________________
પૈસાનો
વ્યવહાર
૧૨
પૈસાનો
વ્યવહાર
દાદાશ્રી : એવું છે, આ ગયા અવતારે શ્રીમંતનો અવતાર હોય, હવે શ્રીમંત એટલે સ્ત્રી, લક્ષ્મી બધું ત્યારે જ હોય, ત્યારે મનમાં કંટાળી ગયેલો હોય કે આના કરતાં ઓછી ઉપાધિ હોય ને જીવન સાદું હોય તો સારું. એટલે વિચારો બધા પાછા એવા હોય અને પાછો ગરીબીમાં જન્મ્યો હોય તો એને લક્ષ્મી ને વિષય ને એ બધું સાંભર્યા કરે એવો માલ ભર્યો હોય..
હતો લક્ષ્મીનો બોજો ‘અમતે ય' ! અમનેય નહોતું ગમતું સંસારમાં. મને તો, મારી વિગત જ કહું છું ને. મે પોતાને કોઈ ચીજમાં રસ જ નહોતો આવતો. પૈસા આપે તોય બોજો લાગ્યા કરે. મારા પોતાના રૂપિયા આપે તો મહીં બોજો લાગે. લઈ જતાં ય બોજો લાગે, લાવતાં ય બોજો લાગે. દરેક બાબતમાં બોજો લાગે, આ જ્ઞાન થતાં પહેલાં.
આયુષ્યતું એસ્ટેન્શન કરાવ્યું ? પ્રશ્નકર્તા: અમારા વિચારો એવા છે કે ધંધામાં એટલા ઓતપ્રોત છીએ કે લક્ષ્મીનો મોહ જતો જ નથી, એમાં ડૂળ્યા છીએ.
દાદાશ્રી : તેમ છતાં પૂર્ણ સંતોષ થતો નથી ને ! જાણે પચ્ચીસ લાખ ભેગા કરું, પચાસ લાખ ભેગા કરું, એવું રહ્યા કરે છે ને ?! એવું છે. પચ્ચીસ લાખ તો હું પણ ભેગા કરવામાં રહેત પણ મેં તો હિસાબ કાઢી જોયેલો કે આ અહીં આયુષ્યનું એસ્ટેન્શન કરી આપે છે. આયુષ્યમાં એસ્ટેન્શન હોતું નથી ને ! તે પછી આપણે શું કરવા ઉપાધિ કરીએ ? સોને બદલે હજારેક વર્ષ જીવવાનું થતું હોય તો જાણે ઠીક કે મહેનત કરેલી કામની. આ તો એનું કંઈ ઠેકાણું નથી.
પૈસો પ્રધાન કેમ ? પ્રશ્નકર્તા : અત્યારે પૈસો પ્રધાનપણે છે એ કેમ ?
દાદાશ્રી : માણસને કોઈ જાતની સૂઝ ના પડે ત્યારે માની બેસે કે પૈસાથી સુખ મળશે. એ દ્રઢ થઈ જાય છે, તે માને કે પૈસાથી વિષયો મળશે, બીજુંય મળશે. પણ એનો વાંક નથી. આ પહેલેથી જ કર્મો એવાં કરેલાં તેનાં આ ફળ આવ્યાં
કરો છો કે ઇટ હેપન્સ ? પ્રશ્નકર્તા : અમુક પ્રકારના લોકો પૈસા કમાઈને સિક્યોરિટી મેળવવા વ્યસ્ત હોય છે, અને બીજા પ્રકારના લોકો સદ્ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી, આત્મદૃષ્ટિ મેળવવાની સિક્યોરિટીમાં રત હોય છે. તો સાધકે જ્ઞાન સમજવા માટે શું સાચો વ્યવસાય કરવો જોઈએ ? જ્ઞાની પ્રગતિ માટે શું કરવું ?
દાદાશ્રી : તો તો તમારે જાણવું જોઈએ કે પૈસા ખરેખર તમે કમાવ છો કે ઇટ હેપન્સ છે ! એ તમારે જાણવું જોઈએ પહેલેથી !
આ બધું તમે કરો છો કે કોઈ કરાવે છે ? તમને કેવું લાગે છે ? પ્રશ્નકર્તા : બધું આપણે જ કરીએ છીએ ને ! કોઈ કરાવતું નથી.
દાદાશ્રી : ના, આ કોઈક કરાવે છે, અને તમારા મનમાં ભ્રાંતિ છે કે હું કરું છું. આ તો રૂપિયા કોઈકને આપો છો, એ પણ કોઈક કરાવડવા છે, અને નથી આપતા તે પણ કોઈક કરાવડાવે છે. બિઝનેસ છે તે પણ કોઈક કરાવડાવે છે. ખોટ જાય છે તે પણ કોઈક કરાવડાવે છે, નફો આવે છે તે પણ કોઈક કરાવડાવે છે. તમને એમ લાગે છે કે હું કરું છું ? એ ઈગોઈઝમ છે. એ કોઈ કરાવે છે એ ઓળખવું પડશે ને ? અમે એ ઓળખાણ કરાવી આપીએ છીએ. જ્ઞાન આપીએ છીએ ત્યારે બધું સમજણ પાડીએ છીએ કે કરે છે કોણ ?
એક સ્વસત્તા છે, બીજી પરસત્તા છે. સ્વસત્તા કે જેમાં પોતે પરમાત્મા થઈ શકે છે. જ્યારે પૈસા કમાવાની તમારા હાથમાં સત્તા નથી, પરસત્તા છે તો પૈસા કમાવા સારા કે પરમાત્મા થવું સારું ? પૈસા કોણ આપે છે એ હું જાણું છું. પૈસા કમાવાની સત્તા પોતાના હાથમાં હોય ને તો ઝઘડો કરીને પણ ગમે ત્યાંથી લઈ આવે. પણ એ પરસત્તા છે. એટલે ગમે તે કરો તો ય કશું વળે નહીં. એક માણસે પૂછ્યું કે લક્ષ્મી શેના જેવી છે ? ત્યારે મેં કહ્યું કે ઊંઘ જેવી. કેટલાને સૂઈ જાય કે તરત ઊંઘ આવી જાય અને કેટલાકને આખી રાત પાસાં ઘસે તો ય ઊંઘ ના આવે. ને કેટલાક ઊંઘ આવવા માટે ગોળીઓ ખાય. એટલે આ લક્ષ્મી એ તમારી સત્તાની વાત નથી, એ પરસત્તા છે. અને પરસત્તાની ઉપાધિ આપણે શું કરવાની જરૂર ?