________________
પૈસાનો
વ્યવહાર
૧૩૨
૧૩૨
પૈસાનો
વ્યવહાર
રાખશો. કોઈકને ત્યાં લગનમાં જવા માટે શરીર ઊભું થાય એવું ના કરશો. અહીં સત્સંગમાં આવવા માટે ઊભું થાય એવું કરજો. એટલે દાદાનો ઉપયોગ સારી રીતે કરજો. એમાં દુરુપયોગ પછી ના થવો જોઈએ. કારણ કે દુરુપયોગ ન થાય તો પછી એ દાદા ફરી મુશ્કેલીના ટાઈમે કામ લાગશે, માટે આપણે એમને એમ વાપરવા નહીં.
એક વણિક શેઠ હતા, મિત્ર જેવા. આમ હતા તો શ્રીમંત માણસ, પણ મારી જોડે બેસે-ઊઠે, એક ફેરો ઇન્કમટેક્ષનો કાગળ આવ્યો હતો. એક વખત મેં એમને કહ્યું કે કંઈક અડચણ આવે તો ગભરાશો નહીં, અમને કહેજો. હવે તે દહાડે તો જ્ઞાન થયેલું નહીં. એટલે સંસારની મરામત કરવી હોય તો અમે કરી આપતા હતા. તે પેલો ઇન્કમટેક્ષનો કાગળ આવેલો ત્યારે મેં પેલા શેઠને કહ્યું કે, એવું કંઈક કહેવું હોય તો કહેજો. ત્યારે કહે છે, કે તમે જે કોરો ચેક આપ્યો છે તે સો એ સો પૂરાં થશે ત્યારે વટાવીશ, છેલ્લો શ્વાસ હશેને તે ઘડીએ વટાવીશ, નહીં તો આમ તમારો ચેક ના વટાવાય, એ તો મેં રાખી જ મેલ્યો છે !
એટલે આ દાદાના તો બ્લેન્ક ચેક, કોરો ચેક કહેવાય. એ વારેઘડીએ વટાવવા જેવો નહીં, ખાસ અડચણ આવે તો સાંકળ ખેંચજો. સીગરેટનું પાકીટ પડી ગયું હોય અને આપણે ગાડીની સાંકળ ખેંચીએ તો દંડ થાય કે ના થાય ? એટલે એવો દુરુપયોગ ના કરવો.
દાદા વિતાવી ક્ષણ કેવી ? આ જોડે લઈ જવાનું એટલું જ આપણું, બાકી બીજું બધું પારકું.
પ્રશ્નકર્તા: ખરી કમાણી જ ‘દાદા’ આ છે, બીજી કોઈ કમાણી સાચી દેખાતી નથી.
દાદાશ્રી : હોતી હશે, બીજી કમાણી ? પ્રશ્નકર્તા : એ દાદા સિવાય ચેન જ નથ પડતું. દાદાશ્રી : દાદા વગર ક્ષણવાર કેવી રીતે રહી શકાય ? એ તો વળી એટલું
સારું છે કે આપણામાં ‘જ્ઞાની પુરુષ' નિશ્ચયથી આપણી પાસે જ છે. વ્યવહારથી તો એવો ઉદય નિરંતર હોય નહીંને !! બાકી પહેલાંના કાળમાં ‘જ્ઞાની’ પાસે પડી રહેતા હતા, અત્યારે પડી રહેવાય છે જ ક્યાં ? અત્યારે તો ફાઈલો કેટલી બધી !!!
મમતા વિતાતા પુરુષ ! અને રૂપિયા જોડે તો લોકને મમતા થઈ ગયેલી છે. બાકી કહેતાની સાથે જ ખાલી કરે. જેટલા આનંદથી રૂપિયા આવ્યા હતા, એટલા જ આનંદથી રૂપિયા ખાલી કરે. ત્યારે જાણવું કે આમને રૂપિયાની મમતા ચોંટતી નથી.
એટલે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી આ ચાર પ્રકારે જેને મમતા ના હોય, એવા જ્ઞાની પુરુષ એને મોક્ષે લઈ જાય. નહે તો આ બધાં લોક તો દ્રવ્યથી બંધાયેલા, ક્ષેત્રથી બંધાયેલા, કાળથી બંધાયેલા, ભાવથી બંધાયેલા એ શું ધોળે આપણું ? સારી જગ્યા હોય તો આપણને કહેશે કે થોડા દહાડા રહેવા દોને ! કહે કે ના કહે ? અમને એવું બંધન ના હોય.
મમતા-રહિતતા ! તમને સમજાયું કે શું કહેવા માગું છું ? પ્રશ્નકર્તા : હા, દાદા. દાદાશ્રી : મમતા ખલાસ થઈ ગઈ હોય એવો માણસ હોય ? પ્રશ્નકર્તા : ના હોય. ક્યાંથી હોય ?
દાદાશ્રી : હોય તો એ ભગવાન કહેવાય. માણસને મમતા શી રીતે જાય ? સગાં-વહાલાં હોયને ! એ તો બૈરી, મા-બાપની હઉ મમતા છોડી દેવા તૈયાર છે. મમતા સમજાય છે તમને ? તમારે થોડી-ઘણી મમતા ખરી ?
પ્રશ્નકર્તા : પણ દાદા, મારી પાસે કઈ મમતા રહી છે બોલો ? કુટુંબકબીલા, બધાય સંબંધ કોઈ છે જ નહીં.
દાદાશ્રી : આ શું બોલે છે બધું ? ‘મારે મમતા નથી’ એ શું કહ્યું ?