________________
પૈસાનો
વ્યવહાર
૧૩૫
૧૩૫
પૈસાનો
વ્યવહાર
જુએ ?
દાદાશ્રી : નહીં, નહીં આપણે જેને જોનાર છે, જોશે એવું માનીએ છીએને, તેય છેવટે ખોટું પડે છે. દગો નીકળે છે. માટે આ ઊંચામાં ઊંચું છે કે બધું ભગવાનને ઘેર ! જવાબદારી દાદાની પછી ! મારી પાસે ચાર આનાય રાખવાના નથી. બધા અહીં (મંદિરમાં) મૂકી દેવાના, બધુંય અને ભવિષ્યમાં આવશે તેય ત્યાં જ. બાની જમીનના આવવાના છે તે ત્યાં મૂકીશ. મારે કશું જોઈતું નથી. મારે શેના માટે ? અમેરિકાવાળા મને ગાડી આપવા માગે છે. હું લઉં શેના માટે ?
હું, આત્મા તે બેઠક ! પણ આ કશું બેઠકની જગ્યા રાખી તે હું, આત્મા ને બેઠક, એમ ત્રણ થયું. હું ને આત્મા એક જ થાય, આ હું સમર્પણ થઈ ગયું એટલે ! તમે સમજ્યા ?
તે જગતમાં જ્ઞાની એકલાને જ કોઈ વસ્તુનો આધાર ના હોય, જ્ઞાનીને આત્માનો જ આધાર હોય કે જે નિરાલંબ હોય.
પ્રશ્નકર્તા : કોને આત્માનો આધાર ? હું ને બેઠકને હોય ?
દાદાશ્રી : હું જ આત્મા અને આત્મા તે હું. આધાર જ આત્માનો એટલે અવલંબન ના હોય. કોઈ અવલંબન ના હોય. નિરાલંબ થાય છે નિરાલંબ ! એ સમજ્યા છે નિરાલંબ ! એ જાણે છે ‘દાદા' નિરાલંબ છે.
પ્રશ્નકર્તા : એટલે હું ને આત્મા એક જ થઈ જાય ? દાદાશ્રી : એક થઈ જાય બસ.
પ્રશ્નકર્તા : અથવા તો બેઠક હોય ને હું ને આત્મા બે એક થઈ જાય એવું બને ?
દાદાશ્રી : ના, ના, બેઠક હોય તો ગુરખો રાખવો પડે. ત્યાં એ વિચાર આવે કે આ શું કરશે ? બેઠકેય એ સાચી નીકળી તો નીકળી, નહીં તો દગો નીકળે છે. તમને નથી લાગતું ?
પ્રશ્નકર્તા : હા, દગો જ નીકળે છે. દાદાશ્રી : એના કરતાં આપણું શું ખોટું ? પ્રશ્નકર્તા : એ બેઠકમાં જ્ઞાની એકલું જ રાખવાનું, બીજું કશું જ નહીં.
દાદાશ્રી : જ્ઞાનીને માથે પડવાનું તમે જે કરો એ, તમારું જે કરો એ મારું કરો, એટલે જ્ઞાની જ પોતાનો આત્મા છે. એટલે એને તો જુદા ગણાય નહીં, પછી ભય નહીં, રાખવાનો કે જ્ઞાની માંદા થાય તે એ ના હોય તો આપણે શું કરીએ ? એવો કશો ભય રાખવાનો નહીં. જ્ઞાની મરતા જ નથી. એ તો દેહ મરે એ અવલંબન અમારું હોય જ નહીં. અમે નિરાલંબ હોઈએ. સહેજેય અવલંબન ના હોય. આ દેહનું કે પૈસાનું કે કોઈ એવું.
પ્રશ્નકર્તા : પણ દાદા, અમને તો જ્ઞાનીનું ને જ્ઞાનીના દેહનું એકસરખું જ અવલંબન લાગે.
દાદાશ્રી : દેહનું અવલંબન તો, દેહ તો કાલે જતો રહે. દેહના પર તો અવલંબન રખાતું હશે ?
આ જ્ઞાતતે જાણો ! તમે વિચાર કર્યો કે બધો ? નકશો કશો ચીતર્યો આનો ? નકશો ચીતરો. જબરજસ્ત કે દાદા આમ કહે છે, દાદા આમ કહે છે. નકશો ચીતરો પછી કયે ગામ જવું, પછી ક્યાં મુકામ કરવો એ નકશામાં ખોળી કાઢવું.
અને અમારું કહેવું જ્ઞાન તરીકે હોય. આવું કરવું એવો અમારો આદેશ ના હોય. જ્ઞાન જો આપણને કામ લાગે એવું હોય તો લેવું. ના કામ લાગે તો ત્યાં ને ત્યાં જ છે. અમે તો જ્ઞાનની વાત કરીએ.
ભગવાને જ્ઞાન જ લખેલું છે ચોપડીમાં, તારું શું થઈ રહ્યું છે એ જ્ઞાનના આધારે માપી જો. એવું જ્ઞાન છે ત્યારે લોકો જ્ઞાનનું આરાધન કરે છે.
અમારી સર્વ હિતકારી વાત હોય. અમારો આમાં એ આગ્રહ ના હોય કે તમારે