________________
પૈસાનો
વ્યવહાર
૧૩૩
૧૩૩
પૈસાનો
વ્યવહાર
મમતા ગઈ ક્યારે કહેવાય ? મા-બાપ ને ભાઈઓ ને બધાંની જોડે વીતરાગતા હોય અને મમતા જાય નહીં ને માણસને ! ઘરમાં રહેનારો માણસ, એ તો ત્યાં મંદિરમાં) પડી રહેતો હોય તેની મમતા જાય. નહીં તો મમતા છૂટતી હશે ?
પ્રશ્નકર્તા : મને કંઈ સમજાયું નહીં દાદા.
દાદાશ્રી : બળ્યું, મમતા ગઈ એવું બોલાય નહીં કોઈથી. કોઈ એવો થયો તો તે ભગવાન થઈ ગયો કહેવાય. અક્ષરેય બોલાય નહીં, ‘મારી મમતા જતી રહી’ એ જ્ઞાની પુરુષ સિવાય કોઈ બોલી ના શકે.
પ્રશ્નકર્તા : મમતા જતી રહી એ જરાક સમજાવો. મમતા કેવી રીતે જતી રહી ? આપણે કોને કહી શકીએ મમતા ?
દાદાશ્રી : સર્વસ્વ અર્પણ કરવું એનું નામ મમતા જાય. આ ભઈ છે, તે હજાર ગીનીઓ અહીં આપી દે, પણ એક રહેવા દે, કો'ક દહાડો કામ લાગે, એનું નામ મમતા. આમને એવી મમતા ના હોય, એ બ્રાહ્મણ કહેવાય. અમારે ક્ષત્રિયોને મમતા ના હોય. જેથી તો તીર્થંકર થવાય. આ બધા ક્ષત્રિયો કહેવાય. આ તો વણિક એક ગીની રહેવા દે. બોલ, મારી વાત ખોટી છે કે ખરી છે !
એટલે ત્યાં સુધી ફરી ફૂટી નીકળશે, ક્યારે ફરી નીકળે એ કંઈ કહેવાય નહીં.
પ્રશ્નકર્તા : પોતાનો જીવનવ્યવહાર ટકાવવા માટે તો કંઈ કરવું પડેને ?
દાદાશ્રી : હા, એ જ મમતા, એ જ મમતા. જ્યાં પોતાનું છે ત્યાં જ મમતા ! અમારે એ હોય જ નહીંને !
ટકોર જ્ઞાતીની ! મમતારહિત થવું અત્યારે એ બની શકે નહીં ! આપણે હવે કરીને શું કામ છે. આપણે મોક્ષે જવું છેને ? આવતા ભવમાં એવું થશે, મમતા વગરનું થવાનું. આ તો હજી મમતા જાય નહીં. સિક્કો મારેલો છે. આપણે એવું થઈને શું કામ છે?
આવતે ભવ મમતા જતી રહેશે. મમતા જાય નહીં. સહેલી વસ્તુ નથી. અત્યારે તો અમે બોલ્યા તેથી થોડી-ઘણી ગઈ હોય તોય અમારા જ્ઞાનથી ગઈ. બાકી જાય નહીં. એ તો મમતા જાય, પૈસાની મમતા જાય તો તેને અહંકારની મમતા વધે પણ બધું એકનું એક જ ને ? બધું ધૂળધાણી ત્યાં આગળ ?
કોઈ મમતા ઘટેલી જ નહીં કોઈ દહાડો. અત્યાર સુધી ઘટેલી નહીં. આ તો મહીં જ્ઞાન આપ્યું પછી ઘટી. આ જ્ઞાન આપ્યું ત્યારે તો મમતાઓ થોડીક ઘટી.
અમારી મમતા તો ગયા અવતારથી નથી, કેટલાય અવાતરથી નથી. આ તો બધું એની મેળે ચાલ્યા કરે છે. ઉદયના આધીન. મારે કશું કરવું નથી પડતું. અમારે કશું આમાં કરવું ના પડે. કોઈ દહાડો ઇચ્છાય નહીં. વિચાર સરખોય નહીં અને તે પેલું એય નહીં. પોતાપણું નહીં, વર્લ્ડમાં પોતાપણું ના જાય. એવા માણસ હોય નહીં, પોતાપણું ગયું એ ભગવાન કહેવાય. આતો લોકોને વિરાધના થાય એટલા માટે નથી કહેતા. ના પાડી છે કે ભગવાન છીએ એમ બોલશો નહીં. મહીં છે એને ભગવાન કહો નહીં તો લોક વિરાધના કરે અને નકામા પાપ બાંધે એ અમને ભગવાન થવાનો કંઈ સ્વાદ આવતો નથી. અમે જે જગ્યા પર છીએ ત્યાં ઘણો સ્વાદ છે.
એક તો ગીની રહેવા દઉંને ?
પ્રશ્નકર્તા : ખરું.
દાદાશ્રી : એમની હિંમત ના ચાલે, એ મમતા છે. આ મમતા છૂટવી જોઈએ. પેલા નાગરદાદાએ (એક સંતપુરુષે) કોસમાડામાં કહ્યું હતું કે, આવા મમતારહિત પુરુષ મેં જોયા જ નથી. મને નાનપણમાંય મમતા ન હતી. અહંકાર હતો. નાનપણથી જ કોઈ વસ્તુની મમતા નહીં. મમતાનો અર્થ સમજ્યા તમે ? મમતા શી છે તેય ખબર પડતી નથી. પછી તો લોક જ કહેશે કે, આ ભાઈને કશી મમતા રહી નથી. જગત તો આનું આ જ છે. જેવું મોટું હોય એવું અરીસો દેખાડે. આમાં અરીસાનો કોઈ દોષ છે ? શું કહો છો ? જગતના હિસાબે તમને ઘણી મમતા ગઈ છે. આ સાધુઓ કરતાં વધારે મમતા ગઈ છે. કશું રહ્યું જ નથી. પણ મૂળ મમતા, હજુ ગીની રહીને, રાખી મેલી છેને ? મમતાનું બીજ જાય નહીં