________________
પૈસાનો
પેમેન્ટે ય કેશ કહેવાય છે.
વ્યવહાર
૧૪૦
અટકે અંતરાય કેમ કરીતે ?
ઑફિસમાં પરમિટ લેવા ગયા, પણ સાહેબે ના આપી તો મનમાં એમ થાય કે, ‘સાહેબ નાલાયક છે, આમ છે, તેમ છે.' હવે આનું ફળ શું આવશે તે જાણતો નથી. માટે આ ભાવ ફેરવી નાખવો, પ્રતિક્રમણ કરી નાખવું. એને અમે જાગૃતિ કહીએ છીએ.
આ સંસારમાં અંતરાય કેવી રીતે પડે છે તે તમને સમજાવું. તમે જે ઑફિસમાં નોકરી કરતા હો ત્યાં તમારા ‘આસિસ્ટન્ટ’ને અક્કલ વગરના કહો, એ તમારી અક્કલ પર અંતરાડ પડ્યો ! બોલો, હવે આ અંતરાયથી આખું જગત ફસાઈ ફસાઈને આ મનુષ્યજન્મ એળે ખોઈ નાખે છે ! તમને ‘રાઈટ’ જ નથી સામાને અક્કલ વગરનો કહેવાનો. તમે આવું બોલો એટલે સામો પણ અવળું બોલે, તે એનેય અંતરાય પડે ! બોલો હવે, આ અંતરાયમાં જગત શી રીતે અટકે ? કોઈને તમે નાલાયક કહો તો તમારી લાયકાત ઉપર અંતરાય પડે છે ! તમે આનું તરત જ પ્રતિક્રમણ કરો તો એ અંતરાય પડતાં પહેલાં ધોવાઈ જાય. અંડરહેન્ડને ટૈડકાવ્યા તેનાં પ્રતિક્રમણ !
પ્રશ્નકર્તા : નોકરીની ફરજો બજાવતાં મેં બહુ કડકાઈથી લોકોનાં અપમાન કરેલાં, ધૂતકારી કાઢેલાં.
દાદાશ્રી : એ બધાનું પ્રતિક્રમણ કરવાનું. એમાં તમારો ખરાબ ઈરાદો નહીં, તમારે પોતાને માટે નહીં, સરકારને માટે. એ સિન્સીયારિટી કહેવાય.
પ્રશ્નકર્તા : એ હિસાબે હું બહુ ખરાબ માણસ હતો, ઘણાને તો દુઃખ થયું હશેને ?
દાદાશ્રી : એ તો તમારે ભેગું પ્રતિક્રમણ કરવાનું, કે મારા આ સ્વભાવથી લઈને, કડક સ્વભાવને લઈને જે જે દોષ થયા તેની ક્ષમા માગું છું, એ જુદું જુદું નહીં કરવાનું.
૧૪૮૦
પૈસાનો
પ્રશ્નકર્તા : જાણું પ્રતિક્રમણ કરવાનું.
દાદાશ્રી : હા, તમારે આવું કરવાનું કે આ મારા સ્વભાવથી લઈને સરકારનું કામ કરવામાં, જે જે દોષો, લોકોને દુઃખ થાય એવું કર્યું છે એની ક્ષમા માગું છું. એવું રોજ બોલવું.
વ્યવહાર
દેણદારને ઉપરથી ચૂકવ્યા !
મેં એક ફેરો જ્ઞાન થયા પછી ઇનામ કાઢ્યું હતું કે, મને એક ધોલ મારે તેને પાંચસો રૂપિયા મારે ઇનામ આપવા. ત્યાર પછી મેં લોકોને સમજણ પાડી કે, ‘અલ્યા ! ભીડવાળો હોય તો કોઈની પાસે સો રૂપિયા ઉછીના ખોળવા જવા, એના કરતાં અહીં આવીને લઈ જજેને પાંચસો રૂપિયા !’ ‘આ શું બોલ્યા ?! તમને ધોલ મારીને અમારી શી દશા થાય ?!' એટલે કોઈ મફત ધોલ આપનાર નથી અને મફત આપનાર હોય તો આપણે ઉપકાર માનવો કે ઓહોહો ! આજે જે પૈસા આપ્યું નથી મળતું, તે આ મળ્યું. તેનો ગુણ કેટલો બધો હશે, નહીં ?! પ્રશ્નકર્તા : બહુ
દાદાશ્રી : ના માનવો જોઈએ ? પૈસા આપતાંય ના મળે. કોઈ ખોટું કરે નહીં. ખોટું કરવાનો અહંકાર કરે, ના ભઈ હું શું કરવા કરું ? હું શું કરવા બંધનમાં આવું ? આ તો એનું ખોટું કરેલું છે એનું પરિણામ આપે છે લોકો, સામાએ કર્યું છે એનું ફળ આપે છે.
܀
પોલીસવાળાને ચોરને મારવાનું સારું લાગતું હશે ? પણ એના નિમિત્તે ફળ મળે છે એને. અને પોલીસવાળોય ખુશ થાય મહીં, આમ આવડી આવડી ચોપડે.
કારણ કે ઇગોઈઝમ છે એની પાછળ !
܀