________________
પૈસાનો
વ્યવહાર
૧૩
પૈસાનો
વ્યવહાર
એ તો તૈમિતિક છે ! એટલે અમે તમને કહીએ કે પૈસા ગમે એટલી માથાકૂટ કરો તો મળે એવું નથી. એ ઈટ હેપન્સ' છે. હા અને તમે એમાં નિમિત્ત છો. કોર્ટમાં જવું-આવવું એ નિમિત્ત છે. તમારે મોઢે વાણી નીકળે છે એ બધું નિમિત્ત છે એટલે તમે આમાં બહુ ધ્યાન ના આપો. એની મેળે ધ્યાન અપાઈ જ જશે અને આમાં તમને હરકત આવે એવું નથી.
આ તો મનમાં એમ માની બેઠા કે ના, હું ના હોઉં તો ચાલે જ નહીં. આ કોર્ટે બંધ થઈ જાય એવું માની બેઠાં છો. એટલે એવું કશું નથી.
સંજોગો જ કમાઈ આપે !
આ લક્ષ્મી ભેગી થવી તે ય કેટલાંય કારણો ભેગાં થાય ત્યારે એ લક્ષ્મી ભેગી થાય તેમ છે. કોઈ ડૉક્ટરના ફાધરને અહીં ગળે ગળફો બાઝયો હોયને, તે ડૉક્ટરને કહીએ કે આવડાં આવડા મોટા ઓપરેશનો કર્યો તો આ ગળફો કાઢી નાખને. ત્યારે કહે, ના. કાઢી નાખીશ તે પહેલાં મરી જશે. એટલે આમાં આટલું ય ચાલે નહીં. એવીડન્સ ભેગા થયાં, બધા ! હું જ્ઞાની બન્યો એ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડનસના આધારે. આ લોકો કરોડાધિપતિ કે જાતે નથી બન્યા. પણ એ મનમાં માને છે કે “હું બન્યો', એટલી જ ભ્રાંતિ છે, અને જ્ઞાની પુરુષને બ્રાંતિ ના હોય. જેવું હોય એવું કહી દે કે ભાઈ આવું થયું હતું. હું સુરતના સ્ટેશન ઉપર બેઠો હતો, ને એવું થઈ ગયું અને પેલો માને કે હું બે કરોડ કમાયો અને મેં ત્રણ સ્ત્રીઓ કરી ! પણ આ બધું તમે લઈને આવ્યા છો. આ તો તમારા મનમાં માની બેઠાં છો કે “ના, હું કરું છું’ એટલું જ છે. ઈગોઈઝમ છે અને તે ઈગોઈઝમ શું કરે છે ? આવતા ભવને માટે તમારી યોજના ઘડી રહ્યા છો. એમ ભવ પછી ભવની યોજના કર્યા જ કરે છે જીવ, એટલે એને કોઈ દહાડો ભવ અટકતો જ નથી. યોજના બંધ થઈ જાય ત્યારે એને મોક્ષે જવાની તૈયારી થાય.
સુખ શેમાં ? એકુંય જીવ એવો નહીં હોય કે જે સુખ ના ખોળતો હોય ! અને તે ય
પાછું કાયમનું સુખ ખોળે છે. એ એમ જાણે છે કે લક્ષ્મીજીમાં સુખ છે, પણ તેમાંય મહીં બળતરા ઊભી થાય છે. બળતરા થવી ને કાયમનું સુખ મળવું, એ કોઈ દહાડો થાય જ નહીં. બન્ને વિરોધાભાસી છે, આમાં લક્ષ્મીજીનો દોષ નથી. એનો પોતાનો જ દોષ છે.
તમને એક કરોડ રૂપિયા આપે તો તમે શું કરો ? પ્રશ્નકર્તા : એ ય પાછી ઉપાધિ છે ને ?
દાદાશ્રી : આપે તો શું કરો ? આપણે કહીએ, તમને ઉપાધિ છે, તે મને શું કરવા આપો છો ? તમારી ઉપાધિ હું ક્યાં રાખું ? તમે પાછી લઈ જાવ !
અને આ પૈસાથી કેટલો આનંદ થાય છે ! તમને પાંચ લાખ રૂપિયા આપ્યા એટલે પહેલાં તો તમને એ જોઈને બહુ આનંદ થાય. પછી મનમાં ઉપાધિ થાય કે હવે ક્યાં મૂકીશું ? કઈ બેન્કમાં મુકીશું ? પછી રસ્તામાં કોઈ લુંટી ના જાય એટલા માટે તૈયારીઓ રાખવી પડે અને રસ્તામાં કોઈ લઈ લે તો ? એટલે એ બધું સુખ જ ના કહેવાય. લૂંટવાનો ભો છે ને લૂંટાઈ જઈએ એ વસ્તુમાં સુખ જ ના કહેવાય.
જગતની બધી વસ્તુઓ અપ્રિય થઈ પડે અને આત્મા તો પોતાનું સ્વરૂપ, ત્યાં દુઃખ જ ના હોય. જગતના તો પૈસા આપતો હોય તે ય અપ્રિય થાય. ક્યાં મૂકવા પાછા, ઉપાધિ થઈ પડે.
જયાં જયાં નજર કરે, ત્યાં ત્યાં દુખ ! એટલે પૈસા હોય તો ય દુઃખ, ના પૈસા હોય તો ય દુ:ખ, મોટા પ્રધાન થયા તો ય દુઃખ, ગરીબ હોય તો ય દુઃખ. ભિખારી હોય તો ય દુ:ખ, રાંડેલીને દુ:ખ, માંડેલીને દુ:ખ, સાત ભાયડાવાળીને દુ:ખ, દુ:ખ, દુ:ખ ને દુ:ખ. અમદાવાદના શેઠિયાઓને ય દુ:ખ. એનું શું કારણ હશે ?
પ્રશ્નકર્તા : એને સંતોષ નથી. દાદાશ્રી : આમાં સુખ હતું જ ક્યાં છે ? સુખ હતું જ નહીં આમાં. આ