________________
પૈસાનો
વ્યવહાર
૧૪ ૭
૧૪ ૭
પૈસાનો
વ્યવહાર
નથી. પ્રયત્ન ભલે ચાલુ રહ્યા. ભાવનાથી શું થાય ? પૈસા હું ખેંચી લઉં તો પેલાને ભાગે રહે નહીં પછી. એનો અર્થ એટલો કે હું ક્વોટા પડાવી લઉં એટલે પેલાને ભાગે રહે નહીં. એટલે જે કુદરતી ક્વોટા નિર્માણ થયો છે, તેને જ આપણે રહેવા દોને ! લોભનો અર્થ શું ? બીજાનું પડાવી લેવું. વળી કમાવાની ભાવના કરવાની જરૂર જ શું ? મરવાનું છે તેને મારવાની ભાવના કરવાની જરૂર શું ? એવું હું કહેવા માગું છું. આ તો લોકોનાં ઘણાં પાપ થતાં અટકી જાય એવું હું કહેવા માગું છું, આ એક વાક્યમાં !
છતાંય કમ્પ્લીટ એડજેસ્ટેબલ છે. પારકા માટે લાફા અને જાતને માટે કરકસરિયા અને ઉપદેશ માટે ઝીણાં; તે સામાને અમારો ઝીણો વહીવટ દેખાય. અમારી ઈકોનોમી એડજેસ્ટેબલ હોય. ટોપમોસ્ટ હોય. અમે તો પાણી વાપરીએ તોય કરકસરથી, એડજેસ્ટમેન્ટ લઈને વાપરીએ. અમારા પ્રાકૃત ગુણો સહજ ભાવે રહેલા હોય.
કરકસરમાં રસોડું અપવાદ ! ઘરમાં કરકસર કેવી હોવી જોઈએ ? બહાર ખરાબ ના દેખાય ને કરકસર હોવી જોઈએ. કરકસરમાં રસોડામાં પેસવી ના જોઈએ. ઉદાર કરકસર હોવી જોઈએ. રસોડામાં કરકસર પેસે તો મન બગડી જાય, કોઈ મહેમાન આવે તોય મન બગડી જાય કે ચોખા વપરાઈ જશે ! કોઈ બહુ લાફો હોય તેને અમે કહીએ કે ‘નોબલ’ કરકસર કરો.
એ ભાવતા એટલે રૌદ્રધ્યાત ! પ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાં એક વાક્ય છે એ વીગતવાર સમજાવો કે પૈસા કમાવવાની ભાવના એટલે રૌદ્રધ્યાન.
દાદાશ્રી : જે વસ્તુ એમ ને એમ મળી જવાની હોય એને મળવાની ભાવના કરવામાં શું ફાયદો ?
પ્રશ્નકર્તા : પણ તો કમાણીની બાવના વગર એમ ને એમ મળી જાય ?
દાદાશ્રી : કમાણી એમ ને એમ જ મળે છે. આ ફી ઑફ કોસ્ટ મળ્યા કરે છે. પણ આ લોકો લોભથી ભાવના કર્યા કરે છે. એને ભ્રાંતિ છે ને એટલે હું કરું તો મળે, નહીં તો મળે નહીં કહેશે.
પ્રશ્નકર્તા : અમે કારખાને ના જઈએ તો નુકસાની જાય છે. દાદાશ્રી : હા, પણ જે જાય તેનેય નુકસાની જાય છેને ? એટલે આ શું કહેવા માગે છે ? પૈસા કમાવાની ભાવના કરવાની જરૂર
એ બધું જ રૌદ્રધ્યાત ! પોતાને પૈસા આવતા હોય, સારી રીતે આવતા હોય, તોય છે તે પૈસાની પાછળ જ રાતદહાડો ધ્યાન કર્યા કરવું. એ રૌદ્રધ્યાન, કે ‘ભાઈ, તારે આટલું બધું આવે છે તોય લોકોના ક્વોટા હઉ લઈ લેવા છે ? લોકોના ક્વોટા હોય છે તેમાંથી તારે લેવું છે ?” એટલે લોભને રૌદ્રધ્યાન કહ્યું. શું કહ્યું ભગવાને ? કરોડો આવતા હોય તો આવવા દો પણ એની ઉપર ધ્યાન ના રાખ રાખ કરે. ‘આમથી લઉં કે આમથી લઉં. એવાં હશે ખરાં આ દુનિયામાં ?
પ્રશ્નકર્તા : હા, ઘણાય. દાદાશ્રી : તમે નહીં જોયેલા ? પ્રશ્નકર્તા: હોય છે. દાદાશ્રી : તમે જોયેલા ? પ્રશ્નકર્તા : જોયેલા છેને !
દાદાશ્રી : એ જ, બીજું કંઈ નહીં, એ સિવાય કશું વહુ યે યાદ ના આવે એવા પુણ્યશાળી લોકો (!), એ રૌદ્રધ્યાન કહેવાય, એ નર્કગતિનું કારણ. પછી આપણને બોલાવે અને મૂડ બદલાઈ જાય ને ગુસ્સો આવી જાય. એ નર્કગતિનું કારણ. સમજ પડીને ? એ રૌદ્રધ્યાન કહેવાય. પછી કોઈ જીવની હિંસા કરવી, કોઈને દુ:ખ દઈએ, ત્રાસ આપીએ એ બધું રૌદ્રધ્યાન.