________________
પૈસાનો
વ્યવહાર
૧૩૧
૧ ૩ ૧
પૈસાનો
વ્યવહાર
આ ગાડી વડોદરાથી ના આવી, તેથી આ બધાનું બગડી ગયું ! આપણે આપણા પોતાના માટે ફજેત થઈશું, તેનો વાંધો નહીં. પણ જંક્શનનું ના જાળવવું પડે ?
અને આ જાળવવા જતાં આ દાદાએ આપેલો આત્મા જતો રહેતો નથી. આત્મા દરેકમાં હાજર જ હોય છે. એટલે તમારે વાંધો નહીં, ત્યાં ધંધા ઉપર જવું.
એવી કેપેસિટી હોય છે કે ગમે તેવી ચીકાશને ઊડાવી મૂકે છે. એવું આમાંય કંઈક કેપેસિટી હોય છે. અને તે તમને ઉત્પન્ન થશે હવે !
ધંધામાં એક્સપર્ટ છતાં... અને ધંધા પર તો પહેલેથી ધ્યાન જ નથી આપ્યું. જગત શું છે ? કેવી રીતે ચાલે છે બસ એ જ વિચાર ! આખો દહાડો એના જ વિચારમાં જીવન ગયેલું !! ધંધામાં આમ તો જરાક હું એક્સપર્ટ. મારા ભાગીદાર શું કહે કે, ત્રણ મહિનામાં એકાદ ગુંચ પડી હોય તો મને એ ગૂંચ કાઢી આપજો. એટલે બહુ થઈ ગયું તે એ મને ગુંચ પડી હોય ત્યારે મને કહે, તો હું કહું કે આમ કરજો, એટલે એ ગૂંચ બધી નીકળી જાય, ત્યારે એ મને કહે તમે હવે આ ધર્મ કર્યા કરજો.
જંતતી જાળવણી ! દાદાશ્રી : તમારે ધંધા પર જવાનું મોડું થઈ જશે. આ વાતોનો કંઈ પાર આવવાનો નથી. કામ પહેલું કરવું.
પ્રશ્નકર્તા : પહેલાંનો મેં વધુ મહેનતવાળો ધંધો માથે લીધો એ તેનો નિકાલ કરવો પડે !
દાદાશ્રી : ધંધામાં ધ્યાન આપવું એ આપણો હેતુ હોવો જોઈએ અને જંક્શન ઉપર આપણી ગાડીના આધારે બીજી ગાડીઓ લેટ ના થાય એ જોવું જોઈએ. જંક્શનની આપણી જવાબદારી છે !
પ્રશ્નકર્તા : બીજાને અગવડ ના પડે એ જોવું પડે.
દાદાશ્રી : ના, જવાબદારી એક જ જંક્શનની. આપણે કહ્યું હોય કે ભઈ, તમે ત્યાં આવજો ને હું પણ સાડા આઠ વાગે ત્યાં આવીશ. ત્યાં બધી ગાડીઓ ભેગી થવાની હોય ત્યાં આપણે લેટ થઈએ કે ના જઈએ એ જવાબદારી આપણા પર આવે. બાકી બીજું કંઈ નહીં જંક્શન ના હોય તો બીજા સ્ટેશને તમે મોડા જાવ તો તેનો વાંધો નહીં. જંક્શન એકલું જ સાચવજો. હું તો પહેલેથી જંક્શન સાચવી લઉં. હું આળસુ સ્વભાવનો તો ખરો જ. પણ જંક્શન હોય ત્યાં નહીં. બીજી ગાડીઓ લેટ થાય મારે લીધે ? બધાય ફજેત કરે પછી ! દરેક ગાડીવાળા કહે કે
અરે ! તમને મોડું થઈ જશે, આ દાદાની જોડે બેસવું ને એવી લાલચ પેસી જાય છે તે ઊઠવાનું મન ના થાય. અને બીજી ગાડીઓ ઉપડી જાય. નક્કી કરીને આવ્યો હોય. ચાર કોગ્રેશર લેનાર માણસ હોય, તેને કહેશે કે આટલા વાગે
ઑફિસે આવજે ત્યાં હું આવીશ. તે તમે મોડા જાવ તો પેલો ઊઠીને જતો રહે બિચારો. માટે તમે તમારા ધંધે જાવ. આ તો બધી વાતો છે.
પ્રશ્નકર્તા : આ વાતો કરવાથી અમારા લાભનું થાય.
દાદાશ્રી : એટલે તમારે ત્યાં ધંધા પર જવું. હું દરેક કાર્ય કરું છું. અરે ! સવારના સાડા છથી શરૂ કરું છું, હું આળસ નથી કરતો. કારણ કે હું કહું કે મારી તબિયત નરમ છે એટલે કેટલી બધી ગાડીઓને પાછું જવું પડે ? બધી ગાડીઓ જતાં જતાં શું કહે ? દાદા હવે ઘેડિયા થઈ ગયા તે હવે બધું આપણે અહીં આગળ બહુ આવીએ નહીં તો ચાલે ! એવું કહેશે. એ એમનું હિત બગાડે.
કિમત જ્ઞાતીનાં દર્શનતી ! દુકાન પર ના જઈએ તો દુકાન રાજી ના થાય. દુકાન રાજી થાય તો કમાણી થાય. એવું અહીં સત્સંગમાં. પાંચ મિનિટ વધારે ના હોય તો પાંચ-દશ મિનિટ પણ આપીને દર્શન કરી જાવ. જો અહીં અમે છીએ તો ! હાજરી તો આપવી જ રહીને !
દાદાઈ બ્લેન્ક ચેક ! આ ‘દાદા' એક એવું નિમિત્ત છે, જેવું કે દાદાનું નામ દેને, તો પથારીમાં હલાતું-ચલાતું ના હોય તોય ઊભું થઈ જવાય. માટે કામ કાઢી લો. એટલે નિમિત્ત એવું છે. તમારે જે કામ કરવું હોય તે થાય એવું છે, પણ એમાં દાનત ખોરી ના