________________
પૈસાનો
વ્યવહાર
૧૪૬
૧૪૧
પૈસાનો
વ્યવહાર
પ્રશ્નકર્તા : તો એક ઉઠાવવું પડે.
દાદાશ્રી : એટલે કેમ શાંતિ ખોળવી તે તો આપણને રસ્તો આવડવો જોઈએ ને ? ઓછા પરિગ્રહ, ઓછી ભાંજગડ ! મહીં શાંતિ જ હોય પછી શું ? પરિગ્રહ, સોફાસેટ ને કશું રાખ્યું નથી ને ?
પ્રશ્નકર્તા : આજકાલ રાખવું જ પડેને.
દાદાશ્રી : અને પલંગો-બલંગો, સોફા-બોફા; અને પછી બાબાએ જો ચીરો મેલ્યો સોફાસેટ ઉપર, તે કકળાટ પછી ! આપણે જે પરિગ્રહ રાખીએ એ પરિગ્રહ ખોવાઈ જાય, બળી જાય, ચોરાઈ જાય, તોય એના ઉપર અશાંતિ ના થાય, દુઃખ ના થાય, એટલો જ પરિગ્રહ રાખવો. સોફાસેટ લાવ્યા એટલે આપણે જાણીએ કે સોફા કાપવાનો જ છે, એમ માનીને જ છોકરાંને કહી દેવાનું કે, ‘ભઈ, તમે તમારે આને કાપશો નહિ.” એટલું કહી દેવાનું તમારે. અને પછી કાપે ત્યારે બુમ નહીં પાડવાની. અમે જાણીએ કે કાપવાના જ છે. આ તો કકળાટ માંડે પાછો. અને જીવન જ ખોઈ નાખ્યું છે. જીવન જીવવા જેવું છે. આ તો !
લોભથી ખડો સંસાર
સ્માતમાં ય પાથરી પથારી ?
પરિગ્રહ, પમાડે અશાંતિ ! પ્રશ્નકર્તા: સંસારિક માણસને શાંતિ મળી શકે એવું કંઈક આધ્યાત્મિક જ્ઞાન, સમજ આપો.
દાદાશ્રી : સંસારિક માણસને શાંતિ જ હોય છેને ? એને ક્યારે અશાંતિ હોય છે ? પૈણેલો નથી તેને અશાંતિ હોય છે. પૈણેલા માણસને શાંતિ જ હોય છેને ?
પ્રશ્નકર્તા : આધ્યાત્મિક શાંતિ મળી શકે, સંસારમાં રહીને ?
દાદાશ્રી: આધ્યાત્મિક શાંતિ જુદી જાતની હોય ? શાંતિ એક જ પ્રકારની હોય.
લોક પૈસાની પાછળ જ પડ્યા છે કે ક્યાંથી પૈસો લેવો ?! અલ્યા, આ સ્મશાનમાં શેના પૈસા ખોળો છો ? આ તો સમશાન થઈ ગયું છે. પ્રેમ જેવું કશું દેખાતું નથી, ખાવાપીવામાં ચિત્તનાં ઠેકાણાં નથી, લૂગડાં પહેરવાનું ઠેકાણું નથી, જણસો પહેરવાનું ઠેકાણું નથી, કશામાં બરકત ના રહી. આ કઈ જાતનું આવું ક્યાં સુધી ચાલશે ? આ કઈ જાતની જીવાત પાકી એ જ સમજાતું નથી ! આખો દહાડો પૈસા, પૈસા ને પૈસાની પાછળ જ ! ને પૈસો કુદરતી રીતે આવવાનો છે. એનો રસ્તો કુદરતી રીતે છે. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિય એવિડન્સ છે, તેની પાછળ આપણે પડવાની શી જરૂર ? એ જ આપણને મુક્ત કરે તો બહુ સારુને બાપ !
આતંદના અભાવે અંધારું ! દાદાશ્રી : હવે પૈસા ભેગા કરવાની ઇચ્છા થતી નથી ને ?
પ્રશ્નકર્તા : પણ શાંતિ મેળવવાના કંઈક રસ્તાઓ ?
દાદાશ્રી : શાંતિ તો આપણે આ સાંજે સૂઈ જવા માટે નવ ગોદડાં પાથરીએ તો નવને આપણે પાથરવાં પડે ને નવને આપણે ઉઠાવવાં પડે. અને એક પાથરીએ તો ?