. આપણે જ્યારે જગાડીએને, ત્યારે એ લોભમાં જ હોય. જાગ્યો કે લોભમાં !
લોભિયાતું સરવૈયું ! આ કીડીઓ હોય છેને, એ કીડીઓને લોભ બહુ જબરજસ્ત હોય. એક ભાઈને મેં કહ્યું, ‘કીડીઓ તમે જોઈ નથી શું ?” ત્યારે એ કહે, ‘જોઈ છેને.