________________
પૈસાનો
વ્યવહાર
૧૩૬
૧ ૩૬
પૈસાનો
વ્યવહાર
અકર્મની સ્થિતિ પર મૂક્યા છે તમને.
છતાંય એમની ઇચ્છા એવી છે કે, “આવું અકર્મની સ્થિતિ પર મૂક્યા ?! અમે કરી શકીએ એમ છીએ.... જો તમે કર્તા હો તો બંધન થશે ! આ તો જેને જ્ઞાન આપું છું તેને હોં, બીજા બધા તો કર્તા છે જ. મારા જ્ઞાનને સમજી અને પાંચ આજ્ઞા સમજે, તો નીવેડો આવે.
પ્રશ્નકર્તા : આપણે કર્તા નથી, પણ આપણે એ કર્મમાં ભાગ લઈએ એટલે બીજાને દુ:ખ પહોંચે છે, આપણા કર્મથી.
દાદાશ્રી : આપણે એટલે કોણ પણ ? હું (Who) ? ચંદુભાઈ કે શુદ્ધાત્મા ? પ્રશ્નકર્તા : ચંદુભાઈ દાદાશ્રી : તમે તો શુદ્ધાત્મા છોને ? પ્રશ્નકર્તા : હા.
આ કરવું કે ના કરવું. માણસને એવું થઈ જાય કે દાદાએ કહ્યું ને મારે હવે... એવું કરવાની જરૂર જ નથી. તમારે અનુકૂળ આવે તો કરવાનું. આ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે, એ એવિડન્સના આધારે જે હોય તે થાય.
આ તો અમે કહી જાણીએ. આમ તો કો'કને કહીએ, તમારે આ જ્ઞાન લેવું હોય તો લેજો. અને ન લીધું તો કંઈ નહીં, કહેવું તો જોઈએ જ, અમારી ફરજ. બીજું તો અમારા હાથમાં નહીં. વ્યવસ્થિતના તાબામાં. વ્યવસ્થિત જયાં લઈ જવું હોય ત્યાં લઈ જાય. એટલે આમાં બોધરેશન કશું રાખવાનું નહીં.
થાય છે એ જોવું. દાદાનું તો જ્ઞાન છે. જ્ઞાન પ્રમાણે થાય છે કે નથી થતું, એ જોવું.
ધંધામાં પ્રતિક્રમણ પ્રશ્નકર્તા ઃ એક પ્રશ્ન છે દાદા ? દાદાશ્રી : થોડું ઘણું સમાધાન થાય છે ? તે મને કહો. પ્રશ્નકર્તા : હા, થાય છે.
દાદાશ્રી : તો પછી આગળ ચાલવા દો હવે, જે જે તમારી પાસે હોય એ બધી વિગત મેલો.
પ્રશ્નકર્તા : માનસિક દુઃખ કોઈને પહોંચાડીએ ત્યારે અન્યાય કર્યો કહેવાય. જો આપણે ધંધો કરતાં હોઈએ, અને ધંધામાં તો માલ એનો એ જ છે. ભાવ વધારીએ તો કમાણી થાય, જ્યારે તમે ભાવ વધારો તો એનાથી બીજાને મન દુ:ખ થાય, તો એનાથી આપણને નુકસાન થાય ખરું ?
દાદાશ્રી : ‘તમે ભાવ વધારો તો દુ:ખ થાય, ભાવ વધારો નહીં, તો કશો વાંધો નહીં. તમે કર્તા થઈ જાવ તો દુઃખ થાય. ને વ્યવસ્થિતને કર્તા જો સમજો તો તમારે કશી જવાબદારી નથી. વ્યવસ્થિત કર્તા છે, એ સ્વીકાર કરો, સમજો. ખરેખર તો તમારી જોખમદારી નથી. મેં તમને એવા સ્ટેજ ઉપર મુક્યા છે કે, તમારી જોખમદારી બંધ થઈ જાય, જોખમદારી એન્ડ થાય. એટલે કર્મ કરવા છતાં
દાદાશ્રી : તો ચંદુભાઈ કર્તા છે, તેમાં તમારે શું લેવા-દેવા ? તમે જુદા ને ચંદુભાઈ જુદા.
પ્રશ્નકર્તા : ચંદુભાઈ કર્તા બનીને તન્મયાકાર તો થાય. ત્યારે ખબર પડે કે સામી પાર્ટીન મન દુઃખ થાય છે.
દાદાશ્રી : તે પછી ચંદુભાઈને કહેવું કે, ભાઈ માફી માગી લો, કેમ આ દુ:ખ કર્યું ? પણ તમારે માફી નહીં માંગવાની. જે અતિક્રમણ કરે તેણે પ્રતિક્રમણ કરવાનું. ચંદુભાઈ અતિક્રમણ કરે તો પ્રતિક્રમણ એની પાસે કરાવડાવવું.
પ્રશ્નકર્તા: હું સાડી વેચવાનો ધંધો કરતો હોઉં, આજુબાજુની દુકાનવાળાએ પાંચ રૂપિયા વધારી દીધા, તો મેં પણ પાંચ રૂપિયા વધાર્યા હોય તો મેં ખોટો ધંધો કર્યો કહેવાય ? મને એ અડે કે ના અડે ?
દાદાશ્રી : પણ કર્તા કોણ છે ત્યાં આગળ ?